• Home
  • Business
  • Kiran Majumdar admires economic reforms, Industries welcome corporate tax reduction

નાણામંત્રીની જાહેરાતો / કિરણ મજૂમદારે કહ્યું- ટેક્સના રેટ હવે વિશ્વની સરખામણીએ પ્રતિસ્પર્ધી, ગોયનકા બોલ્યા- દિવાળી જલ્દી આવી ગઇ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના MD પવન ગોયનકા અને બાયોકોનના ચેરપર્સન કિરણ મજૂમદાર શૉ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના MD પવન ગોયનકા અને બાયોકોનના ચેરપર્સન કિરણ મજૂમદાર શૉ

  • અર્થવ્યવસ્થામાં તેજી લાવવાના પાંચમાં નિર્ણય અંતર્ગત સરકારે ઘરેલુ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 22 ટકા કર્યો
  • મોદીએ કહ્યું- તેનાથી મેક ઇન ઇન્ડિયાને ગતિ મળશે, RBI ગવર્નરે કહ્યું - આ સરકારનો સાહસિક નિર્ણય
  • ભાસ્કર સાથે વાતચીત કરતા બાયોકોનના ચેરપર્સન કિરણ મજૂમદાર શૉએ કહ્યું- વિદેશી રોકાણ પર ધ્યાન આપનારી ઘરેલુ કંપનીઓ દેશમાં ફોકસ કરશે
  • કોટક મહિન્દ્રા બેન્કના ચેરમેન ઉદય કોટકે કહ્યું- સરકરનું બિગ બેંગ રિફોર્મ
  • રાહુલ ગાંધીએ હાઉડી મોદી કાર્યક્રમની વાત કરીને વડાપ્રધાનની ટીકા કરી

Divyabhaskar.com

Sep 20, 2019, 04:50 PM IST

બિઝનેસ ડેસ્ક: કોર્પોરેટ ટેક્સ ઘટાડવા સહિત શેર બજારથી જોડાયેલા નાણાંમંત્રીના નિર્ણયોનું ઇન્ડસ્ટ્રીએ સ્વાગત કર્યું છે. બાયોકોનના ચેરપર્સન કિરણ મજૂમદાર શૉએ ભાસ્કર એપ સાથે વાતચીતમાં કહ્યું, ‘‘આ નિર્ણયોથી ઘણો ફાયદો થશે. ભારતમા કોર્પોરેટ ટેક્સના રેટ દુનિયાના બાકી દેશોની સરખામણીએ પ્રતિસ્પર્ધી થઇ ગયા છે. જે ઘરેલુ કંપનીઓ વિદેશમાં રોકાણ પર ધ્યાન આપી રહી હતી તે હવે દેશમાં રોકાણ વધારશે. આવનારા સમયમાં દેશની જીડીપી ગ્રોથ 7 ટકા સુધી જઇ શકે છે. ’’ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના મેનેજિંગ ડાયરેક્ટર પવન ગોયનકાએ ટ્વીટ કર્યું- એવું લાગે છે કે દિવાળી જલદી આવી ગઇ.

આ અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટક રીને કહ્યું-હાઉડી મોદી જેવી ભવ્ય ઇવેન્ટ સમયે વડાપ્રધાન સ્ટોક માર્કેટના ઉછાળા માટે જે કરવા તૈયાર છે તે આશ્વર્યજનક છે. 1.4 લાખ કરોડ રૂપિયામાં આ વિશ્વની સૌથી ખર્ચાળ ઇવેન્ટ છે. પણ હાઉડી મોદી કરવામાં અર્થવ્યવસ્થામાં જે ગરબડ થઇ છે તે હકીકત કોઇ ઇવેન્ટ છૂપાવી નહીં શકે.

કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન વધશે- શૉ
કિરણ મજૂમદાર શૉએ કહ્યું કે ટેક્સ ઓછો કરવાથી કંપનીઓમાં ફાયદો પણ વધશે. નાણાંમંત્રીની જાહેરાતોની શેર બજાર પર તાત્કાલિક અસર જોવા મળી હતી. સેન્સેક્સમાં 2000 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. શેરબજારમાં વધારાથી કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ વધશે.

મોદીએ કહ્યું- મેક ઇન ઇન્ડિયાને ગતિ મળશે

મોદીએ કહ્યું- કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવો એક ઐતિહાસિક નિર્ણય છે. તેનાથી મેક ઇન ઇન્ડિયાને ગતિ મળશે. સાથે જ દુનિયાભરમાંથી રોકાણને આકર્ષિત કરવામાં મદદ મળશે. આપણા ખાનગી ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધાની ક્ષમતામાં વધારો થશે અને વધારે રોજગારની તકો પેદા થશે. 130 કરોડ ભારતીયો માટે આ એક ખૂબ સારો નિર્ણય છે. છેલ્લા અમુક અઠવાડિયામાં થયેલી જાહેરાતો અમારી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારતને વેપાર માટે એક ઉત્તમ સ્થળ બનાવવામાં અમે કોઇ કસર નહીં છોડીએ. સમાજના દરેક વર્ગો માટે તકો વધારવા માટે સરકાર કટિબદ્ધ છે. આ તમામ ઉપાયોથી ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મદદ મળશે.

અર્થવ્યવસ્થાને જરૂરી ઉછાળો મળશે- પીયૂષ ગોયલ

ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે કોર્પોરેટ ટેક્સમાં કપાત કરવાથી અર્થવ્યવસ્થાને જરૂરી ઉછાળો મળશે. સરકાર લગાતાર સુધારાત્મક પગલાં લઇ રહી છે અને નાણાંમંત્રીએ આજે સૌથી મોટી જાહેરાતો કરી છે.

સકારાત્મક અસર થશે- RBI ગવર્નર

RBI ગવર્નર શક્તિકાંત દાસે પણ કોર્પોરેટ ટેક્સમાં કપાતના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે સરકારનો આ સાહસિક નિર્ણય છે અને તેનો અર્થવ્યવસ્થા પર સકારાત્મક પ્રભાવ પડશે.

સરકાર અર્થવ્યવ્સથાને ગતિ આપવા માટે પ્રતિબદ્ધ - ઉદય કોટક

કોટક મહિન્દ્રા બેન્કના સીઇઓ ઉદય કોટકે આ નિર્ણયને બિગ બેન્ગ રિફોર્મ જણાવ્યો છે. તેમણે ટ્વીટ કર્યું- આ નિર્ણયથી ભારતીય કંપનીઓ ને અમેરિકા જેવા ઓછા ટેક્સ વાળા દેશોથી પ્રતિસ્પર્ધા કરવાનો મોકો મળશે. તેનાથી સંકેત મળે છે કે સરકાર આર્થિક વિકાસને ગતિ દેવા અને ટેક્સ ભરનારી કંપનીઓને સપોર્ટ કરવા માટે પ્રતિબદ્ધ છે.

વેપારીઓએ કહ્યું- આ સર્જિકલ સ્ટ્રાઇક છે

બીએસઇના એમડી અને સીઇઓ આશીષ કુમાર ચૌહાણે કહ્યું- સરકારના નિર્ણયોના દૂરગામી પરિણામ થશે. તેનાથી ભારતમાં ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસની ધારણાને વધુ મજબૂતી મળશે. તેનાથી રોકાણકારોનો ભરોસો વધશે અને રોકાણનો નવો તબક્કો શરુ થશે. શેર બજાર તરફથી અમે નાણાંમંત્રીને ધન્યવાદ આપીએ છીએ. તેમના છેલ્લા નિર્ણયથી ભારતીય બજારે જબરદસ્ત વૃદ્ધિ પ્રાપ્ત કરી છે.

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ ‘સિયામ’ના અધ્યક્ષ રાજન વાઢેરાએ કહ્યું- નવી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સમાં કમી કરીને તેને 15 ટકા સુધી લાવવા પર રોકાણમાં મદદ મળશે. સાથે જ ઓટો સેક્ટરમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન મળશે. તેનાથી ઓટો ઇન્ડસ્ટ્રીમાં મેક ઇન ઇન્ડિયાને પણ મોટો ફાયદો થવાની આશા છે.

સામકો સિક્યોરિટીઝ એેન્ડ સટાકનોટના સીઇઓ જિમીત મોદીએ કહ્યું- સરકારના છેલ્લા નિર્ણયએ અર્થવ્યવસ્થામાં ધીમી વૃદ્ધિની ચિંતાઓ પર સર્જિકલ સ્ટ્રાઇખ કરી છે. તેનાથી ઔદ્યોગિક એકમો પાસે વધારાના પૈસાની બચત થશે, જે તેમના રોકાણની ચિંતાઓને દૂર કરશે. કોર્પોરેટ ટેક્સ ઘટવાથી 1 લાખ 45 હજાર કરોડ રૂપિયા તાત્કાલિક ઉપલબ્ધ થશે.

એપિક રિસર્ચ તરફથી મુસ્તફા નદીમે કહ્યું બજાર માટે આ એક મોટી રાહત છે. આ પહેલા નાણાંમંત્રીએ લગાતાર રાહતના નિર્ણયોની જાહેરાત કરી હતી. નિકાસને પ્રોત્સાહન અને બેન્કોનું મર્જર મોટા નિર્ણય હતા. પરંતુ કોર્પોરેટ ટેક્સ ઘટાડવો એક બહુ મોટો નિર્ણય છે.

જિઓજીત ફાયનાન્સ્યિલ સર્વિસિઝના ચીફ ઇનવેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે કહ્યું કે નાણાંમંત્રીની આ જાહેરાતને અર્થવ્યવસ્થા માટે નવા સમયની જેમ જોવી જોઇએ. નાણાકીય સુધાર સિવાય પણ તેના પરિણામો આગળ દેખાશે. આ નિર્ણય સાહસિક છે.

X
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના MD પવન ગોયનકા અને બાયોકોનના ચેરપર્સન કિરણ મજૂમદાર શૉમહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના MD પવન ગોયનકા અને બાયોકોનના ચેરપર્સન કિરણ મજૂમદાર શૉ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી