27 ડિસેમ્બરનું ટેરો રાશિફળ / શુક્રવારે મેષ જાતકો દરેક કામ સફળ રીતે પૂરું કરી શકે છે અને કર્ક જાતકોને પ્રશંસા અને પુરસ્કાર મળી શકે છે

Tarot Card Future of 27 December 2019

Divyabhaskar.com

Dec 26, 2019, 04:00 PM IST

મેષ- The Lovers

આજનો દિવસ શાંતિ રાખીને આગળ વધવાનો છે. કામને લઈને ગંભીર રહો. વધુ ઊતાવળ નુકસાનદાયી રહી શકે. જે કામ શરૂ કરશો તે સમયસર પૂરું થઈ શકે.
કરિયર- તમારા દિવસની શરૂઆત ધીમી થશે. તમે તમારું દરેક કામ સાંજ સુધી પૂરું કરી લેશો.
લવ- પ્રેમના દેવતા શુક્ર તમને આશીર્વાદ આપશે. આજે તમને તમારો પ્રેમ મળશે.
હેલ્થ- સિઝનમાં ફેરફાર તમને અસર કરી શકે.


વૃષભ- Five of Cups

આજે દિવસ નિરાશાજનક રહેશે. પૂરાં થવા આવેલાં કામમાં અડચણો આવી શકે છે. તેને લઈને સાવધ રહેજો. તમારું હકારાત્મક વલણ દરેક સ્થિતિમાં તમને જીત આપાવી શકે. તમારા વ્યવહારમાં પરિવર્તન લાવવાની જરૂર નથી.
કરિયર- તમે કામમાં હતાશ થશો. હકારાત્મક રહો, બધુ સારું થઈ જશે.
લવ- તમારા સાથી તમારી દરેક વાતમાં તમારો સાથ આપશે. તેમની સાથે વાત કરો. પ્રાયોરિટિઝ સાથીની સામે સ્પષ્ટ કરો.
હેલ્થ- મગજને લગતી કોઈ સમસ્યા પરેશાન કરી શકે. વાળ પણ ખરી શકે.


મિથુન- The Sun

આજે તમે જે કામ પોતાના બળે શરૂ કરશો તેમાં સારી સફળતા મળી શકે છે, પરંતુ કોઈની મદદથી કરવામાં આવેલા કામ માનસિક ત્રાસ આપી શકે છે. આજે તમને કોઈ સારા પ્રસ્તાવો મળી શકે છે. સાંજ પછીનો સમય ખૂબ જ સારો રહેશે.
કરિયર- નવો બિઝનેસ શરૂ કરવા માટે સમય સારો છે. ભાગીદારીથી દૂર રહેજો.
લવ- રોમાંસ શાનદાર રહેશે. સાથી તમારી સાથે સમય વિતાવવાનું પસંદ કરે છે.
હેલ્થ- તમને ગરદનમાં દુઃખાવો થઈ શકે.

કર્ક- Eight of Swords

આજે તમને પ્રશંસા અને પુરસ્કાર મળી શકે. કોઈ મામલામાં લોકો તમારી સલાહ કે વિચાર જાણવાનો પ્રયાસ કરશે. તમારા વિચારોને લોકો માનશે. આજે અનેક મામલામાં સફળતા મળશે. કોઈ સરપ્રાઈઝ સમાચાર મળી શકે.
કરિયર- આજે ઓફિસમાં તમે કોઈ પ્રોજેક્ટને લઈને તમારા આઈડિયા શેયર કરી શકો. તમારા વિચારો બધાને ગમશે.
લવ- તમારા પ્રેમી તમને સરપ્રાઈઝ આપી શકે. તેમના પ્રયાસોને વખાણો.
હેલ્થ- ખાનપાનની રીત બદલો અને નવા ડાયટ વિશે સર્ચ કરો.


સિંહૃ- Justice

આજનો દિવસ તમારે કંઈક જોરદાર કામ કરવાનો છે. તમને વડીલો તરફથી પ્રેરણા મળશે. લોકો તમારા કામમાં મદદ કરશે. તમને આગળ વધવાની તક મળશે. કામની પ્રશંસા થશે. તમારા અંગત જીવનમાં ખુશી રહેશે.
કરિયર- તમારું મેનેજમેન્ટ તમને સારું કરવા માટે પ્રેરણા આપશે. તમારી પ્રગતિ માટે તમારી આવડત મહત્વપૂર્ણ રહેશે.
લવ- તમે તમારા સાથીની સાથે પેઈન્ટિંગ અને ભોજન બનાવવામાં મદદ કરશો.
હેલ્થ- માથાનો દુઃખાવો તમને હેરાન કરી શકે.


કન્યા- The Moon


તમારા માટે દિવસ અંગત અને સામાજિક બંને રીતે શાનદાર પરિણામ આપનારો રહેશે. ધનલાભના યોગ બની રહ્યાં છે. વ્યાવસાયિક રીતે પણ તમને લાભ થઈ શકે છે. નવા લોકો સાથે મળવાની તક મળે જે વ્યવસાયમાં પણ મદદ કરશે.
કરિયર- ફૂડ બિઝનેસ કરનાર લોકો માટે સમય સારો રેહશે. તમારા વિચારો તમને ઈનામ આપાવી શકે.
લવ-તમારા સાથીને તમારી સાથે રહેવું પસંદ છે કારણ કે તમે તેમને ખુશ રાખો છો.
હેલ્થ- તમને પાચનને લગતી પરેશાની રહી શકે છે.


તુલા- Nine of Swords


આજનો દિવસ ભવિષ્ય સાથે જોડાયેલાં મામલાઓમાં નિર્ણય લેવાનો છે. તમારે પરિવર્તન અને નવી શરૂઆત કરવાની જરૂર છે. જે બેરોજગાર છે, તેમને કોઈ જોબ માટે અપ્લાય કર્યું હોય તો દિવસ સારો છે. ધાર્યા પ્રમાણે સફળતા મળી શકે.
કરિયર- તમે પ્રદર્શન સુધારવા માટે રચનાત્મક અને પ્રેરિત રહેશો. નવી ભૂમિકા માટે અરજી કરવા માટે સારો સમય છે.
લવ- તમારા સાથી પ્રેમ પ્રદર્શિત કરે તો તમારે તેમને રિસ્પોન્સ આપવાની જરૂર છે.
હેલ્થ- ગળામાં ખારાશ થઈ શકે. ઠંડી વસ્તુઓથી દૂર રહો.


વૃશ્ચિક- Ace of Wands


આજનો દિવસ તમારા માટે અનેક પ્રકારની વસ્તુ લઈ આવ્યો છે. તમને દરેક જગ્યાએથી સારી સલાહ મળી શકે છે. કોઈ મામલામાં તમારે સમજી-વિચારીને કે નિષ્ણાતની સલાહથી નિર્ણય લેવો. જોબ બદલવાની ઓફર મળી શકે.
કરિયર- તમને નોકરીના પ્રસ્તાવો મળી શકે. આ દિશામાં તમે તમારા મેન્ટરની સલાહ જરૂર લો, પછી જ કોઈ નિર્ણય લો.
લવ- તમારા મિત્ર તમને તમારા સાથી સાથે ડેટની સલાહ આપી શકે. તેની માટે સમજી વિચારીને આગળ વધો.
હેલ્થ- તણાવને લીધે સ્વભાવ ચિડિયો થઈ શકે છે.

ધન- The Tower

આજે તમારી ઉપર એકસાથે બેવડી ભૂમિકા ભજવવાનું દબાણ રહેશે. પ્રોફેશનલ અને પર્સનલ બંને મામલાઓમાં લોકોની અપેક્ષાઓ વધુ રહેશે. જે તમને દબાણમાં લાવી શકે છે. જેમાં તમે સકારાત્મક અને સતર્ક રહો.
કરિયર- કામાં બધુ જ સારી રીતે ચાલશે. તમે અતિરિક્ત ભૂમિકાઓ ભજવી શકો છો.
લવ- તમારા સાથી ઈચ્છે છે કે તમે તમારા સંબંધોને બચાવવા માટે સારું કામ કરો.
હેલ્થ- ફિટ રહેવા માટે યોગ કરો.નવી દિનચર્યાનું પ્લાનિંગ કરો.


મકર- Seven of Cups

આજનો દિવસ તમારા માટે દરેક મામલામાં જીતનો છે. ચારોય બાજુથી લોકોનો સારો રિસ્પોન્સ મળશે. લોકો પર તમારી વાતોની અસર થશે. પર્સનલ લાઈફમાં સંબંધો મજબૂત થશે.
કરિયર- તમારા વલણથી દરેક વ્યક્તિ ખુશ રહેશે. તમારી ટીમને તમારા વિચારો ગમશે.
લવ- આજનો દિવસ લવ લાઈફમાં એક નવી ઊર્જા ભરવાનો છે. તમે તમારા પ્રેમી માટે સરપ્રાઈઝ પ્લાન કરો.
હેલ્થ- આજે તમારે ફિટનેસ પ્લાન બનાવવાની જરૂર છે.

કુંભ- Two of Swords

આજે પર્સનલ મામલામાં તમારું ફોકસ નહીં રહે અને તેની અસર તમારા કામ અને અંગત જીવનમાં પણ રહેશે. તમારા કૌશલ્યને ઓળખો અને તેનો ઉપયોગ કરો. તેને આગળ વધારો અને તમારી ખામીઓને ઓળખીને તેને દૂર કરવા પ્રયાસ કરો.
કરિયર- તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરી શકો છો. નાનો વ્યવસાય તમને ઓળખ અપાવી શકે.
લવ- સાથી સાથે ખરીદી કરવા જઈ શકો. જે તમને સાથે રહેવાની તક પૂરી પાડશે.
હેલ્થ- તમને પીઠમાં દુઃખાવો થઈ શકે.

મીન- The Magician

તમે પોતાની જાતને દરેક પરિસ્થિતિમાં સંયમિત રહો. આજે કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે જે તમારી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે. આજે થોડો સમય તમારા માટે પણ ફાળવો. ઓફિસમાં કોઈ પ્રોજેક્ટ સારી દિશામાં લઈ જઈ શકો.
કરિયર- આજે તમે તમારા કામનો આનંદ લેશો. બધુ તમારી તરફી જ રહેશે.
લવ- તમારા સાથી તેમના મિત્રો સાથે મુલાકાત કરાવશે. જે તમને પસંદ કરશે.
હેલ્થ- સ્વસ્થ રહેવા માટે સારું ભોજન લો.

X
Tarot Card Future of 27 December 2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી