અંક જ્યોતિષ / બર્થ-ડેટ પ્રમાણે જાણો તમારા માટે કેવો રહેશે 2019નો છેલ્લો મહિનો, ડિસેમ્બરમાં કેટલો લાભ મળશે?

According to the birth date, how will be the last month of 2019, who will get the benefit in December

જે લોકોનો જન્મ 10 કે 19 તારીખે થયો છે તેમને ધાર્યા પ્રમાણે ફળ નહીં મળે, 2 તારીખે જન્મેલાં લોકોને તીર્થ યાત્રાએ જવાનો મોકો મળે

Divyabhaskar.com

Dec 03, 2019, 02:16 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- 2019 નો છેલ્લો મહિનો ડિસેમ્બર શરૂ થઈ ગયો છે. આ મહિનામાં કેટલાક લોકોને ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ મળી શકે છે, જ્યારે કેટલાક લોકોને એલર્ટ રહીને કામ કરવું પડશે, નહીંતર નુકસાન થઈ શકે છે. અંક જ્યોતિષ પ્રમામે બર્થ-ડેટના આધારે સ્વભાવ અને ભવિષ્યની બાબતો જાણી શકાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જાણો તમારા માટે કેવા રહેશે 31 ડિસેમ્બર સુધીના દિવસો?


જન્મતારીખ - 1, 10,19, 28


ધનને લગતા કામોમાં હકારાત્મક ફળ નહીં મળી શકે. કઠોર મહેનત કર્યા પછી પણ ધાર્યા પ્રમાણે ફળ નહીં મળે. જીવનસાથી સાથે વાદ-વિવાદ થઈ શકે. ધૈર્યથી કામ લેશો તો સારું રહેશે.


જન્મતારીખ - 2, 11, 20, 29


તીર્થ યાત્રા પર જવાની યોજનાઓ બની શકે છે. ઘર-પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. નોકરી કરનાર લોકોને કોઈ શુભ સમાચાર મળી શકે છે. મિત્રોની સાથે ફરવા જઈ શકો.


જન્મતારીખ - 3, 12, 21, 30


જૂનું અટવાયેલું ધન આ મહિનામાં પાછું મળી શકે છે. લાભની તકો મળશે. દુશ્મનનો ભય રહે. વેપારમાં કોઈ મોટા સોદા થઈ શકે છે. સમય પક્ષમાં રહેશે.


જન્મતારીખ - 4,13, 22. 31


નોકરી કરનાર લોકોને અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. પ્રગતિ થતી રહેશે. અટકેલા કામ મહિનામાં પૂરાં થઈ શકે છે. કાર્યોમાં આત્મવિશ્વાસ ટરી રહેશે.


જન્મતારીખ - 5, 14. 23


વેપાર કરનાર લોકોને સાવધાન રહીને કામ કરવું પડશે. થોડી પણ લાપરવાહી તમને નુકસાન કરાવી શકે છે. મોડેથી માનસિક તણાવ વધી શકે છે. ધૈર્યથી કામ લો.


જન્મતારીખ - 6, 15, 24


આ મહિનામાં દુશ્મનો હાવી થવાનો પ્રયાસ કરશે, બુદ્ધિમાનીથી કામ લેશો તો બધી પરેશાનીઓ દૂર થઈ શકે. અતિ આત્મવિશ્વાસથી બચવું. નવું વસ્ત્ર અને આભૂષણ ખરીદવાના યોગ બનશે.


જન્મતારીખ - 7, 16. 25


લાંબા અંતરની યાત્રાએ જવાના યોગ બની શકે છે. અજાણ લોકો પર ભરોસો ન કરો. વાદ-વિવાદની સ્થિતિઓમાં શાંતિ બનાવી રાખો. ક્રોધમાં કરવામાં આવેલાં કામ બગડી શકે છે.


જન્મતારીખ - 8, 17, 26


માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. મોસમી બીમારીઓ થઈ શકે છે. વાહનનો પ્રયોગ સાવધાનીથી કરો. મિત્રો સાથે વાદ-વિવાદ કરવાથી બચવું. ધનલાભ મળવાના યોગ છે.


જન્મતારીખ - 9, 18. 27

જીવનસાથીનો સહયોગ મળશે. જે લોકોના લગ્ન ન થયા હોય, તેઓ પ્રેમ પ્રસંગમાં કોઈ પ્રકારની લાપરવાહી ન કરો, નહીંતર સંબંધો બગડી શકે છે. ઘર-પરિવારમાં સમય સામાન્ય રહેશે.

X
According to the birth date, how will be the last month of 2019, who will get the benefit in December

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી