વેચાણ / કિઆ સેલ્ટોસના વેચાણમાં અચાનક 67%નો ઘટાડો, ડિસેમ્બરમાં ફક્ત 4,645 ગાડીઓ વેચાઈ

Kia seltos sales reduced by 67%, only 4,645 vehicles sold in December

Divyabhaskar.com

Jan 03, 2020, 11:37 AM IST

ઓટો ડેસ્કઃ કિઆ મોટર્સે ગયા વર્ષે ઇન્ડિયન માર્કેટમાં કિઆ સેલ્ટોસ લોન્ચ કરીને ભારતમાં પોતાની જર્ની શરૂ કરી હતી. આ SUVને કંપનીએ 9.69 લાખ રૂપિયામાં લોન્ચ કરી હતી. માર્કેટમાં આવતાની સાથે જ આ કારે ગ્રાહકોના દિલમાં અને માર્કેટમાં સક્સેસફુલ કાર તરીકે પોતાની જગ્યા બનાવી લીધી હતી. આ કારની લોકપ્રિયતા એટલી વધી ગઈ હતી કે તેણે ટોપ બેસ્ટ સેલિંગ કારના લિસ્ટમાં પોતાની જગ્યા પણ મેળવી લીધી હતી. પરંતુ લાગે છે કે ડિસેમ્બર મહિનો આ ગાડીને નથી ફળ્યો કારણ કે, વેચાણમાં આ ગાડીને મોટો ફટકો પડ્યો છે. કંપનીએ ડિસેમ્બર મહિનામાં સેલ્ટોસના ફક્ત 4,645 યૂનિટ્સનું જ વેચાણ કર્યું છે.

લોન્ચ થઈ ત્યારથી જ સેલિંગમાં ટોપ પર રહેતી આ SUVની ડિમાન્ડ અચાનક ઓછી થઈ ગઈ. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં કંપનીએ સેલ્ટોસના 14,005 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. આ સિવાય, ઓક્ટોબર મહિનામાં પણ કંપનીએ 12,854 યૂનિટ્સનું વેચાણ નોંધાવ્યું હતું. પરંતુ અટ્રેક્ટિવ લુક અને પાવરફુલ એન્જિનથી સજેલી આ SUV ડિમાન્ડ અચાનકથી ઘટી ગઈ છે.

કિઆ સેલ્ટોસ માર્કેટમાં ત્રણ અલગ-અલગ એન્જિન ઓપ્શન સાથે અવેલેબલ છે, જેમાં 1.5 લિટરની કેપેસિટીનું નેચરલી ઇન્સ્પાયર્ડ એન્જિન પણ સામેલ છે. આ એન્જિન 115hp પાવર અને 144Nm ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય, બીજા એન્જિન ઓપ્શન તરીકે 1,4 લિટરની કેપેસિટીનું ટર્બો ચાર્જ પેટ્રોલ એન્જિન છે, જે 140hp પાવર અને 242Nm ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ વેરિઅન્ટમાં કંપનીએ 1.5 લિટરની કેપેસિટીના એન્જિનનો પ્રયોગ કર્યો છે. આ તમામ એન્જિન BS-6 ધોરણોનુસાર તૈયાર કરવામાં આવ્યા છે.

X
Kia seltos sales reduced by 67%, only 4,645 vehicles sold in December

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી