6 ડિસેમ્બરનું ટેરો રાશિફળ / શુક્રવારે વૃષભ રાશિવાળા માટે ધાર્યા પ્રમાણે ફેરફાર થવાથી તમને રાહત મળશે અને કન્યા જાતકોને કઠિન નિર્ણયો લેવા પડશે

Tarot Card Rashifal of 6 December 2019

Divyabhaskar.com

Dec 05, 2019, 04:35 PM IST

મેષ- The Chariot

યાત્રા માટે તમારું જૂનુન ફરીથી જીવંત થશે. તમે પૂરી રીતે આનંદના મૂડમાં રહેશો. મનોરંજનના સાધનો તરફ તમારું ધ્યાન રહેશે. ફિલ્મ, કોઈ સમાજિક કે પારિવારિક સમારોહમાં ભાગ લેશો કે તમારી મનપસંદ પુસ્તક વાંચવાનો સમય મળી જશે.
કરિયર- જોબ અને બિઝનેસ માટે સમય સામાન્ય રહેશે. સહકર્મિઓની સાથે તમારા સંબંધો સારા રહેશે. બિઝનેસમાં નવા લોકો સાથે સંપર્ક થશે.
લવ- દૂરની જગ્યાએ રહેતાં લોકો તરફથી કોઈ સારા સમાચાર મળશે. ડિસ્ટેન્ટ રિલેશનશિપ માટે સમય અનુકૂળ છે. કેટલાક નવા સંબંધો પણ બની શકે.
હેલ્થ- શારીરિક થાક અને મગજના તણાવથી મુક્તિ મળે.


---------


વૃષભ- Temperance


દિવસ સારો રહેશે. ધાર્ય પ્રમાણે ફેરફાર થવાથી તમને રાહત મળશે. કેટલાક ખાસ લોકોની સાથે મુલાકાત તમને સારું ફિલ કરાવી શકે. મનમાં એક ઉત્સાહ જણાશે.
કરિયર- જોબ માટે સમય મિશ્રફળદાયી રહેશે. કોઈ મોટી જવાબદારી મળી શકે છે. બિઝનેસવાળાને કેટલાક નવા લોકો સાથે મુલાકાત થશે.
લવ- પ્રેમમાં તમને નવી ઊર્જાનો અહેસાસ થશે. કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે. જીવનસાથીની સાથે સંબંધોમાં નવી ગરમાહટ મહેસૂસ થશે.
હેલ્થ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય અનુકૂળ રહેશે. ખાન-પાનમાં સાવધાની રાખો.


---------


મિથુન- The Sun


તમે જાણો છો કે ભાગ્યનો થોડો સાથ મળે તો તમે કોઈપણ કામ કરી શકો છો. ભાગ્યને લીધે કેટલીક સારી તકો તમને મળશે. આ તકોનો તમારે લાભ ઊઠાવવો જોઈએ.
કરિયર- જોબમાં તમારા કામનું તાર્કિક સ્પષ્ટિકરણ તમને નિરાશાથી ભરી દેશે. પરંતુ, તે તમારી માટે એ સંકેત છે તે તમે કરિયરના મામલે યોગ્ય રસ્તા પર જઈ રહ્યાં છો.
લવ- પ્રેમના મામલે દિવસ સામાન્ય રહેશે. જીવનસાથીની સાથે તમારો તાલમેળ સુધરશે, સાથી સાથે પર્યાપ્ત સહયોગ પણ મળશે.
હેલ્થ- સ્વાસ્થ્યને લઈને થોડા સાવઝાન રહેવું, તમે કોઈ મોટી પરેશાનીથી બચી શકશો.


---------


કર્ક- The Empress


આજનો દિવસ તમારા માટે છટણી કરવાનો છે. એવા કપડાં, સંબંધો અને વિચાર જે કોઈ કામના નથી રહ્યા, તેને તમારી આસપાસથી હટાવો. કંઈક નવું અને વિશેષ તમને નવઊર્જાથી ભરી દેશે. મન શાંત રહેશે.
રિયર- જોબમાં તમારે જૂના આઈડિયાને લઈને કેટલાક પડકારો આવી શકે. વિરોધ સહન કરવો પડશે. આથી પોતાની જૂની કાર્યશૈલીને છોડવી તે જ હિતકર રહેશે.
લવ- પ્રેમ માટે સમય અનુકૂળ છે. કેટલીક યાદો તમને પરેશાન કરી શકે. વીતેલી વાતોને ભૂલીને આગળ વધવા વિશે વિચાર કરશો.
હેલ્થ- સ્વાસ્થ્ય માટે સમય સારો છે. ખાન-પાનમાં લાપરવાહી કરશો તો કોઈ જૂની બીમારી ફરી માથું ઊંચકી શકે.


---------


સિંહ- The Hierophant


તમે તમારા મનની વાત કહેવાથી બિલકુલ નથી ડરતાં. તમારે ડરવું પણ ન જોઈએ. જો કે, સ્થિતિ તમારા માટે હંમેશાં સારી નથી કહેવાતી. કેટલાક મામલાઓમાં તમને સરાહના અને પુરસ્કાર મળી શકે છે.
કરિયર- તમારે ચૂપ રહેવું આજે જોબમાં તમને કોઈ સારો રેકોર્ડ અપાવી શકે છે. પૂરાં મનોયોગથી તમારે ટાર્ગેટ પર લાગેલા રહો. સફળતા મળશે.
લવ- સંબંધોમાં ગલતફેમી કે તણાવના સંકેત છે. સાથીની સાથે વાત કરતી વખતે શબ્દોની પસંદગી પર ધ્યાન આપો. વિવાદોને ટાળવાનો પ્રયાસ કરો.
હેલ્થ- સ્વાસ્થ્ય સારું રહેશે. તમારી અંદર એક નવી ઊર્જાનો સંચાર થઈ શકે છે.


---------


કન્યા- The Wheel of Fortune


આજે કેટલાક કઠિન નિર્ણયો વિશે વિચાર કરવાનો દિવસ છે. જો કે, તમે એવા કેટલાક નિર્ણયો લેવાથી બચી શકો છો, જેનું ભવિષ્યમાં ઘણી અસર દેખાશે. આજે તમે પોતાની માટે કેટલીક નવી યોજનાઓ અને સંભાવનાઓ પર વિચાર કરશો. આજે બિઝનેસમાં જે લોકો છે, તે જોખમ લઈ શકે છે, જેટલું મોટું જોખમ, એટલો જ મોટો લાભ થશે.
કરિયર- આજે તમારે કરિયરના મોર્ચે પોતાની માટે અનેક સંભાવનાઓ દેખાશે. તમારે તમારી માટે કોઈ વિકલ્પ પસંદ કરીને તેની ઉપર કામ શરૂ કરવું જોઈએ.
લવ- લવ લાઈફ માટે સમય મિશ્રફળદાયી રહેશે. અવિવાહિત લોકોની કેટલાક નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે.
હેલ્થ- દિનચર્યાને થોડી સિસ્ટેમેટિક બનાવવાનો પ્રયાસ કરો.


---------

તુલા- The Tower


તણાવ અને દબાણ ભરેલો દિવસ રહેશે. કેટલીક ચિંતાઓ તમને પરેશાન કરી શકે. કેટલાક મામલાઓમાં તમારે કોઈની સલાહ લેવાની જરૂર પડી શકે છે. તેનાથી બચવા માટે તમારે પોતાની કાર્યશૈલીમાં થોડો સુધાર કરવાની જરૂર રહેશે.
કરિયર- પૈસા સાથે જોડાયેલાં કેટલાક મામલાઓમાં અડચણ આવી શકે. તે તમને તણાવ આપશે. તેના કરતાં સારું રહેશે કે તમારા કામથી તે પૂર્તિ કરો.
લવ- પ્રેમ સંબંધો માટે સમય સામાન્ય રહેશે. જીવનસાથીની સાથે સંબંધ અનુકૂળ રહેશે. અવિવાહિતોને ધૈર્ય રાખવો પડશે.
હેલ્થ- અનિદ્રા પરેશાન કરી શકે. તેની માટે ડોક્ટરની સલાહ પણ લઈ શકો.


---------


વૃશ્ચિક - Judgment


તમે શારીરિકથી લઈને ભાવનાત્મક અને માનસિક બધા પ્રકારે જ્ઞાનના સાધક છો. તમને એવું ફિલ કરવાની જરૂર છે કે તમે હજી પણ એનેક બાબતોમાં એક વિદ્યાર્થી છો, તમે ગમે એટલું જાણતાં હોવ કે તમે ગમે એટલા જૂના હોવ, પરંતુ હજી પણ તમારે નવું શીખવા માટે તત્પર રહેવાની જરૂર છે.
કરિયર- તમારા વ્યવહારમાં વિનમ્રતા તમને બીજાથી આગળ લઈ જશે. તમારે સહકર્મીઓને તમારી મદદની જરૂર પડી શકે છે.
લવ- કેટલાક નવા લોકો સાથે મુલાકાત થઈ શકે. પ્રેમ સંબંધોમાં તમને કેટલાક નવા અનુભવ થઈ શકે.
હેલ્થ- સ્વાસ્થ્ય માટે સમય ઘણો સારો રહેશે.


---------


ધન- Page of Wands


આજનો દિવસ તમારા માટે ઉદારતા બતાવવાનો છે. તમે બીજાની મદદ કરવામાં હંમેશાં આગળ રહેશો. મદદ કરવાની તમારી આ ટેવથી કેટલાક સારા પુરસ્કાર પણ તમને મળી શકે છે.
કરિ.યર- આજે તમને તમારા સાથીની જવાબદારી તમને મળી શકે છે. જેને તમે સ્વીકારશો. આ કામના બદલે ઓફિસમાં તમને કોઈ સારો રેકોર્ડ મળી શકે છે.
વ- વિવાહિતો માટે સમય સારો રહેશે. જીવનસાથીનો વ્યવહાર તમને ખુશી આપશે. પ્રેમીઓને કોઈ સારા સમાચાર મળી શકે છે.
હેલ્થ- સ્વાસ્થ્ય માટે સમય સારો છે. તમારી જૂની બીમારી પણ નિયંત્રણમાં રહેશે.

---------


મકર- Six of Cups


તમારે તમારા સાહસ અને ડરની વચ્ચે એક સંતુલન બનાવાવની જરૂર છે અને તે આસાન નહીં હોય. આજે સપનાઓ અને કલ્પનાની દુનિયાથી બહાર આવીને એ વિચાર કરવાની જરૂર છે કે હકીકતમાં તમારાં માટે કઈ વસ્તુ જરૂરી છે અને કંઈ નહીં.
કરિયર- આજે ઓફિસમાં તમારે કેટલાક આર્થિક મામલાઓમાં કઠોર નિર્ણય લેવા પડશે. તેની માટે ભવિષ્યની કેટલીક યોજનાઓને પણ સ્થગિત કરવી પડી શકે છે.
લવ- તમારે નજીકના લોકોની સાથે ખરીદી વગેરમાં સમય પસાર થશે. પ્રેમ સંબંધો માટે સમય ઉત્તમ રહેશે.
હેલ્થ- આજે ખાન-પાનમાં ખાસ ધ્યાન રાખવું.


---------


કુંભ- Six of Swords


દરેક માણસના જીવનમાં એવો સમય આવે છે, જ્યારે શક્તિઓ તેની મદદ જ નથી કરતી પણ વ્યક્તિ તેનો આનંદ પણ લે છે. એવો જ સમય આજે કુંભ રાશિવાળા માટે રહેશે. તમારો ઉત્સાહ ચરમ સીમા પર રહેશે.
કરિયર- જોબ અને બિઝનેસમાં અપ્રત્યાશિત સફળતા મળવાના યોગ છે. તમારી કાર્યક્ષમતા અને લીડરશીપને ઓળખાણ મળશે.
લવ- પ્રેમ સંબંધો માટે સમય ઘણો સારો રહેશે. જીવનસાથી તમારી વાતોને સમજશે અને સહયોગ કરશે.
હેલ્થ- આજે સ્વાસ્થ્યને લઈને કોઈ પરેશાની નહીં રહે. મનમાં ઉત્સાહને લીધે પોતાને એનર્જીથી ભરેલાં મહેસૂસ કરશો.


---------


મીન- Queen of Pentacles


આજનો દિવસ પરિસ્થિતિઓને સંભાળવાનો છે. જો વર્તમાન સ્થિતિઓમાં કામ કરવાનું મુશ્કેલ થઈ ગયું હોય તો પછી પરિસ્થિતિઓ ગમે એટલી જરૂર કેમ ન હોય, કોઈપણ નિર્ણય કરવા કે આગળ વધવાના પ્રયાસ ન કરો. થોડા સમયમાં બધુ જ સારું થઈ જશે.
કરિયર- જોબ માટે સ્થિતિઓ સમાન્ય રહેશે પરંતુ બિઝનેસમાં કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજ કે વસ્તુ ગુમ થઈ શકે છે. જેનાથી તમારું કામ રોકવું પડી શકે છે. ભલે તમે જે ડીલ કરવા જઈ રહ્યાં હોય તે તૂટી જાય પરંતુ દસ્તાવેજ વગર કામ ન કરશો.
લવ- સાથીની સાથે તમારા સંબંધ સારો રહેશે. દિવસ પ્રેમ માટે મિશ્ર પરિણામદાયી રહેશે.
હેલ્થ- સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે. સાવધાન રહેવું.

X
Tarot Card Rashifal of 6 December 2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી