તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:ATM પાસવર્ડ જાણી નવ માસ પૂર્વે બિહારીને જ ચુનો ચોપડ્યો હતો

મુન્દ્રા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુન્દ્રા છેતરપિંડીના આરોપીઓએ વધુ એક ગુનો કબુલ્યો

મુન્દ્રા મધ્યે બે દિવસ અગાઉ એટીએમના પાસવર્ડ જાણી 58,000ની છેપરપીડી ચીટીંગ કરનાર ગાંધીધામના બે બિહારી આરોપી ગોપાલ અર્જુન શાહ અને રાજકુમાર નંદકિશોર પાસવાનને એસીબીએ ઝડપી લીધા બાદ આરોપીની પુછતાછમાં એજ ઓપરેન્ડીથી વધુ એક અંજામ આપ્યો હોવાનો ખુલ્લાસો થતાં મુન્દ્રા પોલીસ મથકે નવ માસ જુના ગુના અંગેની આરોપીઓ વિરૂધ ફોજદારી ફરિયાદ નોંધાવાઇ છે.

મુન્દ્રા પોલીસ મથકે ડ્રાયવીંગનો વ્યસાય કરતા પરપ્રાંતીય યુવાન છોડુકુમાર શ્રીકુંજ બિહારીરામ (ઉ.વ.22 રહે મૂળ ઝારખંડ હાલે શક્તિ નગર-મુન્દ્રા)એ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના સાથે ગત 12 ડીસેમ્બર 2019ના આવો જ બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદીએ છોડુકુમારે શક્તિનગર સ્થિત એસબીઆઈના એટીમ મશીનમાં 12,000 રૂપિયા ઉપાડવા ગયો હતો, ત્યારે પાછળ ઉભેલા ગોપાલ અને રાજકુમાર તેના પાસવર્ડ જાણી લઇ તેની પાસેથી 12,000 રોકડ અને 5,000નો મોબાઈલ લૂંટી પલાયન થઇ ગયા હતા.અને ત્યાર બાદ બંને ઈસમોએ તબક્કાવાર ફરિયાદીના ખાતામાંથી 10,000 અને 14,307 રૂપિયાનું ટ્રાન્જેકશન કરી બારોઇ રોડ સ્થિત શેઠીયા મોબાઈલમાંથી 27,000 રૂપિયાનો મોબાઈલ ખરીદ કરી કુલ્લ 68,307 રૂપિયાની ઉપાડી લીધા હતા. એલસીબીના હાથે ઝડપાયેલા આરોપીઓની કબુલાત બાદ આ અંગે વિરૂધ ગુનો નોંધ્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો