તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કિઆ સેલ્ટોસને 20 દિવસમાં 23 હજારથી વધુ બુકિંગ મળ્યું, 22 ઓગસ્ટે લોન્ચ થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ સાઉથ કોરિયન કાર કંપની કિઆ મોટર્સની સેલ્ટોસ એસયુવીને 23 હજારથી વધુનું બુકિંગ મળ્યું છે. કંપનીએ આ કારનું બુકિંગ 16 જુલાઈથી શરૂ કર્યું હતું. એટલે કે, તેને ફક્ત 20 દિવસમાં આટલાં બુકિંગ મળ્યાં છે. આ કાર ભારતમાં 22 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે. તેમજ આ કાર ભારતીય બજારમાં મળનારી કંપનીની પહેલી કાર પણ હશે.

પહેલા દિવસે જ રેકોર્ડ બ્રેક 6000 બુકિંગ
જ્યારે કંપનીએ સેલ્ટોસનું બુકિંગ શરૂ કર્યું હતું ત્યારે તેને પ્રથમ દિવસે જ એટલે કે 16 જુલાઈએ રેકોર્ડ બ્રેક 6000 બુકિંગ મળ્યાં હતાં. હવે તેનાં લોન્ચિંગમાં 14 દિવસ બાકી છે. કંપનીને આશા છે કે તેઓ 35 હજાર સુધીનું બુકિંગ મેળવી શકશે. ગ્રાહકો કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને આ એસયુવી બુક કરાવી શકે છે. આ માટે 25 હજાર રૂપિયાની ટોકન રકમ આપવાની રહેશે.

કિઆ સેલ્ટોસનાં ફીચર્સ
આ એસયુવીમાં BS-6 માન્ય પેટ્રોલ અને ડીઝલ એન્જિન મળશે. પેટ્રોલ વેરિઅન્ટમાં 1.4-લિટર ટર્બોચાર્જ્ડ અને 1.5-લિટર નેચરલી એસ્પેરેટેડ એન્જિન મળશે. ડીઝલ વેરિઅન્ટમાં 1.5-લિટર એન્જિન મળશે. પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિનને ઓટોમેટિક, ડીઝલ એન્જિનમાં 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક અને ટર્બો પેટ્રોલ એન્જિનમાં 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ગિયરબોક્સ મેળવશે.

કંપની આ કારની ડીલરશિપ સાથે ઓનલાઈન પણ તેનું વેચાણ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કારની કિંમત આશરે 10થી 16 લાખ રૂપિયા હોઈ શકે છે. આ કાર ભારતીય બજારમાં હ્યુન્ડાઇ ક્રેટા, મારુતિ એસક્રોસ, નિસાન કિક્સ, રેનો કેપ્ચર અને રેનો ડસ્ટરને ટક્કર આપશે. કંપની સેલ્ટોસનું બુકિંગ શરૂ થતાંની સાથે તેને ડીલર્સ સુધી પણ પહોંચાડી દેશે. કંપની શરૂઆતમાં 265 સેલિંગ પોઇન્ટ શરૂ કરશે. ત્યારબાદ તેને વર્ષ 2020 સુધી 300 અને વર્ષ 2021 સુધીમાં 350 સુધી પહોંચાડશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો