વેસ્ટ ઇન્ડિઝ સીરીઝ / પંત પર ભરોસો, તેને મોકો મળવો જોઇએ, તેની નાની ભૂલ પર ‘ધોની-ધોની’ની બૂમો પાડવી ઠીક નથી: કોહલી

હૈદરાબાદમાં ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરાટ કોહલી
હૈદરાબાદમાં ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરાટ કોહલી

  • વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 3 T20 મેચની સીરીઝ પહેલા કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરી
  • બોલીંગ અમારા માટે મુદ્દો નથી, ત્રણ બોલર્સની જગ્યા પાકી છે, એક સ્થાન માટે સ્પર્ધા થશે- કોહલી

Divyabhaskar.com

Dec 05, 2019, 08:22 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરૂવારે વિકેટકીપર રિષભ પંતનો બચાવ કર્યો હતો. વિરાટે કહ્યું કે અમને રિષભની યોગ્યતા પર પૂરો ભરોસો છે પરંતુ એ સૌની જવાબદારી છે કે તેને વધારવા માટે હજુ મોકો મળે. ટીમ ઇન્ડિયાના કેપ્ટને કહ્યું કે જો રિષભ થોડી પણ ચૂક કરે તો સ્ટેડિયમમાં લોકો ધોની-ધોની બોલવા લાગે છે. તેમણે કહ્યું કે આ સન્માનજનક નથી અને કોઇ ખેલાડી આવું ઇચ્છતો નથી. આ વાત કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ પહેલા શરૂ થનારી T20 સીરીઝ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહી હતી. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ T20 સીરીઝની પહેલી મેચ શુક્રવારે હૈદરાબાદમાં રમાશે.

કોહલીએ કહ્યું, ''હમણા જ રોહિત શર્માએ પણ કહ્યું હતું કે પંતને એકલો છોડી દેવો જોઇએ. તે મેચ વિનર ખેલાડી છે. એક વખત જ્યારે તે ફોર્મમાં હોય છે ત્યારે તેની રમત નિરાળી હોય છે. અમે IPLમાં ઘણી વખત જોઇ ચૂક્યા છીએ જ્યાં તે ફ્રી અને રિલેક્સ થઇને રમે છે. ત્યાં તેને તેની યોગ્યતા પ્રમાણે સન્માન પણ મળે છે. તમે તમારા દેશમાં રમી રહ્યા છો. ત્યારે તમે હંમેશા આશા રાખો છો કે લોકોનું સમર્થન તમને મળે. ''

બોલીંગ કોઇ મોટો મુદ્દો નથી- કોહલી
ફાસ્ટ બોલર્સના સવાલ પર કોહલીએ કહ્યું- ટીમમાં માત્ર એક ખાલી જગ્યા માટે લડાઇ થવાની છે. મારા હિસાબથી ત્રણ ખેલાડી પહેલાથી જ તેમનું સ્થાન પાકુ કરી ચૂક્યા છે. આ ખૂબ જ સ્વસ્થ પ્રતિસ્પર્ધા હશે. હવે એ જોવાનું છે કે કોણ બહાર થાય છે.

કોહલીએ કહ્યું- બોલીંગ અમારા માટે કોઇ મોટો મુદ્દો નથી. ભુવનેશ્વર અને જસપ્રીત બુમરાહ અનુભવી બોલર્સ છે. તેઓ T20માં લગાતાર સારું પ્રદર્શન કરી રહ્યા છે. દીપક ચહર ટીમમાં આવ્યો છે જે ખૂબ સારુ પ્રદર્શન કરી રહ્યો છે. મોહમ્મદ શમીએ પણ શાનદાર કમબેક કર્યું છે. જો તે T20 પ્રમાણે તેની બોલીંગમાં વધુ સુધાર કરશે, તો ટીમ માટે ઓસ્ટ્રેલિયામાં પણ ખૂબ ફાયદાકારક રહેશે. ખાસ કરીને તેની વિકેટ લેવાની યોગ્યતા ખૂબ કારગર છે. તેની પાસે યોર્કર પ્રમાણે સારી સ્પીડ છે.

વર્તમાન ટીમ આગામી T20 વર્લ્ડકપ રમી શકે છે
કોહલીએ કહ્યું- વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ T20 સીરીઝ યુવાઓને અજમાવવાનો મોકો છે. જોઇએ કે કયો ખેલાડી પોતાને આંતરરાષ્ટ્રીય સ્તરે સાબિત કરે છે. હવે આપણી ટીમ લગાતાર મજબૂત થઇ રહી છે. મને લાગે છે કે અત્યારે અમે એક એવી ટીમ તરીકે રમી રહ્યા છીએ જે લગભગ એ જ હશે જે T20 વર્લ્ડકપમાં ઉતરશે.

X
હૈદરાબાદમાં ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરાટ કોહલીહૈદરાબાદમાં ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરાટ કોહલી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી