પરદે કે પીછે / માયા મેમ'સાબ: તરસી નદી

ketan mehta not happy on advice about he can make memsaab movie with kangna

જયપ્રકાશ ચોક્સે

May 23, 2019, 07:49 AM IST

ફિલ્મકાર કેતન મહેતા એ સલાહથી નારાજ થઇ ગયા છે કે, તેઓ કંગના રનૌત સાથે માયા મેમ'સાબ બનાવી શકે છે. સલાહ આપતી વખતે એ યાદ ના રહ્યું કે, કેતન મહેતા અને કંગના રનૌત 'ઝાંસી કી રાની' કરવાના હતા પણ કંગનાએ 'બાહુબલી'ના લેખક સાથે તે ફિલ્મ બનાવી. કેતન મહેતાનું માનવું છે કે, 'રાની' તેમની પાસેથી ચોરી લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, કેતન મહેતા 'મંગલ પાંડે' બનાવી ચૂક્યા છે. તેઓ તેમની ફિલ્મ 'ભવની ભવાઈ' અને 'મિર્ચ મસાલા' માટે ચર્ચામાં રહ્યા છે. તેમણે આમિર ખાન સાથે 'રાખ' નામની પ્રયોગાત્મક ફિલ્મ બનાવી હતી, જે 'કયામત સે કયામત તક' પહેલા બની હતી.

સલાહનો આશય એ હતો કે, 'મેડમ બોવરી'થી પ્રેરિત 'માયા મેમ'સાબ' ફરી બનવી જોઈએ. પ્રિયંકા ચોપરા 'માયા' અભિનીત કરી શકે છે. હકીકતે, ફ્રેન્ચ નવલકથાકાર ગુસ્તાવ ફ્લોબર્ટ દ્વારા રચાયેલું મેડમ બોવરીનું પાત્ર મહિલાઓના નિર્દોષ આનંદના શોધની કથા છે. તે સદીઓથી તેનાથી વંચિત રહી છે. તેને વંચિત રાખવાનું કોઈ ષડયંત્ર નથી રચાયું પણ મોટાભાગની મહિલાઓ જીવનમાં એક વાર પણ નિર્દોષ આનંદ માણી શકતી નથી. સિમોન ધ બ્વોએ આ વ્યથાનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. કેતન મહેતા પુણે ફિલ્મ સંસ્થાનમાંથી શિક્ષા પામેલા ફિલ્મકાર છે.

પુણે સંસ્થાનો એ સુવર્ણકાળ હતો અને તેઓ આ સમયના સૌથી વધુ પ્રતિભાશાળી કલાકાર છે. વિધુ વિનોદ ચોપરા પણ એ જ સમયનો ભાગ રહ્યા છે. રાજકુમાર હિરાણી પુણે સંસ્થાનમાં શિક્ષિત ફિલ્મકાર છે અને અત્યાર સુધી તેમણે બનાવેલી બધી ફિલ્મો સફળ જ રહી છે. તેમને લગભગ 'મેડમ બોવરી'માં રસ નહિ પડે કેમ કે, તેમની પસંદ હંમેશા અડધા- અધૂરા પુરુષ પાત્રો રહ્યા છે. 21મેના પ્રિયંકા ચોપરાની 'મેરી કોમ' અને 'બરફી' વારાફરથી જોઈ. એમ કહી શકાય કે, તે આ સમયની સૌથી પ્રતિભાશાળી કલાકાર છે. મેડમ બોવરીના પહેલા પતિની ભૂમિકામાં નિક જોનાસને લઈને ફિલ્મને આંતરરાષ્ટ્રીય ફિલ્મની જેમ બનાવી શકાય.

ફિલ્મો સરહદોની ચિંતા કર્યા વિના ઊડનારા પંખીઓ જેવી હોય છે. 1856માં ફ્રેન્ચ ભાષામાં લખાયેલી 'મેડમ બોવરી' આજે પણ વંચાય છે અને ફિલ્મની નવી આવૃતીઓની શક્યતાઓ પણ બનતી રહે છે. ઉલ્લેખનીય છે કે, દીપા સાહીએ આ ભૂમિકા ભજવી હતી અને કેતન મહેતા સાથે લગ્ન પણ કર્યા. તેમણે વિશેષ પ્રભાવ વાળો માયા સ્ટુડિયો પણ સ્થાપ્યો હતો. એકવાર કેતન અને દીપાએ મને બપોરના ભોજન માટે આમંત્રિત કર્યો હતો. તેમના હોલની દીવાલ પર 'આવારા', 'મધર ઇન્ડિયા', અને 'ગંગા જમના'ના પોસ્ટર લાગેલા છે. આ તેમના આદર્શ છે પણ તેઓ 'ભવની ભવાઈ', 'મિર્ચ મસાલા' અને 'માયા મેમ'સાબ' જેવી ફિલ્મો જ બનાવે છે કેમ કે, દરેક ફિલ્મકાર પોતાની રુચિ મુજબ ફિલ્મો બનાવે છે. આ સાચો માર્ગ પણ છે.

એવું ના થાય તો 'રામ ગોપાલ વર્મા કી આગ' જેવી દુર્ઘટનાઓ બને છે. પોતાની સીમાનો વિસ્તાર કરવાનું દરેકનું સપનું હોય છે પણ તમે અંતરિક્ષની પેલે પર ના જઈ શકો. ઉમર અને અનુભવથી ઘડાયેલા કેતન મહેતાને પોતાની સર્જનાત્મકતા 'માયા' બનાવવામાં લગાવવી જોઈએ. આ રીતે તેમની અંદર દબાયેલો ફિલ્મકાર ફિનિક્સ બર્ડની જેમ રાખમાંથી પુનઃજન્મ લઇ શકે છે. કેતન મહેતા અને દીપા સાહીએ 'માયા મેમ'સાબ બનાવી, જેની બીજી આવૃત્તિ તેમને બીજો જન્મ આપી શકે છે. ગર્ભમાંથી જન્મેલી રચના પોતાના જ ગર્ભમાંથી ફિલ્મકારને નવો જન્મ આપી શકે છે.

પાનખરમાં ખરી ગયેલા સૂકા પાંદડાઓ જ ખાતે બનીને એ જ વૃક્ષને નવ શક્તિ બક્ષે છે. ઉલ્લેખનીય છે કે, કેતન મહેતાને ફ્રાન્સની સરકારે 'મેડમ બોવરી'થી પ્રેરિત ફિલ્મ બનાવવા માટે આંશિક આર્થિક સહાય કરી હતી. અત્યારે તો રોકાણ સરળતાથી ઉપલબ્ધ છે. કેટલીક ફિલ્મો બનાવનારા કોર્પોરેટ પ્રયોગ માટે તત્પર છે. પ્રિયંકા ચોપરાને પણ પતિ નિક જોનાસ સાથે ફિલ્મમાં કામ કરવામાં એસ પડી શકે છે. એટલે જ સંભાવનાઓ તપાસવી જોઈએ. મહેબૂબ ખાને પોતે જ બનાવેલી 'ઔરત'ને 'મધર ઇન્ડિયા'ના નામે બનાવી અને આ જ ફિલ્મ તેમની યાદો જીવંત રાખશે.

ચીનની સરકારે પહેલ કરી હતી કે, 'આવારા' ફરીથી હિન્દી અને ચાઈનીઝ ભાષામાં બનાવવામાં આવે તેમજ રાજ કપૂર અભિનીત પાત્ર રણવીર કપૂર અને પૃથ્વીરાજ અભિનીત પાત્ર રિશી કપૂર અભિનીત કરે. પણ, કપૂર ભાઈ પોતાના એ.સી રૂમમાંથી બહાર આવવા નથી માંગતા. દરેકની એક એ.સી ગુફા છે. સુવિધાઓની આ ગુફામાંથી કોઈ બહાર આવવા નથી માંગતું.

X
ketan mehta not happy on advice about he can make memsaab movie with kangna

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી