તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:નસવાડીના 160 મતદાન મથકો પર મતદાન સુધારણા ઝુંબેશ શરૂ

નસવાડી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાયબ મામલતદાર સાથે શિક્ષકો બુથ તપાસની કામગીરી કરી, પહેલા દિવસે 224 વ્યક્તિઓએ મતદાર સુધારણાના ફોર્મ ભર્યા

નસવાડી તાલુકામા મતદાર સુધારણાના પ્રથમ રવીવારે નસવાડી તાલુકાના 160 મતદાન મથકો પર મતદાર સુધારણા ઝુંબેશની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ખાસ કરીને મતદાન મથકો પર જેતે શાળાના શિક્ષકો એટલે બી એલ ઓ, બુથ લેવલ ઓફીસર સમયસર કામગીરી કરવા પોહચ્યાં છે કે નહીં તેની નસવાડી નાયબ મામલતદાર અર્પિતાબેન દ્વારા ટીમ બનાવી ગામડાના મતદાન મથકો પર તપાસ હાથ ધરી હતી. સાથે શિક્ષકો બુથ પર હાજર છે કે નહીં તે અન્ય શિક્ષકો મારફતે તપાસ કરાઈ હતી.

પહેલો રવિવાર હોય ગામડામા હજુ મતદાર સુધારણાની જાગૃતિનો અભાવ હોય જાતે અધિકારી કર્મચારીઓ સમજ આપી હતી. સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આ કામગીરી ચાલી હતી. નસવાડી તાલુકામા 244 જેટલા વ્યક્તિઓએ મતદાર સુધારણાના અલગ ફોર્મ ભરી નોંધ કરાવી હતી. હજુ મતદાર જાગૃતિ સુધારણા બાબતે જિલ્લા વહીવટી અને તાલુકા સ્તરેથી લોક જાગૃતિ ઝુંબેશ હાથ ધરાય તે જરૂરી બન્યું છે. સાથે ડુંગર વિસ્તારના મતદાન મથકો પર ખાસ ચેકિંગ હાથ ધરાય તે પણ જરૂરી બન્યું છે. એકંદરે કોરોના વાયરસની મહામારીમા શિક્ષકો, અધિકારી કર્મચારીઓ મતદાર ઝુંબેશની કામગીરીમા જોતરાયા હોય સાચા કોરોના વોરિયર્સ કહી શકાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો