લોન્ચ / લાવા કંપનીએ તેનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન ‘લાવા Z71’ લોન્ચ કર્યો, કિંમત ₹ 6,299

Lava company launches its latest budget smartphone 'Lava Z71', priced at ₹ 6,299
Lava company launches its latest budget smartphone 'Lava Z71', priced at ₹ 6,299

  • ફોનનાં રુબી રેડ અને 2GB+32GB સિંગલ વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યું
  • ફોનમાં એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ અને મીડિયાટેક હીલિયો પ્રોસેસર મળશે

Divyabhaskar.com

Jan 17, 2020, 10:36 AM IST

ગેજેટ ડેસ્કઃ ઇન્ડિયન સ્માર્ટફોન મેકર લાવાએ તેના લેટેસ્ટ સ્માર્ટફોન ‘લાવા Z71’ને ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 6,299 રૂપિયા છે. ફોનનાં રુબી રેડ અને 2GB+32GB સિંગલ વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યું છે. ફોનનું વેચાણ ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર શરૂ કરવામાં આવ્યું છે. ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ અને ડ્યુઅલ સિમ કાર્ડ સપોર્ટ આપવામાં આવ્યો છે.

ફોનમાં એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ અને મીડિયાટેક હીલિયો પ્રોસેસર આપવામાં આવ્યું છે. સિક્યોરિટી માટે ફોનમાં ફેસ અનલોક ફીચર અને ફિંગર પ્રિન્ટ સેન્સરની પણ સુવિધા છે. કનેક્ટિવિટી માટે ફોનમાં USB પોર્ટ, GPS, A-GPS, બ્લુટૂથ 5.0, 4G અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે.

ઓફર

ફ્લિપકાર્ટ પરથી ફોનની ખરીદી એક્સિસ બેંકઆ ક્રેડિટ કાર્ડથી કરવાથી 5% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય ‘નો કોસ્ટ EMI’ની પણ સુવિધા આપવામાં આવી રહી છે. જિઓ કંપની ફોનની ખરીદી પર 1200 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.

‘લાવા Z71’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 5.7 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ HD+ (720x1520 પિક્સલ)
પ્રોસેસર ક્વૉડકોર MTK 6761
રેમ 2GB
સ્ટોરેજ 32GB (એક્સપાન્ડેબલ 256 GB)
રિઅર કેમેરા 13 MP + 2 MP
ફ્રન્ટ કેમેરા 5 MP
બેટરી 3200 mAh


X
Lava company launches its latest budget smartphone 'Lava Z71', priced at ₹ 6,299
Lava company launches its latest budget smartphone 'Lava Z71', priced at ₹ 6,299
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી