કચ્છ / ધોરડોના સફેદ રણમાં ‘કાઈ..પો છે’ની બૂમો, ટેન્ટસિટીના પતંગોત્સવમાં દેશ-વિદેશના પ્રવાસીઓએ ઉત્તરાયણ ઉજવી

Kite Festival held at Tent City in patangotsav on utarayan in kutch white rann near dhordo
Kite Festival held at Tent City in patangotsav on utarayan in kutch white rann near dhordo

  • સંગીતની વ્યવસ્થા અને રંગબેરંગી પતંગોએ પ્રવાસીઓનું મન મોહી લીધું
  • રણોત્સવમાં જામ્યો પતંગોત્સવ,દેશ વિદેશના પ્રવાસીઓએ રંગ જમાવ્યો

Divyabhaskar.com

Jan 15, 2020, 02:41 PM IST

ટેન્ટસિટી, ધોરડો: કચ્છના અફાટ સફેદ રણમાં રણોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે આ સફેદ રણમાં વચ્ચે બનાવેલી ટેન્ટસિટી ખાતે ઉત્તરાયણ ઉજવાઈ હતી. ટેન્ટસિટીમાં દિવસભર અહીં આવેલા દેશ-વિદેશના પ્રવાસીઓએ ‘કાઈ..પો છે’ની બૂમો પાડીને તેમજ પતંગ ચગાવીને મન ભરીને પતંગોત્સવ માણ્યો હતો.

સંગીતના તાલે પતંગ ચગાવ્યા
ધોરડો ટેન્ટસિટી ખાતે પ્રવાસીઓ માટે મકરસંક્રાંતિને યાદગાર બનાવવા આ આયોજન કરવામાં આવ્યું હતું.ખાસ કરીને સંગીતની વ્યવસ્થા અને રંગબેરંગી પતંગોએ પ્રવાસીઓનું મન મોહી લીધી હતું. નાના ભુલકાંઓથી લઈને મોટેરાઓ સુધી સૌ પતંગ ઉડાવ્યા અને કાઈ..પો છે ની બૂમો પાડતા જોવા મળ્યા હતા. જોકે, પ્રવાસીઓએ ઉત્તરાણની ઉજવણીમાં ખૂબ ઓછો ભાગ લીધો હોવાનું સામે આવ્યું હતું. લોકોએ સફેદ રણમાં ફરવાને વધારે મહત્વ આપ્યું હોય તેવું લોકોની હાજરી પરથી લાગતું હતું.

પ્રવાસીઓને સરપ્રાઈઝ
સફેદ રણ વચ્ચે ધોરડો ટેન્ટસિટીનું સંચાલન સાંભળતા મેનેજર અમિતભાઇ ગુપ્તાએ જણાવ્યું હતું કે, દેશ-વિદેશથી પ્રવાસીઓ કચ્છ આવે છે. ત્યારે રણમાં પણ તેઓને અમે ઉત્સવ સાથે જોડી રાખ્યા છે અને ઘરથી દૂર એક ઘરનો અહેસાસ કરાવ્યો છે. જો કે બંજર રણમાં આ ઉત્સવ ઉજવી અમે પ્રવાસીઓને સરપ્રાઈઝ આપી છે.
(તસવીર અને માહિતી: રોનક ગજ્જર, ટેન્ટસિટી ધોરડો)

X
Kite Festival held at Tent City in patangotsav on utarayan in kutch white rann near dhordo
Kite Festival held at Tent City in patangotsav on utarayan in kutch white rann near dhordo

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી