કેબીસી 11 / જેલ સુપરિન્ટેન્ડન્ટ અજીત કુમાર ચોથો કરોડપતિ બન્યો, બિહારની હેટ્રિક

KBC 11 Bihar Jail Superintendent Ajeet Kumar Becomes Fourth Crorepati
X
KBC 11 Bihar Jail Superintendent Ajeet Kumar Becomes Fourth Crorepati

Divyabhaskar.com

Nov 13, 2019, 01:02 PM IST
મુંબઈઃ ‘કૌન બનેગા કરોડપતિ 11’ને તેનો ચોથો કરોડપતિ મળી ગયો છે. બિહારના હાજીપુરામાં જેલ સુપરિન્ટેન્ડન્ટ અજીત કુમારે એક કરોડ રૂપિયા જીત્યાં છે. અત્યાર સુધી બિહારના ત્રણ લોકો શોમાં એક કરોડ રૂપિયા જીત્યા છે. સાત કરોડનો સવાલ ક્વિટ કરી દીધો હતો. 

18 વર્ષથી પ્રયાસ કરતો હતો

1. આ હતો રૂપિયા એક કરોડનો સવાલ

અજીત કુમારને એક કરોડ ઈનામી રકમ માટે સવાલ પૂછવામાં આવ્યો હતો કે બ્રિટને બ્રિટિશ રોકેટ દ્વારા સફળતાપૂર્વક કયો બ્રિટિશ સેટેલાઈટ અવકાશમાં મૂક્યો હતો? A) એરિયલ, B) પ્રોસ્પેરો, C) મિરાન્ડા, D) ઝિરકોન. અજીત કુમારે પહેલાં પ્રોસ્પેરો જ વિચારીને રાખ્યું હતું અને પછી તેમણે 50-50 લાઈફ લાઈનનો યુઝ કર્યો હતો. અંતે તેમણે પ્રોસ્પેરો જવાબ લોક કરવાનું કહ્યું હતું. આ જવાબ સાચો હતો અને તેમણે એક કરોડ રૂપિયા જીત્યાં હતાં. 

2. સાત કરોડનો સવાલ ક્વિટ કર્યો

એક કરોડ રૂપિયા જીત્યા બાદ અજીત કુમાર તથા તેમની પત્ની ઘણાં જ ખુશ થઈ ગયા હતાં અને ત્યારબાદ સાત કરોડનો સવાલ પૂછવામાં આવ્યો હતો કે એક જ દિવસમાં બે અલગ-અલગ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં બે અર્ધશતક લગાવનાર પહેલો ક્રિકેટર કોણ હતો? A) નવોરઝ મંગલ, B) મોહમ્મદ હફીઝ, C) મોહમ્મદ શહઝાદ, D) શાકિબ અલ હસન. અજીત કુમારે આ સવાલનો જવાબ આપવાને બદલે ગેમ ક્વિટ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ અમિતાભ બચ્ચને તેમને એક ઓપ્શન પસંદ કરવાનું કહ્યું હતું અને તેમણે ઓપ્શન એ પસંદ કર્યો હતો. જોકે, આ જવાબ ખોટો હતો અને સાચો જવાબ સી હતો. 

3. 18 વર્ષથી પ્રયાસ કરતો હતો

અજીતે કહ્યું હતું કે વર્ષ 2001મા જ્યારે આ શો શરૂ થયો ત્યારથી તે હોટ સીટ પર આવવા માટે પ્રયાસ કરતો હતો. ઘરના લોકો પણ પ્રોત્સાહન આપતા હતાં. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી હોવાથી તેને શોના તમામ સવાલોના જવાબ ખબર હતી. આ જ કારણથી તેને વિશ્વાસ હતો કે તે એક દિવસ સારી એવી રકમ જીતશે. 

4. અમિતાભ બચ્ચને અજીત કુમારના વખાણ કર્યાં હતાં

અમિતાભ બચ્ચનને અજીત કુમાર જે રીતે જવાબ આપતા હતાં, તે સ્ટાઈલ ઘણી જ પસંદ હતી. તેમણે કહ્યું હતું કે હોટ સીટ પર એવા ઘણાં જ ઓછા સ્પર્ધકો આવે છે, જેમને સવાલોના સાચા જવાબ ખબર હોય છે. તમે શરૂઆતમાં જે જવાબ નક્કી કરતાં તે જ આપતાં. કેટલાંક લોકો થોડું વિચાર્યા બાદ જવાબ બદલી નાખતા હોય છે પરંતુ અજીત કુમારને તમામ સવાલોના જવાબ ખબર જ હતી. 

ચાર કરોડપતિમાંથી ત્રણ બિહારથી અને એક મહારાષ્ટ્રથી

‘કેબીસી 11’માં અત્યાર સુધી ચાર સ્પર્ધકો 1 કરોડ રૂપિયા જીતી શક્યા છે. સૌ પહેલાં બિહારના જેહાનાબાદના સનોજ રાજે એક કરોડ રૂપિયા જીત્યાં હતાં. ત્યારબાદ મહારાષ્ટ્રની બબિતા તાડેએ એક કરોડ રૂપિયા જીત્યાં હતાં. પછી બિહારના ઈન્ડિયન રેલવેમાં સેક્શન એન્જીનિયરમાં કામ કરતાં ગૌતમ કુમાર ઝાએ એક કરોડ રૂપિયા જીત્યાં હતાં. હવે, બિહારના જ અજીત કુમારે એક કરોડ રૂપિયા જીત્યા છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી