તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાપર તા.પં.ના સભ્ય સહિતના આગેવાનો આમ આદમીમાં જોડાયા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના ગઢમાં તા. પં.ની ચૂંટણી પહેલા જ ગાબડાં શરૂ
  • ટૂંક સમયમાં જ સંમેલન યોજવા પણ ચર્ચા કરાઇ

ગાંધીધામઃ રાપર તાલુકા ખાતે આમ આદમી પાર્ટીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાપર તા.પં.ના સભ્ય સહીતના અન્ય આગેવાનો જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા પોસ્ટર લોન્ચ કરવા સહીતની બાબતની કાર્યવાહી કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. 

ટૂંક સમયમાં જ રાપરમાં યુવા સંમેલન યોજવામાં આવશે
રાપર તાલુકા ખાતે આમ આદમી પાર્ટીની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં રાપર તાલુકા પંચાયતના પલાંસવા બેઠકના કોંગ્રેસના સભ્ય લખમણ સોલંકી રાજપુત આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકા સમિતિના મંત્રી ભારત ચાવડા પણ જોડાયા હોવાનું જણાવાયું હતું. પુર્વ કચ્છ જીલ્લાના પ્રમુખ રોશનઅલી સાધાણીએ આ બાબતની જાહેરાત કરીને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ રાપરમાં યુવા સંમેલન યોજવામાં આવશે. શહેર અને તાલુકામાં પાર્ટી આવનારી નગરપાલિકા, તાલુકા પંચાયતની ચુંટણી લડશે. આ બેઠકમાં કે.કે.અન્સારી, ડાયાભાઇ આહીર, નરસિંહભાઇ મેવાડા વગેરે હાજર રહ્યા હોવાનેા દાવો કરવામાં આવ્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો