દિવાળી પાર્ટી / કરિના-સૈફ અલી ખાનનો રોયલ લુક, સારા અલી ખાન એથનિક વેરમાં જોવા મળી

Kareena-Saif Ali Khan's Royal Look, Sara Ali Khan appeared in Ethnic Wear

Divyabhaskar.com

Oct 28, 2019, 03:03 PM IST

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સની દિવાળી પાર્ટી હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે. સ્ટાર્સના દિવાળી લુકની તસવીરો પણ સોશિયલ મીડિયામાં એટલી જ વાયરલ થતી હોય છે. કરિના કપૂરે પોતાના ઘરે દિવાળી પાર્ટી યોજી હતી અને ત્યારબાદ તેણે અમિતાભ બચ્ચન તથા અનિલ કપૂરની દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. પાર્ટી પહેલાં કરીનાએ પતિ તથા દીકરા સાથે સ્પેશિયલ ફોટોશૂટ કરાવ્યું હતું અને આ ફોટોશૂટની તસવીરો ચાહકોને ઘમી જ પસંદ આવી છે. સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહે દીકરી સારા તથા દીકરા ઈબ્રાહિમ સાથે અમિતાભ બચ્ચનની પાર્ટીમાં હાજરી આપી હતી. પાર્ટી પહેલાં સારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં માતા તથા ભાઈ સાથેની તસવીર શૅર કરી હતી.

રોયલ બ્લૂમાં કરિના-સૈફ
કરિના કપૂર ‘ગુડ અર્થ ઈન્ડિયા’નો ડિઝાઈનર બ્લૂ-બ્લેક લહેંગો તથા બ્લેક બ્લાઉઝમાં જોવા મળી હતી. સૈફ અલી ખાન બ્લૂ રંગના કુર્તા, વાસ્કેટ તથા વ્હાઈટ પાયજામામાં હતો. તૈમુરે વ્હાઈટ કુર્તા પાયજામા તથા ઓલિવ ગ્રીન રંગનું વાસ્કેટ પહેર્યું હતું. કરિનાની દિવાળી પાર્ટીમાં બહેન કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા, અમૃતા અરોરા હાજર રહ્યાં હતાં.

સારા અલી ખાનનો ટ્રેડિશનલ લુક
સારા અલી ખાને દિવાળી સેલિબ્રેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી હતી, જેમાં તેણે ફેશન ડિઝાઈનર અબુ જાની-સંદિપ ખોસલાએ ડિઝાઈન કરેલો રેડ પંજાબી ડ્રેસમાં જોવા મળી હતી. સારાની મોમ અમૃતા પણ રેડ આઉટફિટમાં જોવા મળી હતી.

X
Kareena-Saif Ali Khan's Royal Look, Sara Ali Khan appeared in Ethnic Wear
Kareena-Saif Ali Khan's Royal Look, Sara Ali Khan appeared in Ethnic Wear
Kareena-Saif Ali Khan's Royal Look, Sara Ali Khan appeared in Ethnic Wear
Kareena-Saif Ali Khan's Royal Look, Sara Ali Khan appeared in Ethnic Wear
Kareena-Saif Ali Khan's Royal Look, Sara Ali Khan appeared in Ethnic Wear
Kareena-Saif Ali Khan's Royal Look, Sara Ali Khan appeared in Ethnic Wear
Kareena-Saif Ali Khan's Royal Look, Sara Ali Khan appeared in Ethnic Wear

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી