તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શ્રદ્ધાંજલિ:અગ્રણી વેપારી અને સામાજિક કાર્યકર સુરેન્દ્ર સવાઈનું નિધન

મુંબઈ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાપડના અગ્રણી વેપારી, બિલ્ડર, અગ્રણી સામાજિક કાર્યકર અને જૈન આગેવાન સુરેન્દ્ર તુલસીદાસ સવાઈનું મંગળવારે રાત્રે ૧૧ વાગ્યે દુ:ખદ અવસાન નીપજ્યું છે. તેમની ઉંમર ૮૧ વર્ષની હતી.તેઓ મુંબઈ ટેક્સટાઈલ મરચન્ટસ મહાજનના અને ફેડરશન ઑફ એસોસીએશન ઑફ મહારાષ્ટ્ર (ફામ)ના એમીરેટ્સ ચૅરમૅન હતા. તેઓ મુંબઈ ટેકસટાઈલ મરચન્ટસ મહાજનના ૩૦ વર્ષ સુધી પ્રમુખ રહ્યા હતા અને કાપડ બજારોની જોઈન્ટ ઍકશન કમિટી ઑફ ટેકસટાઈલ ટ્રેડર્સ એસોસિયેશન્સના ચૅરમૅન હતા. ન્યુ પીસગુડસ બજાર કંપની લિ.ના ડાયરેકટર હતા. ધી કાલુપુર કમર્શિયલ કો-ઓપ બૅન્ક લિ. ના ડાયરેક્ટર હતા. મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા.ગોડીજી જૈન ટેમ્પલ ટ્રસ્ટ -મુંબઈના ટ્રસ્ટી, મોતીશા જૈન ચેરીટેબલ ટ્રસ્ટ-ભાયખલાના ટ્રસ્ટી અને માંગરોળ એન્ડ ચોરવાડ જૈન ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને શ્રીમદ્બુદ્ધિસાગર મૂર્તિપૂજક ગુરુકુળ જૈન શ્વેતાંબર સંઘના ટ્રસ્ટી હતા. તેઓ પરિવારમાં પુત્ર અજય, પુત્રવધૂ સોનલ અને પુત્રીઓ સ્મિતા તેમ જ જલ્પાને વિલાપ કરતાં મૂકી ગયાં છે.આજના કોરોના કાળમાં તેમની પ્રાર્થનાસભા રાખવામાં આવી નથી, પણ ઝૂમ મીટિંગ રખાઈ છે. તેમના માનમાં મૂળજી જેઠા ક્લોથ માર્કેટ બુધવારે બપોરના ૩-૦૦ વાગ્યા પછી બંધ રહી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો