તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુમાફિયા:સોનગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ડુંગરાઓ ખોદી માટી ચોરતા ભુમાફિયાઓ બેફામ

સોનગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ ગ્રામ્ય વિસ્તારોમાં ડુંગર ખોદી થઇ રહેલી માટીની ચોરી.
  • ચોરીની માટી ઈંટના ભટ્ટાઓ પર અને અન્ય ઠેકાણે પૂરાણમાં વપરાય છે

સોનગઢ નગર ની આસપાસ અને ગ્રામ્ય વિસ્તારોમાં કેટલીય સરકારી અને ગૌચર ની ખુલ્લી જમીનો આવેલ છે. એ સાથે જ આવી જ જમીનો પર ડુંગરાઓ પણ ઉભા છે. છેલ્લા કેટલાક સમય થી આવા ડુંગરો પર માટી ચોરો ની નજર પડી છે. એઓ આવા ડુંગરાઓ જેસીબી મશીન અને અન્ય સાધનો થી ખોદી કાઢે છે. અને પછી આવી ખોદેલી માટી કોઈ પણ જાત ની રૉયલ્ટી ભર્યા સિવાય ઈંટ ના ભટ્ટા માલિકો ને ત્યાં ખાલી કરવામાં આવે છે. એ સાથે જ ગામમાં અને આસપાસના વિસ્તારોમાં પણ ખાનગી માલિકીની જગ્યામાં પુરાણ કરવા માટે આવી ચોરી ની માટી નો ધૂમ ઉપયોગ થઈ રહ્યો છે.

ખાસ કરી ને છેક નિર્જન વિસ્તારો માંથી હાલ આ પ્રવૃત્તિ ચાલતી હોય ધ્યાન પર આવતી નથી. તંત્ર આવા ગેરકાયદે ધંધા પર લગામ લગાવે અને માટી ચોરો સામે પગલાં ભરે એ જરૂરી જણાઈ રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો