કૂલ કપ્તાન / કોહલીનો 100મી વખત 50+ સ્કોર, 43 સદી અને 57 અર્ધ સદી સામેલ

Kohli's 100th time, 50+ score, 43 centuries and 57 half centuries

Divyabhaskar.com

Jan 20, 2020, 03:45 AM IST
બેંગલુરુઃ વિરાટ કોહલીએ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવીને ત્રણ વન-ડે મેચની સિરીઝ 2-1થી જીતી હતી. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ 100મી વાર 50+નો સ્કોર કર્યો, જેમાં 43 સદી અને 57 અર્ધ સદી સામેલ છે. આ સિદ્ધ મેળવનારો તે ભારતનો બીજો અને દુનિયાનો પાંચમો ખેલાડી છે. આ પહેલા સચિન (145), સંગાકારા (118), પોન્ટિંગ (112) અને કાલિસ (103) 100થી વધુ વખત 50+નો સ્કોર કરી ચૂક્યા છે. આ સાથે કોહલીએ 82મી ઈનિંગમાં કેપ્ટન તરીકે પણ 5000 રન પૂરા કર્યા. આ સફળતા તેણે સૌથી ઓછી ઈનિંગમાં મેળવી છે. અગાઉ ધોનીએ કેપ્ટન તરીકે 127 ઈનિંગમાં પાંચ હજાર કર્યા હતા. કોહલી કેપ્ટન તરીકે ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન (11,208) કરનારો ભારતીય પણ બની ગયો છે.
X
Kohli's 100th time, 50+ score, 43 centuries and 57 half centuries
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી