તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મુશ્કેલી:તળાજા પંથકમાં ખેત શ્રમીકોની અછત ઉંચી મજુરી છતાય મજુરો મળવા મુશ્કેલ

તળાજા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉંચા શ્રમદરથી ખેતી ખર્ચ વધતા ખેડૂતો દેવાના ભાર હેઠળ
  • સ્થાનીક વિસ્તારમાં 300 થી 400 રૂપીયાની દૈનીક દાડી દેતાય મજુરો મળતા નથી

તળાજા તાલુકામાં ખેત શ્રમીકોની ભારે અછત ઉભી થવા પામી છે. ખેતી માટે ઉંચી મજુરી ચુકવવા છતા સ્થાનીક કુશળ મજુરો મળવા મુશ્કેલ બન્યા છે.ઉંચા શ્રમદરથી ખેતી ખર્ચ વધે છે. ખેડૂતો દેવાનાં ભાર હેઠળ મુકાય જવા પામ્યા છે. તળાજા વિસ્તારમાં ઓણ સાલ કરતા વધુ વરસાદ પડતા અતિવૃષ્ટીને કારણે ખેડૂતોને પોતાનો ઉભા પાકમાં નુકસાની ઘટાડવા ભારે સમસ્યા ભોગવવી પડી છે.

કુદરતની સામે બાથ ભીડીને કામ કરતા ખેડૂતોને અનેક વિધ વિપરીત પરિબળોનો સામનો કરવો પડે છે. સમયસર ખેતી કાર્ય નિપટાવવામાં અનેક મોરચે ખેડૂતોને લડવું પડે છે. તળાજા તાલુકામા અંદાજીત 66000 હેકટરનાં ખરીફ વાવેતરમાં કપાસ, મગફળી, બાજરી, જુવાર, તલ, સહીતની ચોમાસુ ખેતીમાં વાવણી, નીંદણ, પિયત, દવા છંટકાવ, ખાતર, કપાસ વીણવા, મગફળી ખેંચવી, સહીતનાં અનેક કામો સમયસર પૂર્ણ કરવામાટે કુશળ શ્રમીકોની ભારે તંગી વર્તાઇ રહી છે. હાલમા સ્થાનીક વિસ્તારમાં 300 થી 400 રૂપીયાની દૈનીક દાડી દેતાય વાવણીથી માંડીને વીણી સુધીના કાર્યો સમયસર પૂર્ણ કરવા માટે મજુરો મળતા નથી.

સ્થાનીક રીતે મજુરોની તંગીનાં સમયમાં મોટા અને સીમાન્ત ખેડૂતોને દૂર દૂરનાં શ્રમજીવીઓનાં વિસ્તારોમાંથી પાંચ થી પચાસ કિ.મી. જેટલા અંતરે થી દૈનીક કામ માટે જરૂરી મજુરોનાં સમુહ માટે વાહન ભાડા સાથે વેતન આપવાની શરતો સાથે તમામ વિસ્તારમાં મજુરો લાવવાની કડાકુટ વધી જાય છે.

ખેતી કામ માટે લેબર કોન્ટ્રાક નો ધીકતો ધંધો
તળાજા સહિત જીલ્લામાં સિંચાઇની સુવિધાવાળા મોટાભાગનાં ખેડૂતો બારમાસી પાકનું આયોજન કરે છે. જેમાં ખરીફ, શિયાળુ, ઉનાળુ, સીઝનનો સમય ચુસ્તતાથી સચવાય તે માટે સ્થાનીક કક્ષાએ કેળવાયેલ મજુરો મળતા ન હોવાથી તળાજા વિસ્તારમાં શ્રમજીવી વસાહતો વાળા ગામો, સરતાનપર, દકાના, ઝાંઝમેર, મધુવન, ગોરખી, દેવલી, તરસરા, ઇસોરા, રાતાખડા, ખંઢેરા સહિત દરિયાકાંઠાનાં બિન ઉત્પાદન ગામોમાંથી મુખ્યત્વે મહિલા, યુવાનો, શશકત શ્રમીકોને સવાર થી સાંજ છકડો, રીક્ષા,ટેમ્પો, વગેરે વાહનોમાં લાંબા અંતરનાં ખેત સમૃધ્ધ ગામોમાં હજારોની સંખ્યામાં મજુરો પુરા પાડવાનો ઠેકેદારીનો ધંધો ફુલ્યો - ફાલ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો