ઓટો એક્સેસરીઝ / ઠંડીમાં કારનાં ટાયરનું ધ્યાન રાખો, તાપમાન ઘટે તો ટાયર પ્રેશર ઓછું થઈ જાય છે

Keep an eye on car tires in the cold, tire pressure decreases as temperature drops

Divyabhaskar.com

Nov 09, 2019, 03:32 PM IST

ઓટો ડેસ્કઃ શિયાળાની ઋતુમાં કારના અનેક પાર્ટ્સનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. ખાસ કરીને ટાયરનું ધ્યાન રાખવું બહુ જરૂરી હોય છે. અહીં ટાયરની કાળજી સાથે જોડાયેલી કેટલીક ટિપ્સ આપવામાં આવી છે.

  • ટ્રેડની ઊંડાઈ - ટ્રેડની ઊંડાઈ માપવા માટે ટાયરમાં જ ઇન્ડીકેટર્સ છે.
  • એર પ્રેશર - તાપમાન જેવું જ નીચે જવા લાગે છે, ટાયર પ્રેશર ઘટી જાય છે. 10 ડિગ્રીના ઘટાડાથી ટાયરમાંથી 1 પાઉન્ડ પ્રેશર ઓછું થાય.
  • ટાયર રોટેટ કરાવો - દર 9000 કિમીએ ટાયર રોટેશન જરૂરી છે. દરેક ઓઈલ ચેન્જ સાથે ટાયર રોટેશનનો એક નિયમ બનાવી લો.
  • વિન્ટર ટાયર્સમાં રોકાણ કરો - વિન્ટર ટાયર્સ ઠંડી માટે બને છે. તેમાં 25થી 50% ટ્રેક્શન વધુ મળશે.
  • ઉંમરનું ધ્યાન રાખો - કારના ટાયરનું આયુષ્ય પાંચ વર્ષ મનાય છે. 5 વર્ષ પછી તેનું રબર કડક થવા લાગે છે. કડક થતાં જ તેમાં તિરાડ પડે છે. ઠંડીની ઋતુમાં તેની આશંકા વધુ હોય છે.

વિન્ટર ટાયર્સ શું હોય છે?
તેને ઠંડીના માહોલમાં સારા ટ્રેક્શન અને ગ્રિપ માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. ટ્રેડ્સમાં પાતળા કટ્સ અને ઊંડી ધારીઓ હોય છે. તે બરફ અને પાણીમાં સારી રીતે રસ્તો કાપે છે. સ્નોફ્લેકના સિમ્બોલ આવા ટાયર પર બનેલા હોય છે.

X
Keep an eye on car tires in the cold, tire pressure decreases as temperature drops

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી