સેલેબ લાઈફ / પ્રોફેશનલ કારણોને લીધે કાર્તિક આર્યન તથા સારા અલી ખાન વચ્ચે બ્રેક-અપ થયું

Kartik Aaryan and Sara Ali Khan conscious uncoupling for professional reason

Divyabhaskar.com

Oct 17, 2019, 01:17 PM IST

મુંબઈઃ બોલિવૂડ ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીની ફિલ્મમાં કાર્તિક આર્યન તથા સારા અલી ખાને સાતે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાને ડેટ કરવા લાગ્યાં હતાં. બંનેને જ્યારે પણ એકબીજા અંગે સવાલ કરવામાં આવે તો તેઓ ક્યારેય શરમાતા નહીં અને એકબીજાના વખાણ કરતાં હતાં. સારાના જન્મદિવસ પર કાર્તિક ખાસ બેંગકોક ગયો હતો. અહીંયા સારા ફિલ્મ ‘કુલી નંબર 1’ના શૂટિંગમાં વ્યસ્ત હતી. કાર્તિક જ્યારે ‘પતિ પત્ની ઔર વો’ના શૂટિંગ માટે લખનઉ હતો ત્યારે ખાસ સારા તેને મળવા આવી હતી. પછી બંને પટૌડી પેલેસમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા ગયા હતાં. સારાએ જ્યારે પહેલી જ વાર રેમ્પ પર વોક કર્યું ત્યારે ઈબ્રાહિમની સાથે કાર્તિકે એક્ટ્રેસને ચિઅર-અપ કરી હતી.

બંને વચ્ચે બ્રેક-અપ થયું હોવાની ચર્ચા
છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચા ચાલી રહી છે કે કાર્તિક તથા સારા વચ્ચે બ્રેક-અપ થઈ ગયું છે. બંનેએ પ્રોફેશનલ કારણોસર એકબીજાથી બ્રેક-અપ કર્યું છે. સૂત્રોના મતે, કાર્તિક તથા સારા એકબીજાને સમય આપી શકતા નથી. બંને પોત-પોતાના કામમાં ઘણાં જ વ્યસ્ત છે. આથી હવે બંને સાથે આવતા વર્ષે ઈમ્તિયાઝ અલીની ફિલ્મના પ્રમોશન સમયે જોવા મળશે.

કાર્તિક ‘દોસ્તાના 2’માં વ્યસ્ત તો સારા ‘કુલી નંબર 1’
કાર્તિક ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘દોસ્તાના 2’માં વ્યસ્ત છે તો સારા પણ ડેવિડ ધવનની ફિલ્મ ‘કુલી નંબર 1’માં બિઝી છે. કાર્તિકે એક ઈન્ટરવ્યૂમાં સારાને લઈને કહ્યું હતું કે તે સ્ટાર છે અને તે ઘણી જ સારી છે. તેનામાં પોઝિટિવ એનર્જી છે. તેની સાથે વારંવાર કામ કરવાનું ગમશે.

X
Kartik Aaryan and Sara Ali Khan conscious uncoupling for professional reason

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી