તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Kashmiri Girls Craze For Football, Become State Level Players, Coaches, Now Their Dream Is To Play For The Country

ગ્રાઉન્ડ રિપોર્ટ:કાશ્મીરી છોકરીઓમાં ફૂટબોલનો ક્રેઝ વધ્યો, સ્ટેટ લેવલના ખેલાડી, કોચ બને છે, હવે તેમનું સપનું દેશ માટે રમવાનું છે

શ્રીનગર13 દિવસ પહેલાલેખક: મુદસ્સિર કુલ્લુ
  • કૉપી લિંક
23 વર્ષની નાદિયા નિગહત ખીણની પ્રથમ મહિલા ફૂટબોલ કોચ બની ચૂકી છે. હવે તેની પોતાની ફૂટબોલ એકેડમી છે.
  • ખીણના યુવકો સ્પોર્ટ્સમાં નામ કમાવવા ઇચ્છે છે, માતા-પિતા પણ જુસ્સો વધારે છ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ નબળો થતાં અને કલમ 370 હટાવ્યા પછી પરિસ્થિતિ બદલાઈ રહી છે. આર્મી પથ્થરમારો કરનારા યુવાનો રમતમાં પોતાનું ભવિષ્ય શોધી રહ્યાં છે. ખાસ કરીને કાશ્મીરી છોકરીઓમાં ફૂટબોલ તરફનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જે મા-બાપ રમતા રોકતા હતા આજે તેઓ ફૂટબોલ અને અન્ય ખેલમાં આગળ વધારી રહ્યાં છે. આથી શ્રીનગરમાં માત્ર છોકરીઓ માટે પ્રથમ એકેડમી શરૂ થઈ છે.

શ્રીનગરમાં છેલ્લા ત્રણ દાયકાથી રહેતા સંદીપ ચંટુ અને તેની પત્ની પૂનમે રિયલ કાશ્મીર ફૂલબોલ ક્લબ બનાવી છે જે ખાસ કરીને છોકરીઓ માટે છે. અહીં તાલીમ પણ ખીણની છોકરીઓ જ આપે છે. હાલમાં 45 છોકરીઓ છે. 23 વર્ષની નાદિયા નિગહત ખીણની પ્રથમ મહિલા ફૂટબોલ કોચ બની ચૂકી છે. હવે તેની પોતાની ફૂટબોલ એકેડમી છે. તેની જેમ 21 વર્ષની આયનમ જમ્મુ-કાશ્મીર મહિલા ફૂટબોલ ટીમની કેપ્ટન છે. બાકીની છોકરીઓની જેમ નેશનલ ટીમમાં રમવાનું તેનું સપનું છે.

2017માં પથ્થરબાજીનો ચહેરો, આજે ફૂટબોલ કોચ બની અફ્શા
24 વર્ષની અફ્શા આશિક 2017માં શ્રીનગરમાં પથ્થરમારો કરતા કેમેરામાં કેદ થઈ હતી. પરંતુ આજે તેની ઓળખ બદલાઈ ગઈ છે. અફ્શા હવે ફૂટબોલ કોચ છે. હાલમાં જ વડાપ્રધાન મોદી સાથે વેબિનારમાં પણ તે સામેલ થઈ હતી. તેના જીવન પર ટૂંકમાં ફિલ્મ બનવા જઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો