IRCTC / ગુરુવારથી કાશી મહાકાલ એક્સપ્રેસ શરૂ થઈ, ટ્રેન ત્રણ જ્યોર્તિલિંગને જોડશે

Kashi Mahakal Express started Thursday, the train will connect three Jyotirlingas
Kashi Mahakal Express started Thursday, the train will connect three Jyotirlingas

  • IRCTCએ મહાશિવરાત્રીના એક દિવસ પહેલા કાશી મહાકાલ એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરીને યાત્રીઓને શિવરાત્રીની ભેટ આપી હતી
  • 70 ટકા સીટો પેક થઈ ગઈ હોવાથી યાત્રીઓને વધારે પૈસા આપીને ટિકિટ બુક કરાવી
  • ત્રણ જ્યોતિર્લિંગ-બાબા વિશ્વનાથ, મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરના દર્શન કરાવશે આ ટ્રેન

Divyabhaskar.com

Feb 20, 2020, 07:34 PM IST

ટ્રાવેલ ડેસ્ક. 20 જાન્યુઆરીથી ભારતીય રેલવેએ શિવ ભક્તો માટે નવી કાશી મહાકાલ એક્સપ્રેસ શરૂ કરી દીધી છે. આ ટ્રેન વારાણસીથી ઈન્દોરની વચ્ચે દોડશે, જે ત્રણ જ્યોર્તિલિંગ (વિશ્વનાથ, મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર)ને જોડશે. પ્રધાનમંત્રીએ 16 ફેબ્રુઆરીએ આ ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું.

દેશની ત્રીજી ખાનગી ટ્રેન કેન્ટ રેલવે સ્ટેશનથી બપોરે 2.45 કલાકે ઈન્દોર માટે રવાના થઈ હતી અને તે બીજા દિવસે 9.40 કલાકે ઈન્દોર પહોંચશે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ મહાશિવરાત્રીના એક દિવસ પહેલા કાશી મહાકાલ એક્સપ્રેસનું ઉદ્ઘાટન કરીને યાત્રીઓને શિવરાત્રીની ભેટ આપી હતી.

70 ટકા સુધી મહાકાલ એક્સપ્રેસમાં સીટ ફુલ થઈ ગઈ હતી, તેથી ફ્લેકસી ભાડાની સિસ્ટમ લાગુ થઈ છે. હવે યાત્રીઓએ વધારે ભાડા આપીને ટ્રેનની ટિકિટ બુક કરાવવી પડશે. પહેલા વારાણસીથી ઈન્દોરનું ભાડું 1,951 રૂપિયા હતું, બુધવારે મુસાફરોએ 2,110 રૂપિયામાં સીટ બુક કરાવી હતી. યાત્રીઓએ 159 રૂપિયા વધારે આપીને ટિકિટ બુક કરાવી પડી હતી. IRCTCના અધિકારીના જણાવ્યા પ્રમાણે, ટ્રેનમાં 70 ટકા સીટો પેક થયા બાદ પ્રત્યેક સિટનું ભાડું 10 ટકા વધશે. 90 ટકા કરતા વધારે સીટો બુક થયા બાદ ભાડું 20 ટકા વધશે. આ ટ્રેન વારાણસીઅને ઇન્દોર વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ દોડશે.

આરામદાયક મુસાફરી માટે તેને રાતે દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ એક્સપ્રેસ માટે એક ટિકિટની કિંમત 1,951 રૂપિયા રાખવામાં આવી છે. તેમાં યાત્રીઓ માટે ચાર ટાઈમના ભોજનનો પણ સમાવેશ છે. યાત્રીઓને ફક્ત શાકાહારી ભોજન જ આપવામાં આવશે.

X
Kashi Mahakal Express started Thursday, the train will connect three Jyotirlingas
Kashi Mahakal Express started Thursday, the train will connect three Jyotirlingas

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી