તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળમાં રાજકારણીઓના મેળાવળા:ડાકોરમાં ખેડા ભાજપ નવનિયુક્ત પ્રમુખના અભિવાદન સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કપડવંજમાં નિયમોનું ચુસ્ત પાલન

નડિયાદ5 દિવસ પહેલા
ડાકોરમાં અભિવાદન વખતે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
  • ડાકોરમાં અભિવાદન સમારોહમાં નવનિયુક્ત પ્રમુખને આવકારવા કાર્યકરોએ કોવિડ નિયમોનો કર્યો ભંગ

કપડવંજમાં કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન
કપડવંજમાં કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન

ખેડા જિલ્લાના નવનિયુક્ત ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણનો અભિવાદન સમારંભ યાત્રાધામ ડાકોર અને કપડવંજમાં યોજાયો હતો. જિલ્લા પ્રમુખે ડાકોર રણછોડરાયજીને ધજા અર્પણ અને દર્શન કરી 2022 વિધાનસભા ચૂંટણીમાં ખેડા જિલ્લાની તમામ બેઠકો જીતવા આશીર્વાદ લીધા હતા. ઠાસરા વિધાનસભા અને કપડવંજ વિધાનસભાના સંગઠન મંડલો દ્વારા કરવામાં આવેલા આ આયોજનમાં કોવિડ નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. જોકે ડાકોરમાં થયેલ સમારોહમાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડતા થોડાક સમય માટે ભારે અફરાતફરી મચી હતી.

કોવિડના સોશિયલ ડિસ્ટન્સના સીધા ભંગને લઈ નવનિયુક્ત ભાજપ પ્રમુખને સમારોહ વહેલો આટોપી સ્થળ છોડી દીધું હતું. સાંજે કપડવંજના અભિવાદન સમારોહમાં આ ભૂલ અને ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની વિશેષ કાળજી રાખવામાં આવી હતી. જે મુજબ કાપડવંજનો કાર્યક્રમ વિના વિખવાદે સંપન્ન થયો હતો. મહત્વનું છે કે નવનિયુક્ત ખેડા ભાજપ જિલ્લા પ્રમુખના અભિવાદન સમારોહમાં મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, પંચમહાલ સંસદ રતનસિંહ રાઠોડ, અમૂલના ચેરમેન રામસિંહભાઈ પરમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ પણ રહ્યા રહ્યા હાજર રહ્યા હતા.

કપડવંજ અભિવાદન સમારોહમાં પૂર્વ ગૃહમંત્રી મણીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી, વિધાનસભા દંડક પંકજભાઇ દેસાઈ, પૂર્વ મહામંત્રી ગોપાલ શાહ અને દશરથભાઈ પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ સેજલ બ્રહ્મભટ્ટ સહિતના રાજકીય અગ્રણીઓ તેમજ 30 જેટલી સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

ડાકોર અને કપડવંજ ખાતે યોજાયેલ અભિવાદન સમારોહમાં ભાજપના કાર્યકરોને સંબોધનતા નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ અંર્જુનસિંહ ચૌહાણે ભાજપના હોદ્દે વટ મારી બેસી રહેતા નેતાઓને ચેતવણી ઉચ્ચારી હતી કે, ‘હવે ઢીલું ઢાલુ ચાલશે નહિ અને ચલાવી લેવામાં આવશે નહિ".હાલ મોટા સંઘર્ષના દિવસો પુરા થયા વિશ્વાસના દિવસો આવ્યા છે. પાયાના કાર્યકરોના સંઘર્ષના પરિણામે આ સત્તાના સુવર્ણ દિવસો આવ્યા છે.

ભાજપના કાર્યકરો ધારે તો ધાર્યા પરિણામ મળે આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીઓમાં ખેડા જિલ્લાની તમામ 6 સીટો જીતવાનો આપનો સંકલ્પ છે જે મેં ભાજપની વિચારધારાને સમર્પિત કાર્યકરોના આધારે જ કર્યો છે. નજીકના સમયમાં આવતી નગરપાલિકાઓ અને તાલુકા પંચાયત સહિતની ચૂંટણીઓમાં આ જીતનો સંકલ્પ સાકાર કરવાની જવાબદારી પણ કાર્યકરોની જ છે. અંતમાં તેઓએ જણાવ્યું કે ખેડા સંગઠન તંત્રને વધુ મજબૂત કરીએ અને જે સક્ષમ કાર્યકર્તા મુખ્ય પ્રવાહથી અડગા થયા છે. તેમને ફરી જીતના સંકલ્પ સાથે પાર્ટીમાં ફરી સક્રિય કરીએ.

પેજ કમીટી ભાજપની નવી રણનીતિ
અભિવાદન સમારોહમાં અર્જુનસિંહે પેજ કમિટી ની વાત ઉચ્ચારી હતી. મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી બુથ કમિટી અને બુથના કાર્યકરને અંગદનો પગ કહેતી હતી.બાદ માં પેજ પ્રમુખની રણનીતિ આવી હવે પાટીલ રાજમાં પેજ કમિટી બનાવી તમામ સીટો જીતવાનું રાજકીય ગણિત ભાજપ સત્તાધારીઓ જણાવી રહ્યા છે.

ડાકોર સમારોહમાં કોવિડ નિયમોના ભંગ બાબતે અર્જુનસિંહે શુ કહ્યું ?
આજે ગોપાષ્ટમી હોઈ મને મળેલ જિલ્લા પ્રમુખ તરીકેની નવી જવાબદારીનું કામ ડાકોર રાજા રણછોડરાય અને ભક્ત બોડાણાના આશીર્વાદ લઈ શરૂ કરવાનું નક્કી કરેલ હતું.જે મુજબ ડાકોર રણછોડરાયજી ને ધજા અર્પણ કરી હતી.સ્થાનિક સંગઠન અને વિધાનસભાના હોદ્દેદારોએ સીમિત માત્રા એકત્ર થઈ કોવિડ ગાઈડલાઈન ના પાલન સાથે અભિવાદન કાર્યક્રમ ગોઠવ્યો હતો.પરંતુ કાર્યકમના અંતે કાર્યકરોના ના ભાજપ પ્રેમને કારણે ક્ષણિક ધસારો થયો હતો.જેને તાત્કાલિક અંકુશમાં લઈ લેવાયો હતો.પરંતુ હવે આવી ઘટના ન બને તેની સંપૂર્ણ કાળજી લેવાશે. જે મુજબ ની સૂચના તમામ મંડલ ના પ્રમુખ હોદ્દેદારોને પણ જાણ કરાઈ છે.

(અહેવાલ અને તસવીરઃ તેજશ શાહ, ડાકોર)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો