વડોદરા / દક્ષિણ ભારતમાંથી માઇગ્રેટ થઇને આવેલું અબાબી લટોરો પક્ષી સાવલી તળાવ નજીક દેખાયું

latoro Ababi bird migrating from southern India appeared near Savli Lake, Vadodara

  • વડોદરા બર્ડ સ્ટડી સેન્ટર માટે આદર્શ 
  • ટીંમ્બી, વાસદ, વેરાખાડી, સાવલી, જાવલા, મુવાલ તળાવમાં માઇગ્રેટરી બર્ડ જોવા મળે છે 

Divyabhaskar.com

Sep 16, 2019, 04:17 AM IST

વડોદરા: દક્ષિણ ભારતમાં રહેતું અબાબી લટોરો પક્ષી વડોદરા પાસે આવેલા સાવલી નજીક દેખાતા પક્ષીપ્રેમીઓમાં કૌતુક સર્જાયું હતું.અગાઉ પણ અનેક વખત માઇગ્રેટેડ પક્ષી દેખાતા સ્થળને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જરૂરીયાત જણાય છે.

અબાબી લટોરો બાંગ્લાદેશ, નેપાળ, ચીન, શ્રીલંકામાં વસવાટ કરે છે
વડોદરાના પક્ષીપ્રેમી અને પ્રતિક નાગ્રેચા, અરવિંદ ઘોડે, તથા અન્યને વડોદરાના સાવલી નજીક આવેલા જાવલા ગામના તળાવ પાસે રાખોડી અબાબી લટોરો નામનું દક્ષિણ ભારત નું પક્ષી જોવા મળ્યું હતું. પક્ષીની ખાસીયત અંગે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર પ્રતિક નાગ્રેચાએ જણાવ્યું હતું કે, સાતેક ઇંચ કદ વાળું આ રાખોડી અબાબી લટોરો, નાના ટોળાંમાં હાઈ ટેન્શન લાઈન, ઊંચા સૂકા ઝાડ, ખેડાયેલ મોટા ખુલ્લા ખેતરો અને મુખ્યત્વે પામના ઊંચા વૃક્ષ પર જોવા મળે છે. ટૂંકી વળેલી ચાંચ અને લાંબી પાંખ ધરાવતું આ પક્ષી સામાન્ય પણે બાંગ્લાદેશ, નેપાળ, ચીન, શ્રીલંકા તેમજ દક્ષિણ ભારતના ગોવા, કર્ણાટક અને કેરળ જેવા રાજ્ય માં વસવાટ કરે છે. શરીરે લલાશ પડતો રાખોડી અને ખાસ કરીને માથાનો ભાગ ઘાટો રાખોડી, ચાંચ સિલ્વર અને પગ ટૂંકા તથા તે ઉંચી જગ્યા એ બેસવાનું વધુ પસંદ કરે છે. વધુમાં પ્રતિક નાગ્રેચાએ ઉમેર્યું હતું કે,નર અને માદા બંને સાથે મળીને માળો બનાવાથી લઈ ને બચ્ચાંના ભરણપોષણ સુધીની સંપૂર્ણ જવાબદારી સહિયારી નિભાવે છે. સરેરાશ 40 ગ્રામ વજન ધરાવતું આ પક્ષી ઊંચા ઝાડ કે લાઈટના થાંભલા પર એપ્રિલ થી જૂનમાં માળો બનાવી, કથ્થઈ ટપકાવાળા લીલાશ પડતાં સફેદ રંગના 2 થી 3 ઇંડા મૂકે છે.

વડોદરાને પર્યટન સ્થળ તરીકે વિકસાવી શકાય
વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર પ્રતિક નાગ્રેચાએ ઉમેર્યું હતું કે, વડોદરાની આપસાપ આવેલી ટીંમ્બી, વાસદ, વેરાખાડી, સાવલી, જાવલા, મુવાલ ખાતે આવેલા તળાવમાં માઇગ્રેટરી બર્ડ મોટા પ્રમાણમાં દેખાય છે. વડોદરા આસપાસની વિશેષતા છે કે, દરેક સિઝનમાં માઇગ્રેટરી બર્ડ શહેરની આસપાસના વિસ્તારોમાં આવે છે. આમ, શહેર આસપાસના વિસ્તારોને બર્ડ સ્ટડી સેન્ટર તથા પર્યટન સ્થળ તરીકે વિસકાવવાની તક સર્જાઇ છે.

X
latoro Ababi bird migrating from southern India appeared near Savli Lake, Vadodara
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી