તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર નિદ્રાધીન:કરજણ જૂના બજાર ખાતે તળાવની પાળે આવેલી પ્રાથમિક શાળા રહેઠાણ બની

કરજણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખંડેર બની બંધ પડેલી પ્રાથમિક શાળા લોકોનું રહેઠાણ બની છે.
  • વીજળીનો વપરાશ થયો હોવા છતાં તંત્ર નિદ્રાધીન
  • શાળાનું મકાન ખંડેર બનતાં શાળા અન્ય સ્થળે સ્થળાંતરિત કરાઈ છે

કરજણ જૂના બજાર ખાતે તળાવની પાળે આવેલી પ્રાથમીક શાળા જે એકદમ જર્જરિત હાલતા હોય જેથી શાળાને સંસ્કાર કેન્દ્ર સામે શિફ્ટ કરવામાં આવેલ છે. તળાવની પાળ વાળી શાળાનું મકાન ખંડેર હાલતમા છે. પરંતુ શિક્ષણ સમીતીની મિલ્કત હાલમાં રહેઠાણ બની ગઈ છે અને ત્યા પશુપણ રાખવમાં આવે છે. જ્યારે ખંડેર બનેલી પ્રાથમીક શાળામાં વીજળીનો વપરાશ થાય છે. છતા પણ તંત્ર નિદ્રાધીન છે.કરજણ જૂના બજાર તળાવની પાર પાસે જૂના ઓવરબ્રિજ નજીક જિલ્લા શિક્ષણ સમીતી સંચાલિત પ્રથમિક શાળા આવેલી છે.

જે શાળા તળાવ નજીક હોય અને જર્જર્તી હોવાથી પ્રાથમીક શાળાને કરજણ સંસ્કાર કેન્દ્ર સામે શિફ્ટ કરવામાં આવેલ છે અને તળાવની પાર નજીકની જૂની શાળા ખંડેર હાલમા છે. પરંતુ આ શાળાના મકાનને કેટલાક લોકોએ પોતાનું રહેઠાણ બનાવેલ છે અને સાથે પશુપાલન કરતા હોય ભેંસો પણ ત્યાં જ બાંધે છે. જ્યારે પ્રાથમીક શાળાના બંધ ખંડેર બનેલા મકાનમાં વીજળીનો વપરાશ પણ કરવામાં આવે છે. તો ખંડેર બનેલ શાળામા વીજળીનું કનેક્શન કયાંથી આવ્યું? તેમજ જિલ્લા શિક્ષણ સમિતીની મિલ્કતનો રહેઠાણ તરીકે ઉપીયોગ કરવાની છૂટ કોણે આપી? આમ આ બાબતે તંત્ર નિદ્રાધીન હોય એમ દેખાઈ આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો