કન્ફર્મ / ટીવી એક્ટર કરન પટેલ સિરિયલ ‘યે હૈં મહોબ્બતે’માં રમન ભલ્લા તરીકે કમબેક કરશે

Karan Patel to be back as Raman Bhalla in Yeh Hai Mohabbatein

Divyabhaskar.com

Nov 06, 2019, 03:11 PM IST

મુંબઈઃ થોડાં મહિના પહેલાં ‘યે હૈં મહોબ્બતે’ ફૅમ રમન ભલ્લા એટલે કે કરન પટેલે ‘ખતરો કે ખિલાડી 10’ માટે આ શો છોડ્યો હતો. શો છોડતા સમયે કરને કહ્યું હતું કે દરેક વસ્તુનો અંત હોય છે અને આ શો હંમેશા તેની દિલની નિકટ રહેશે અને તે એકતા કપૂરનો આભારી રહેશે. કરને શો છોડતાં ટીવી એક્ટર ચૈતન્ય ચૌધરીને રમન ભલ્લા તરીકે શોમાં લાવવામાં આવ્યો હતો. જોકે, હવે કરન પટેલ શોમાં પરત ફર્યો છે.

શું કહ્યું કરને?
સૂત્રોના મતે, કરન પટલે ‘યે હૈં મહોબ્બતે’માં રમન ભલ્લાના રોલમાં પરત ફરી રહ્યો છે. તેણે કહ્યું હતું કે તેને ખ્યાલ નથી કે કોણે એવી અફવા ફેલાવી કે તેણે શો છોડી દીધો છે. તે માત્ર આ શોથી થોડો સમય દૂર રહ્યો હતો, કારણ કે તે અન્ય કામમાં વ્યસ્ત હતો. આ શો તેની કરિયર તથા જીવનનો મહત્ત્વનો હિસ્સો રહ્યો છે.

શો બંધ થાય છે તેના પર શું કહ્યું કરને?
ચર્ચા થઈ રહી છે કે ડિસેમ્બરના અંત સુધીમાં ‘યે હૈં મહોબ્બતે’ શો બંધ થઈ જવાનો છે. તેના પર કરને કહ્યું હતું કે તેને આ અંગે ખ્યાલ નથી. તેઓ લાંબા સમયથી આ પાત્રો ભજવી રહ્યાં છે અને ચાહકો આ સિરિયલ તથા પાત્રોને ઘણો જ પ્રેમ કરે છે, એટલે તે જે કરી રહ્યો છે, તે યોગ્ય કરે છે. રમન ભલ્લાનું પાત્ર ભજવીને તેને હંમેશાં પોતાની જાત પર ગર્વ થયો છે. જો કોઈને એમ લાગતું હોય કે આ સિરિયલ બંધ થવાની છે તો તેમણે પોતાની માહિતી એકવાર ફરી ચેક કરવી જોઈએ.

ચૈતન્ય ચૌધરીનું શું?
કરન પટેલ શોમાં પરત આવતા હવે ચૈતન્ય ચૌધરીનું શું થશે, તેને લઈ વિવિધ ચર્ચાઓ થઈ રહી છે. સૂત્રોના મતે, ચૈતન્ય ચૌધરીને એક અલગ જ નવા પાત્ર તરીકે શોમાં ઈન્ટ્રોડ્યૂસ કરાવવામાં આવશે.

X
Karan Patel to be back as Raman Bhalla in Yeh Hai Mohabbatein

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી