• Home
  • Lifestyle
  • Travel
  • Launch of 'Destination Alert Wake Up Alarm' Service to Raise Suaved Passengers Before Getting to the Station

રેલવે યાત્રા / સ્ટેશન આવતા પહેલાં સુઇ ગયેલા મુસાફરોને ઉઠાડવા `ડેસ્ટિનેશન અલર્ટ વેક અપ અલાર્મ' સેવા શરૂ

divyabhaskar.com

May 16, 2019, 11:26 AM IST
ફાઇલ ફોટો
ફાઇલ ફોટો
X
ફાઇલ ફોટોફાઇલ ફોટો

  • અડધો કલાક પહેલાં ફોન પર યાત્રીને સ્ટેશન વિશે જાણકારી આપવામાં આવશે
  • કસ્ટમર કેરના પ્રતિનિધિ સાથે 139 નંબર પર વાત કરીને યાત્રી જાતે પણ અલર્ટની સુવિધા લઇ શકે છે

ટ્રાવેલ ડેસ્કઃ મુસાફરી દરમિયાન ઘણાં મુસાફરો સુઇ જતા હોય છે, જેના કારણે તે પોતાનું સ્ટેશન પણ ચૂકી જતા હોય છે. ખાસ કરીને જ્યારે એકલા મુસાફરી કરવાની હોય ત્યારે ખાસ સ્ટેશન ચૂકી જવાની ઘટના બનતી હોય છે. આમ ન થાય તે માટે થઇને ઘણા લોકો મુસાફરી દરમિયાન સુઇ જવાનું ટાળે છે. પરંતુ હવે એવું કઇ કરવાની જરૂર નથી કારણ કે મુસાફરનું સ્ટેશન આવશે ત્યારે  રેલવે ફોન કરીને તમને ઉઠાડશે. જી, હા રેલવે દ્વારા ડેસ્ટિનેશન અલર્ટ વેક અપ અલાર્મ સેવા શરૂ કરવામાં આવી છે. આ સુવિધા અનુસાર,`અડધો કલાક પહેલાં ફોન પર યાત્રીને સ્ટેશન વિશે જાણકારી આપવામાં આવશે. પૂછપરછ સેવા પર આઇવીઆરથી આ સુવિધાને જોડવાની સાથે અલાર્મ સેવા શરૂ કરવામાં આવી છે. કસ્ટમર કેરના પ્રતિનિધિ સાથે 139 નંબર પર વાત કરીને યાત્રી જાતે પણ અલર્ટની સુવિધા લઇ શકે છે.' 

ડેસ્ટિનેશન અલર્ટનો આ રીતે લાભ મેળવો

1.

આઇઆરસીટીસીના 139 નંબર પર મોબાઇલથી કોલ કે મેસેજ કરવામાં આવશે. કોલ રિસીવ કર્યા બાદ પહેલાં ભાષાની પસંદગી કરવાની રહેશે, ત્યાર બાદ ડેસ્ટિનેશન અલર્ટ માટે પહેલાં 7 નંબર અને પછી નંબર દબાવાનો રહેશે. 

2.

ત્યાર બાદ કન્ફોર્મેશનનો એસએમએસ મળશે. સ્ટેશન આપતા પહેલાં મોબાઇલ પર કોલ આવશે. પ્રતિ અલર્ટ એસએમએસનો ચાર્જ 3 રૂપિયા લાગશે, તથા કોલિંગનો ચાર્જ પણ યાત્રીએ આપવો પડશે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી