માંડવી / ગોવામાં કચ્છના પતંગબાજો દિવસે નહીં પણ રાત્રે પતંગ ચગાવશે !

kutch youth flying kite during night in goa kite festival

  • આંતરરાષ્ટ્રીય નાઇટ કાઇટ ફેસ્ટીવલ માટે ગોવા ટુરિઝમ દ્વારા કચ્છના બે પતંગવીરોને આમંત્રણ
  • LEDથી પતંગમાં રોશની કરાય છે : ગોવાની સાથે બેલગામ અને હુબલીમાં પણ લાઇટીંગ પતંગ આકાશમાં ઉડાવાશે

Divyabhaskar.com

Jan 13, 2020, 09:36 AM IST
માંડવીઃ આમ તો કચ્છના ધોરડો, માંડવી બીચ તથા રાજ્યના સાબરમતી રીવરફ્રન્ટ સહિતના સ્થળોએ આંતરરાષ્ટ્રીય પતંગમહોત્સવ ઉજવાય છે. પરંતુ ગોવા ખાતે તો ઇન્ટરનેશનલ નાઇટ કાઇટ ફેસ્ટિવલનું આયોજન થાય છે ! આગામી 16મી જાન્યુઆરીએ આ રાત્રી પતંગોત્સવ યોજાનાર છે. જેમાં સાૈપ્રથમવાર કચ્છના પતંગબાજની પસંદગી થઇ છે.
રાત્રિના અંધકારમાં આકાશમાં એલઇડી લાઇટથી અમબ્રેલા, ડેલ્ટા, હાર્ટ, એરફોલ્ડ સહિતના રંગબેરંગી રોશનીથી ઝગમગતી પતંગો ગોવાના આકાશમાં જોવા મળશે. કચ્છના બે પતંગબાજો ગોવાની સાથે બેલગામ અને હુબલીમાં પણ ભાગ લેશે. વર્ષ 2008માં દિવ્યભાસ્કર દ્વારા માંડવી ખાતે કાઇટ ફેસ્ટીવલનું આોજન કરવામાં આવ્યું હતું. તે સમયે મુળ માંડવીના અને હાલે ભુજમાં રહેતા જયેશ એન.સીસોદિયા(ગુજરાત મેરીટાઇમ બોર્ડ) અને વિરાટ જે. સોલંકીએ ભાગ લીધો હતો. ત્યારબાદ તેઓનું અવનવા પતંગ બનાવવાનું ઝનુન બેવડાયું હતું. ત્યારબાદ તેઓ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ સુધી સ્પર્ધામાં સ્થાન પામતા થઇ ગયાં હતાં. આ બન્ને પતંગબાજોને ગોવા ટુરીઝમ દ્વારા આમંત્રણ મળતા તેઓ આગામી 16મી જાન્યુઆરીએ લાઇટીંગ પતંગો ગોવામાં ઉડાવશે ! આ મહોત્સવ માટે તેઓએ ચારેક જેટલા પતંગો બનાવ્યા છે.
ભારતની 25 ટીમ ઉતરશે
આ આંતરરાષ્ટ્રીય રાત્રી પતંગોત્સવમાં ભારતની 25 ટીમ છે. જેમાં અમદાવાદ, વડોદરા તથા કચ્છ સહિતની ટીમ ભાગ લેશે. તો બીજીબાજુ વિદેશની પણ 25 ટીમો ભાગ લઇ રહી છે. તા.16ના ગોવા ત્યારબાદ બેલગામ અને તા.21/1ના હુબલી ખાતે કચ્છના પતંગબાજો ભાગ લેશે.
બેટરીથી LEDને કરાયછે પ્રકાશિત
નાઇટ કાઇટ બનાવવા માટેની અલગથી ટેકનિક છે. આ પતંગમાં દોઢ, નવ અને ત્રણ વોટની બેટરીનો ઉપયોગ કરાય છે. આ બેટરીના માધ્યમથી એલઇડી લાઇટ પતંગમાં ફીટ કરવામાં આવે છે. તમામ પતંગ હાથે બનાવામાં આવે છે.
X
kutch youth flying kite during night in goa kite festival
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી