તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આક્રોશ:શહેરમાં ખંભાળિયા નાકા સહિતના વિસ્તારોમાં મોડીરાત્રિના વીજકાપ

જામનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર, માેમાઇનગરમાં દિવસમાં 3 વખત વીજળી ગુલ
  • ચાર કલાક વીજળી ગુલ રહેતા રહેવાસીઓમાં ભારે દેકારો બોલ્યો

જામનગરમાં શનિવારે ખંભાળિયા નાકા બહાર સહીતના વિસ્તારોમાં મોડીરાત્રીના વીજકાપથી રહેવાસીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો. 4 કલાક વીજળી ગુલ રહેતા લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતાં. રવિવારે ગાંધીનગર, મોમાઇનગર વિસ્તારમાં ત્રણ વખત વીજળી ગુલ થઇ જતાં લોકોમાં આક્રોશ ફેલાયો છે.જામનગરમાં નવરાત્રિ ટાંકણે વીજધાંધિયાએ માઝા મૂકતા શહેરીજનોમાં રોષની લાગણી ફેલાઇ છે. ગુરૂવારે ગાંધીનગર, પંચવટી, પટેલકોલોની વિસ્તારોમાં રાત્રીના દોઢ કલાક વીજળી ગુલ થઇ ગઇ હતી.

જયારે શુક્રવારે મોડીરાત્રીના 2 થી 3 કલાક સુધી શહેરના પંચેશ્વર ટાવર, આણદાબાવા ચકલો સહીતના વિસ્તારોમાં વીજકાપ ઝીંકવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં શહેરમાં શનિવારે સતત ત્રીજા દિવસે ખંભાળિયા નાકા બહાર, નહેરના કાંઠા, ન્યુ સ્કૂલ પાછળ સહીતના વિસ્તારોમાં મોડીરાત્રીના વીજકાપ ઝીંકાતા રહેવાસીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો. આ વિસ્તારોમાં રાત્રીના 12.30 થી સવારે 4.15 કલાક સુધી વીજળી ગુલ રહેતા ગરમીમાં લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતાં. શહેરમાં પીજીવીસીએલે લાખોના ખર્ચે પ્રિ-મોન્સુન કામગીરી કર્યા બાદ વીજધાંધિયા અવિરત રહેતા અનેક સવાલ અને શંકા ઉઠી છે. નવરાત્રીના પર્વ ટાંકણે સતત ત્રણ દિવસથી જુદા જુદા વિસ્તારોમાં આડેધડ વીજકાપથી શહેરીજનોમાં આક્રોશની લાગણી ફેલાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો