તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The First MiG 21 Built In India Was Inducted Into The Indian Air Force 50 Years Ago; The Joys Of Dussehra Turned To Mourning In Amritsar

ઈતિહાસમાં આજે:50 વર્ષ પહેલાં ભારતમાં તૈયાર થયેલું પહેલું મિગ-21 ઇન્ડિયન એરફોર્સમાં સામેલ થયું હતું; અમૃતસરમાં દશેરાની ખુશી માતમમાં ફેરવાઈ

13 દિવસ પહેલા
 • કૉપી લિંક

ફાઇટર જેટ મિગ-21ને આજે ભલે ઊડતું કોફિન કહેવામાં આવતું હોય, પરંતુ એક સમયે આ ફાઇટર પ્લેન ઇન્ડિયન એરફોર્સ માટે અનેક પરાક્રમો કરનાર યોદ્ધાથી વધુ મહત્ત્વ ધરાવતું હતું. આજનો દિવસ ઘણો જ મહત્ત્વનો છે. 50 વર્ષ પહેલાં આજે જ ભારતમાં તૈયાર થયેલું મિગ-21 એરફોર્સમાં સામેલ થયું હતું. તેનાં પાંચ-છ વર્ષ પહેલાં મિગ-21 એરફોર્સમાં સામેલ થયાં હતાં, પરંતુ એ રશિયામાં બનેલાં હતાં.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં એરફોર્સમાં ક્રેશન અને કેઝ્યુઅલ્ટીમાં મિગ-21 (Mikoyan-Gurevich) વિમાનોની ભાગીદારી સૌથી વધારે રહી છે. આ કારણે જ તેનું નામ ખરાબ થયું છે. અહીં સુધી કે પુલવામામાં એટેકના જવાબમાં ભારતે જ્યારે પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી બેઝ પર એર સ્ટ્રાઈક કરી તો તણાવ વધી ગયો હતો. વિંગ કમાન્ડર અભિનંદનનું ફાઈટર જેટ ક્રેશ થયું ત્યારે તેઓ મિગ-21માં જ સવાર હતા.

હકીકત એ છે કે રશિયા અને ચીન પછી ભારત મિગ-21નું ત્રીજું સૌથી મોટું ઓપરેટર રહ્યું છે. 1964માં આ વિમાનને પહેલા સુપરસોનિક ફાઈટર જેટ તરીકે એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. શરૂઆતમાં જેટ રશિયામાં બન્યાં હતાં અને પછી ભારતે આ વિમાનને એસેમ્બલ કરવાનો અધિકાર અને ટેક્નિક પણ પ્રાપ્ત કર્યાં હતાં. ત્યારથી અત્યારસુધીમાં મિગ-21એ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ, 1999ના કારગિલ યુદ્ધ સહિત અનેક તબક્કે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રશિયાએ તો 1985માં આ વિમાનનું નિર્માણ બંધ કરી દીધું હતું, પરંતુ ભારત તેના અપગ્રેડેડ વેરિએન્ટનો ઉપયોગ કરતું રહ્યું. સપ્ટેમ્બર-2018 સુધી એરફોર્સની પાસે લગભગ 120 મિગ-21 વિમાન હતાં, જેને 2021-22 સુધીમાં સેવાનિવૃત્ત કરવાનાં છે. પર્યાપ્ત સંખ્યામાં રફાલની સાથે તેજસને એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યાં બાદ મિગ-21 રિટાયર્ડ કરવામાં આવશે.

બે વર્ષ પહેલાં દશેરાના દિવસે ટ્રેન દુર્ઘટના

2018ની 19 ઓક્ટોબરે જ અમૃતસરમાં દશેરાની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. રેલવેના પાટા પર ઊભા રહીને રાવણ દહનનો કાર્યક્રમ જોઈ રહેલા 60 લોકોએ ટ્રેનની અડફેટે આવી જતાં પોતાના જીવ ગુમાવ્યા હતા. પીડિત પરિવારોને હજુ સુધી ન્યાય મળ્યો નથી, ત્યારે તેઓ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની રાહ જોઈ રહ્યાં છે.

અમૃતસરના જોડા ફાટકની પાસે દશેરાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાવણ દહનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. રેલવે- ટ્રેક ઘણા લોકો ઊભા હતા ત્યારે અચાનક પઠાનકોટથી આવી રહેલી ડીએમયુ ટ્રેન એ ટ્રેક પર ઊભેલા લોકોને કચડીને ચાલી ગઈ અને ટ્રેકની આજુબાજુ લોકોના મૃતદેહ જ જોવા મળી રહ્યા હતા. તો સામે જ રાવણનું પૂતળું સળગી રહ્યું હતું અને લોકો બૂમો પાડી રહ્યા હતા. આ દુર્ઘટનામાં 60 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ઘણા લોકો દૂર્ઘટનામાં ઘાયલ થઈ ગયા હતા.

ઈતિહાસમાં આજની તારીખને આ ઘટનાઓને લઈને પણ યાદ કરવામાં આવે છેઃ

 • 1630: બોસ્ટનમાં પહેલી વખત સામાન્ય કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
 • 1722: ફ્રાંસના સી. હોફરે ફાયર ફાઈટરની પેટેન્ટ કરાવી હતી.
 • 1739: ઈંગ્લેન્ડે સ્પેન વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી.
 • 1745: ગુલીવર ટ્રાવેલ બુકના લેખક જોનાથન સ્વિફ્ટનું નિધન.
 • 1910: એસ્ટ્રો-ફિઝિસિસ્ટ સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખરનો જન્મ.
 • 1937: બ્રિટિશ ફિઝિસિસ્ટ અર્નેસ્ટ રુધરફોર્ડનું નિધન.
 • 1943: ચમત્કારિક એન્ટી-બાયોટિક સ્ટ્રેપ્ટોમાયસિન અંગે પહેલી વખત જાણ થઈ. ટીબી વિરરુદ્ધ આ ડિફેન્સની પહેલી લાઈન બની.
 • 1950: ચામ્બોનું યુદ્ધ પૂર્ણ થયું, જેને ચીનમાં લિબરેશન ઓફ તિબેટ પણ કહેવામાં આવે છે. આ યુદ્ધ 6 ઓક્ટોબરે તિબેટ અને ચીન વચ્ચે શરૂ થયું હતું.
 • 1956: રશિયા અને જાપાને હસ્તાક્ષર કરીને બંને દેશોની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને સત્તાવાર રીતે સમાપ્ત કર્યું હતું.
 • 1960: નાગરિક અધિકારો માટે આંદોલન ચલાવનાર અમેરિકાના માર્ટિન લ્યુથર કિંગ- જુનિયરની ધરપકડ કરવામાં આવી હતી.
 • 2005: ઈરાકી સ્પેશિયલ ટ્રિબ્યુનલે ઈરાકના રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈન અને 7 અન્ય વિરુદ્ધ માનવતા વિરુદ્ધ ગુનાઓના કેસમાં ટ્રાયલની શરૂઆત થઈ.
 • 2012: સિએટલ-બેઝ્ડ સ્ટારબક્સે મુંબઈના એક ઐતિહાસિક બિલ્ડિંગમાં ભારતનું પહેલું કોફી હાઉસ ખોલ્યું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો