પાટણ / કુણઘેરની યુવતીનો હારિજના યુવકના ત્રાસથી ફાંસો ખાઇ આપઘાત કર્યો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • યુવતીના ઘરે જઇ રીવોલ્વર બતાવી ધમકી આપતો હતો

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 10:25 AM IST

પાટણઃ માતરવાડી પાસે વિઠ્ઠલવિલા સોસાયટીમાં રહેતા કુણઘેર ગામના પરિવારની દીકરીએ બુધવારે તેના ઘરે ગળે ફાંસો આપઘાત કરી લેતાં આ મામલે હારિજના મૂળવતની અને પાટણ ખાતે રહેતા યુવક સામે આપઘાત દુષ્પ્રેરણની ફરીયાદ શહેર બી ડીવીઝન પોલીસ મથકે દાખલ થઇ છે. આ શખ્સ તેની પાસેની રીવોલ્વર બતાવીને ધાકધમકી આપતો હોવાની રાવ આધારે તેની સામે આર્મ્સ એકટ હેઠળ પણ કાર્યવાહી હાથ ધરાઇ છે.પોલીસે આરોપીને પકડી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાટણ તાલુકાના કુણઘેર ગામના રમેશભાઇ ઉમીયાશંકર જોષી પાટણ ખાતે વિઠ્ઠલવિલા સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. મંગળવારે બપોરે મોટી દીકરી પાયલ છતના પંખા સાથે દુપટ્ટો બાંધીને લટકેલી હતી. તેનો દુપટ્ટો કાપી નીચે ઉતારી નજીકની સદભાવ હોસ્પિટલમાં લઇ જતાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.તેણીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી.હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરતાં શહેર બી ડીવીઝન પોલીસ દોડી આવી હતી.આ ઘટના અંગે મૃતકની બહેન ભાવિકાએ આ ઘટના પાછળ હારીજનો અને હાલે યશવિહારમાં રહેતો ચક્ષુક હસુભાઇ મહેતા જવાબદાર હોવાનું બયાન આપતાં તેના આધારે તેના વિરૂધ્ધ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં આવી હતી.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી