જ્યોતિષ / ધન રાશિમાં ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે, 4 રાશિના જાતકોને સંભાળીને રહેવું પડશે

4 Planets in Sagittarius Chaturgrahi Yoga made by Shani, Surya, Guru And Ketu in Dhanu Rashi

  • 15 જાન્યુઆરી સુધી 4 ગ્રહને લીધે ન ગમતા ફેરફાર થઈ શકે છે

Divyabhaskar.com

Dec 17, 2019, 04:51 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ વર્તમાન સમયમાં ધન રાશિમાં ગુરુ, કેતૂ, સૂર્ય અને શનિ એમ 4 ગ્રહો એકસાથે ભેગા થઈ ગયાં છે. આ ગ્રહોની યુતિ થવાને લીધે ચતુર્ગહી યોગ સર્જાઈ રહ્યો છે. ધન રાશિમાં શનિ અને કેતૂ પહેલાંથી જ ભ્રમણ કરી રહ્યાં હતાં. પછી શુક્ર આ રાશિમાં આવી જવાથી ચતુર્ગ્રહી યોગ બન્યો હતો. ત્યારબાદ શુક્ર રાશિ બદલીને મકર રાશિમાં ચાલ્યો ગયો ત્યારે ચતુર્ગ્રહી યોગ તૂટ્યો હતો. પરંતુ 16 ડિસેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં આવી જવાથી ફરીથી ચતુર્ગ્રહી યોગ બની ગયો છે. જે આગામી મકર સંક્રાંતિ સુધી રહેશે.


ચતુર્ગ્રહી યોગનો પ્રભાવ-


કાશી વિશ્વવિદ્યાલયના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે જ્યારે બે કે બેથી વધુ ગ્રહો એક જ રાશિમાં પ્રવેશ કરે તો આ દરમિયાન અનેક પ્રકારની આકસ્મિક ઘટનાઓ સર્જાતી હોય છે. ચતુર્ગ્રહી યોગને લીધે પ્રાકૃતિક આપત્તિઓ પણ આવી શકે છે. ગ્રહોની આવી સ્થિતિથી દેશમાં અણધારી પરિસ્થિતિઓ પેદા થઈ શકે છે.


પં. ગણેશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે ધન રાશિમાં શત્રુ ગ્રહોની સાથે યુતિ થવાથી સૂર્ય પીડિત થઈ ગયો છે. તેના પ્રભાવથી રાજકીય અને ભૌગોલિક મોટા ફેરફાર થવાની શક્યતા છે.


રાહુ-કેતૂને લીધે બૃહસ્પતિ પોતાની સ્વરાશિમાં પીડિત રહેવાથી દેશમાં ધાર્મિક અને સાંપ્રદાયિક વિવાદોની સ્થિતિ સર્જાઈ શકે છે. ધર્મ અને સંપ્રદાયો સાથે જોડાયેલાં વિવાદાસ્પદ નિર્ણયો પણ લેવામાં આવી શકે છે. તેને લીધે દેશમાં મોટી દુર્ઘટનાઓ પણ પેદા થઈ શકે છે.


શનિ પણ તેની શત્રુ રાશિમાં સ્થિત છે. શનિને લીધે વિવાદ, ઝઘડા, તણાવ, ખોટા કામ, ધનહાનિ, મહેનત અને બીમારીઓ વધવાની શક્યતાઓ છે. રાહુ-કેતૂની સ્થિતિને લીધે શનિના શુભા-શુભ પ્રભાવ પણ પ્રબળ જણાશે


જ્યોતિષમાં રાહુ-કેતૂને ઉત્તરી અને દક્ષિણી ધ્રૂવ કહેવામાં આવે છે. એટલા માટે આ ગ્રહોને લીધે મોસમી પરિવર્તન થવાની શક્યતાં છે. આ ગ્રહોના પ્રભાવથી દેશની સરહદો સાથે જોડાયેલાં નિર્ણયો અને ફેરફારો પણ થઈ શકે છે.


તમારી રાશિ ઉપર ચતુર્ગ્રહી યોગની અસર-


ધન રાશિમાં સૂર્ય, ગુરુ(બૃહસ્પતિ), શનિ અને કેતૂ એકસાથે ભેગા થઈ જવાથી 4 રાશિઓ માટે સમય શુભ રહેશે અને 4 રાશિઓ માટે સમય સારો નહીં રહે. તે સિવાય બીજી 4 રાશિવાળા માટે સમય મિશ્રફળદાયી રહેશે.


શુભ અસર- મેષ, કર્ક, વૃશ્ચિક, કુંભ જાતકો માટે ચતુર્ગ્રહી યોગ શુભ રહેશે.

અશુભ અસર- વૃષભ, મિથુન, ધન અને મકર રાશિના જાતકો માટે ચતુર્ગ્રહી યોગ અનુકૂળ રહેશે નહીં.

મિશ્રફળદાયી સમય- સિહં, કન્યા, તુલા અને મીન માટે સમય સમાન્ય રહેશે.

X
4 Planets in Sagittarius Chaturgrahi Yoga made by Shani, Surya, Guru And Ketu in Dhanu Rashi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી