ગ્રહ સ્થિતિ / ડિસેમ્બર 2019માં સૂર્ય 16 અને મંગળ 25 મીએ રાશિ બદલશે, 4 ગ્રહોનું રાશિ પરિવર્તન નહીં થાય

planetary positions in December 2019, surya ka rashi parivartan, mangal ka rashi parivartan

  • વર્ષનો છેલ્લો મહિનો, ક્યારે કયો ગ્રહ રાશિ બદલી રહ્યો છે, ગ્રહો માટે કયા-કયા શુભ કામ કરવા?

Divyabhaskar.com

Dec 03, 2019, 04:18 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- 2019નો છેલ્લો મહિનો ડિસેમ્બર શરૂ થઈ ગયો છે. આ મહિનામાં ચ્દ્ર સિવાય સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર રાશિ બદલશે. બાકીના ચાર ગ્રહ ગુરુ, શનિ અને રાહુ-કેતુ રાશિ નહીં બદલે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ગ્રહોના રાશિ પરિવર્તનની અસર બધી 12 રાશિઓ પર થશે. જાણો હિન્દુ પંચાંગ પ્રમાણે ડિસેમ્બર મહિનામાં કયા-કયા ગ્રહો રાશિ બદલશે...


સૂર્ય- મહિનાની શરૂઆતમાં આ ગ્રહ વૃશ્ચિક રાશિમાં છે અને 16 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે.


ચંદ્ર- 1 ડિસેમ્બરે ચંદ્ર મકર રાશિમાં છે અને 2 તારીખે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ દર અઢી દિવસે ચંદ્ર રાશિ બદલતો રહેશે.


મંગળ- આ ગ્રહ તુલા રાશિમાં છે અને 25 ડિસેમ્બરે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.


બુધ- બુધ હાલ તુલા રાશિમાં છે. 5 ડિસેમ્બરે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 25 ડિસેમ્બરે ધન રાશિમાં પ્રવેશ કરશે.


ગુરુ- આ ગ્રહ ધન રાશિમાં જ રહેશે.


શુક્ર- આ ગ્રહ હાલ ધન રાશિમાં છે. 15 ડિસેમ્બરે રાશિ બદલીને મંકરમાં પ્રવેશ કરશે.


શનિ- આ ગ્રહ રાશિ નહીં બદલે અને આખો મહિનો ધન રાશિમાં જ રહેશે.


રાહુ-કેતૂ- આ બંને ગ્રહો હંમેશા વક્રી રહે છે. આ મહિને રાહુ મિથુન રાશિમાં અને કેતૂ ધન રાશિમાં રહેશે.


ગ્રહો માટે કયા-કયા શુભ કામ કરવા-


ચંદ્ર માટે શિવજીની પૂજા કરવી જોઈએ. સૂર્ય માટે રોજ સવારે વહેલાં ઊઠીને સ્નાન કર્યા પછી સૂર્યને અર્ધ્ય અર્પિત કરવું. મંગળ માટે શિવલિંગ પર લાલ ગુલાલ અને મસૂર ચઢાવો. બુધની અશુભ અસરથી બચવા માટે ગણેશજીની પૂજા કરો. ગુરુ ગ્રહ માટે શિવલિંગ પર ચણાની દાળ અને બેસનના લાડુ ચઢાવવા જોઈએ. શુક્ર માટે શિવલિંગ પર દૂધ અર્પિત કરવું. શનિ, રાહુ-કેતૂ માટે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

X
planetary positions in December 2019, surya ka rashi parivartan, mangal ka rashi parivartan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી