દિવાળી પાર્ટી / કરીના- સૈફની સાથે સારા અલી ખાને દિવાળી સેલિબ્રેશન કરી,ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર

Kareena - Saif along with Sara Ali Khan celebrated Diwali, shared photo on Instagram
Kareena - Saif along with Sara Ali Khan celebrated Diwali, shared photo on Instagram
Kareena - Saif along with Sara Ali Khan celebrated Diwali, shared photo on Instagram

  • બોલિવૂડ સેલિબ્રેટી પણ પોતાના અંદાજમાં દિવાળી સેલિબ્રેશન કરી રહ્યા છે
  • એક્ટ્રેસ સારા અલી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલાંક ફોટો શેર કર્યા છે
  • ફોટોમાં સારા પોતાના પરિવારની સાથે દિવાળી એન્જોય કરતી જોવા મળી રહી છે

Divyabhaskar.com

Oct 27, 2019, 02:14 PM IST

બોલિવૂડ ડેસ્ક. સમગ્ર દેશમાં ધામધૂમથી દિવાળી મનાવવામાં આવે છે. તો બીજી તરફ બોલિવૂડ સેલિબ્રેટી પણ પોતાના અંદાજમાં દિવાળી સેલિબ્રેશન કરી રહ્યા છે. તાજેતરમાં એક્ટ્રેસ સારા અલી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલાંક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં સારા પોતાના પરિવારની સાથે દિવાળી એન્જોય કરતી જોવા મળી રહી છે.

ફોટોમાં જોઈ શકાય છે કે સારા અલી ખાન, સેફ અલી ખાન, ઈબ્રાહિમ, તૈમૂર અને કરીના કપૂરની સાથે દિવાળી સેલિબ્રેટ કરી રહી છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં સારાએ બ્લૂ કલરનો ડ્રેસ પહેર્યો છે. તો બીજી તરફ કરીના કપૂર ગોલ્ડન કલરના ડ્રેસમાં સુંદર દેખાઈ રહી છે.

દિવાળી સેલિબ્રેશનના આ ફોટો શેર કરતા સારા અલી ખાને દિળાની શુભેચ્છા પાઠવી છે. અગાઉ એક્ટ્રેસ સારા અલી ખાને સાડીમાં પોતાનો ફોટો શેર કર્યો હતો. આ તસવીર સારા અલી ખાનની દિવાળી નાઈટ સેલિબ્રેશનની હતી. ઓરેન્જ પ્રિન્ટેડ સાડીમાં એક્ટ્રેસ સુંદર દેખાઈ રહી હતી. કેદારનાથ ફિલ્મથી ડેબ્યૂ કરનારી સારા અલી ખાનની ફેનફોલોઈંગ વધી ગઈ છે. આઈફા 2019માં સારા અલી ખાનને કેદારનાથ માટે બેસ્ટ ડેબ્યૂ ફીમેલ એક્ટર એવોર્ડ મળ્યો છે. હવે એક્ટ્રેસ જલ્દી વરુણ ધવણની સાથે ‘કુલી નંબર વન’માં જોવા મળશે. તે ઉપરાંત સારા અલી ખાન બોલિવૂડમાં એક્ટર કાર્તિક આર્યન સાથે ‘લવ આજકલ 2’માં મુખ્ય રોલમાં જોવા મળશે.

X
Kareena - Saif along with Sara Ali Khan celebrated Diwali, shared photo on Instagram
Kareena - Saif along with Sara Ali Khan celebrated Diwali, shared photo on Instagram
Kareena - Saif along with Sara Ali Khan celebrated Diwali, shared photo on Instagram

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી