ખરમાસ / મકરસંક્રાંતિ સુધી સૂર્ય ધન રાશિમાં રહેશે, આ દિવસોમાં સૂર્યની સાથે જ ભગવાન વિષ્ણુની પણ વિશેષ પૂજા કરવી જોઈએ

Sun in Sagittarius, Makar Sankranti 2020, Lord Vishnu worship, kharmaas, surya ko jal, surya puja vidhi

  • હવે સૂર્ય દેવતાઓના ગુરુ બૃહસ્પતિની સેવામાં રહેશે, જેના લીધે ખરમાસમાં કેટલાક શુભ કામ કરવામાં નથી આવતાં

Divyabhaskar.com

Dec 17, 2019, 05:05 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- સોમવાર, 16 ડિસેમ્બરથી ખરમાસ શરૂ થઈ ગયો છે. આ મહિનો મકર સંક્રાંતિ અર્થાત્ 15 જાન્યુઆરી 2020 સુધી રહેશે. આ વખતે મકર સંક્રાતિની તારીખની બાબતે પંચાંગ ભેદ હોઈ શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે સૂર્ય જ્યારે ધન રાશિમાં હોય છે તો આ કાળને ખરમાસ કહેવામાં આવે છે. માન્યતા છે કે ખરમાસ (મળમાસ)ને ભગવાન વિષ્ણુએ પોતાનું નામ પુરુષોત્તમ આપ્યું છે. એટલા માટે આ મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. ખરમાસમાં સૂર્યની સાથે જ ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ. 15 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે ખરમાસ સમાપ્ત થઈ જશે.


ખરમાસમાં આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ-


આ મહિનામાં સૂર્યોદય પહેલાં પથારી છોડી દેવી જોઈએ. સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવો. જળમાં લાલ ફૂલ પણ નાખવા જોઈએ. જળ ચઢાવતી વખતે ऊँ सूर्याय नम: મંત્રનો જાપ કરવો જોઈએ.

મકર સંક્રાંતિ સુધી સવારે મોડે સુધી સૂવાથી બચવું જોઈએ. જે લોકો આ દિવસોમાં મોડે સુધી સૂતેલાં રહે છે. તેમને ધર્મલાભની સાથે જ સ્વાસ્થ્યલાભ પ્રાપ્ત થઈ શકતો નથી.

ગરીબોને ગરમ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આ દિવસોમાં ઠંડી પૂર્ણ પ્રભાવમાં હોય છે. એવી વખતે તમારા સમાર્થ્ય પ્રમાણે ધન અને ગરમ કપડાંનું દાન કરવું જોઈએ.

જો શક્ય હોય તો આ મહિનામાં કોઈ ધાર્મિક સ્થળની યાત્રા કરવી જોઈએ. કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. નદીમાં સ્નાન કર્યા પછી સૂર્યને જળ અર્પિત કરવું. દાન-પુણ્ય કરવું જોઈએ.

ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની પૂજા કરવી જોઈએ. વિષ્ણુજીનો મંત્ર- ऊँ नमो भगवते वासुदेवाय नमः નો જાપ કરવો જોઈએ. મંત્ર જાપ ઓછામાં ઓછા 108 વાર કરવો જોઈએ.

બાળ ગોપાળની પૂજા કરો. દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. માખણ-મિશ્રીનો ભોગ લગાવો.

જો કોઈ તીર્થમાં સ્નાન ન કરી શકતાં હોવ તો તમારા ઘરમાં ન્હાતી વખતે બધા તીર્થોનું ધ્યાન કરો અને પવિત્ર નદીઓના નામોનો જાપ કરો. તેનાથી પણ તીર્થસ્નાનમાં સ્નાન કરવાની સમાન પુણ્ય ફળ મળે છે.

X
Sun in Sagittarius, Makar Sankranti 2020, Lord Vishnu worship, kharmaas, surya ko jal, surya puja vidhi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી