• Home
  • Bollywood
  • TV
  • Koena Mitra, a contestant of 'Bigg Boss 13' said on plastic surgery, many people do it, nobody talks about it

ઈન્ટરવ્યૂ / ‘બિગ બોસ 13’ની સ્પર્ધક કોએના મિત્રાએ પ્લાસ્ટિક સર્જરી પર કહ્યું, અનેક લોકો કરાવે છે, કોઈ તેના પર વાત કરતું નથી

Koena Mitra, a contestant of 'Bigg Boss 13' said on plastic surgery, many people do it, nobody talks about it
X
Koena Mitra, a contestant of 'Bigg Boss 13' said on plastic surgery, many people do it, nobody talks about it

Divyabhaskar.com

Oct 01, 2019, 05:54 PM IST
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કોએના મિત્રા હાલમાં ‘બિગ બોસ 13’માં સ્પર્ધક બનીને ગઈ છે. ઘરમાં જતા પહેલાં કોએનાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને ખ્યાલ છે કે તે સૌથી જટિલ વ્યક્તિ છે. તેના માટે અજાણ્યા લોકો સાથે એડજસ્ટ થવું ઘણું જ મુશ્કેલ છે. તેના માટે ‘બિગ બોસ 13’ની સફર સહેજ પણ સરળ નથી.

શું કહ્યું કોએના મિત્રાએ?

1. લોકો સાથે એડજસ્ટ થવું મુશ્કેલ

કોએનાને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે તેને ઘરના કામો કરવામાં મુશ્કેલી પડશે? જેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે ઘરમાં તેની માટે સૌથી મુશ્કેલ કામ ઘરમાં બીજા લોકો સાથે એડજસ્ટ થવામાં છે. ઘરકામ કરવું તેના માટે કોઈ ચેલેન્જ છે. તેના માટે અજાણ્યોની વચ્ચે રહેવું, તે પડકાર છે. તેને ખ્યાલ નથી કે ઘરમાં કોણ-કોણ છે અને તેમાંથી તે કોઈને ઓળખે પણ છે કે નહીં? જ્યાં સુધી તેની જાણમાં છે ત્યાં સુધી તેના એક પણ ફ્રેન્ડ ઘરની અંદર નથી. 

2. પ્લાસ્ટિક સર્જરી પર પણ વાત કરી

પ્લાસ્ટિક સર્જરીને કારણે કોએના મિત્રાનું કરિયર બરબાદ થઈ ગયું, તેમ માનવામાં આવે છે. કોએના મિત્રાએ કહ્યું હતું કે આપણી ઈન્ડસ્ટ્રી આ મુદ્દે ઘણી જ ખરાબ છે. પ્લાસ્ટિક સર્જરી પહેલાં પણ અનેક લોકોએ કરાવી હતી અને હાલમાં પણ અનેકે કરાવી છે. કોઈ એની પર વાત કરતું નથી. આ તો એવું થયું કે તમે કોઈ પાપ કે ગુનો કર્યો હોય. તેને આ મુદ્દે વાત કરવામાં સહેજ પણ સંકોચ નહોતો અને તેથી જ તેણે પ્લાસ્ટિક સર્જરી પર વાત કરી હતી પરંતુ ત્યારબાદથી બધા જ તેને આ મુદ્દે સવાલ કરે રાખે છે. આ વાતને આઠથી નવ વર્ષ જેટલો સમય થઈ ગયો છે છતાંય લોકો આ મુદ્દે સતત સવાલો પૂછે છે. શા માટે માત્ર મહિલાઓને જ પ્લાસ્ટિક સર્જરીના મુદ્દે સવાલ કરવામાં આવે છે? ઈન્ડસ્ટ્રીમાં 50-60 વર્ષના એક્ટરના ચહેરા પર એક પણ કરચલી જોવા ના મળે, તેના વાળ પણ 20 વર્ષના યુવક જેવા હોય છે. તેને એક પણ સવાલ કરવામાં આવતો નથી. 

3. ‘બિગ બોસ 13’નું ઘર એડવેન્ચર સફર બનશે

કોએના મિત્રાએ કહ્યું હતું કે ‘બિગ બોસ’માં એડવેન્ચર બહુ જ છે અને આ શોના ચાહકો પણ ખાસ છે. જ્યારે તેની બહેન અને કઝિન્સને જાણ થઈ કે તે ‘બિગ બોસ’ના ઘરમાં જવાની છે તો તેઓ પણ ખુશ થઈ ગયા હતાં. કોએનાને જ્યારે પૂછવામાં આવ્યું કે સ્પર્ધક તરીકે તેને કેવી લાગણી થાય છે? તો તેણે જવાબ આપ્યો હતો કે 18 વર્ષની ઉંમરમાં તેણે બ્યૂટી પેજન્ટમાં ભાગ લીધો હતો અને આ સ્પર્ધા જીતી હતી. તેણે પહેલી અને છેલ્લીવાર આ રીતે સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેણે ક્યારેય કોઈ સ્પર્ધા કે રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. ‘બિગ બોસ 13’ તેનો પહેલો રિયાલિટી શો છે. 

4. ‘બિગ બોસ’ના ઘરમાં સર્જરી પર વાત કરશે

કોએનાને જ્યારે પૂછવામાં આવ્યું કે ‘બિગ બોસ 13’ના ઘરમાં તે સર્જરી પર વાત કરવામાં કમ્ફર્ટેબલ હશે કે નહીં? જેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે આ એ વાત પર નિર્ભર રહે છે કે ‘બિગ બોસ’ના ઘરના સભ્યો તેને કેવી રીતે સવાલ કરે છે. જો તેઓ આ વાતને લઈ તેની પર શાબ્દિક હુમલો કરવાનો પ્રયાસ કરશે તો તે વાત સાંભળશે જ નહીં પણ જો તેઓ પ્લાસ્ટિક સર્જરી અંગે જાણવા માગતા હશે તો તેને વાત કરવામાં કોઈ વાંધો નથી. પર્સનલ એટેક કરશે તો તેમને કોઈ જાતનું અટેન્શન મળશે નહીં. તેની બૉડી, તેનો ચહેરો, તેનું જીવન, તેની સ્ટોરી છે, આને બીજાની સાથે કોઈ લેવાદેવા નથી. કોએનાએ વધુમાં કહ્યું હતું કે આપણે આપણાં જીવનમાં અનેક ભૂલો કરતાં હોઈએ છીએ. જ્યાં સુધી તમે વસ્તુઓનો અનુભવ નહીં કરો ત્યાં સુધી તમને કેવી રીતે ખબર પડશે કે આ તમારા માટે સારું છે કે ખરાબ. અનેક લોકો જે કરે છે, તેના વિશે વાત કરવા માગતા નથી, તો આ તેમની ચોઈસ છે.

5. રિલેશન પર પણ વાત કરી

રિલેશનશિપ સ્ટેટ્સ અંગે કોએનાએ કહ્યું હતું કે તે હજી પણ સિંગલ છે. તેને આશા છે કે ભવિષ્યમાં તેના સંબંધો સારા હશે. તે કોઈ પણ બોરિંગ વ્યક્તિને ડેટ કરવા માગતી નથી કારણ કે તે પોતે એક બોરિંગ વ્યક્તિ છે. તે સોશિયલી વધુ એક્ટિવ રહી શકતી નથી. તેને દર વીકેન્ડમાં બહાર જવાનો શોખ નથી. તેનો પાર્ટનર તેનાથી તદ્દન અલગ હોવો જોઈએ, જેથી તે તેના કારણે અલગ વસ્તુઓ કરી શકે. તે અનેક લોકોને મળી છે પરંતુ જ્યાં સુધી તેને કોઈ ઈન્સ્પાયર નહીં કરે તે તેની સાથે રિલેશન રાખી શકે નહીં. છેલ્લાં સાત-આઠ વર્ષથી તે એકલી છે. 

6. તહેવારો ઘણાં જ યાદ આવશે

કોલકાતામાં જન્મેલી કોએનાએ કહ્યું હતું કે આ વખતે તે દુર્ગા પૂજા, કાલી પૂજા તથા દિવાળીને ઘણી જ મિસ કરશે. તેના ઘરમાં પણ પૂજા રાખવામાં આવે છે. તે ઘરના તમામ ફંક્શન્સ પણ મિસ કરશે. જોકે, તેને આશા છે કે ‘બિગ બોસ’ના ઘરમાં તે એન્જોય કરશે. કોએનાએ વધુમાં કહ્યું હતું કે જો તેની પાસે કોઈ વર્ક કમિટમેન્ટ્સ ના હોય તો તે દુર્ગા પૂજા માટે કોલકાતા જાય છે અને પરિવાર તથા ફ્રેન્ડ્સ સાથે સમય પસાર કરે છે. 

7. પ્રોડ્યૂસર બનશે

કોએના મિત્રા હવે પ્રોડ્યૂસર બનવા માગે છે અને તે ‘બિગ બોસ’ના ઘરમાંથી બહાર આવ્યા બાદ વેબ સીરિઝ તથા ફિલ્મ્સ પ્રોડ્યૂસ કરશે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી