વલસાડ / કપરાડાના અંતરિયાળ આંબા જંગલની મહિલામાં કોરોનાના લક્ષણો દેખાતા સારવાર માટે ખસેડાઈ

મહિલામાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
મહિલામાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

  • સુરતથી મહિલા થોડા દિવસ પહેલા ગામ ગઈ હતી
  • બે દિવસથી શરદી-ખાંસી રહેતા હોસ્પિટલ ખસેડાઈ

દિવ્ય ભાસ્કર

Mar 23, 2020, 04:03 PM IST

લસાડઃ કોરોના વાઈરસને લઈને દરેક જગ્યા ઉપર ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે ત્યારે કપરાડા તાલુકાના અંતરિયાળ ગામ એવા આંબા જંગલ ની એક મહિલા જે થોડા દિવસો પહેલા સુરતની મુસાફરી કરીને પરત ફરી હતી તેને કોરોના ના કેટલાક લક્ષણો દેખાતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી

શ્વાસ લેવામાં તકલીફ હતી

વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આંબા જંગલ ગામની એક મહિલા તારીખ ૧૫ માર્ચના રોજ સુરત તરફ મુસાફરી કરીને પરત ફરી હતી જોકે છેલ્લા બે દિવસથી આ મહિલાને તાવ શરદી ખાંસી ઉધરસ જેવા કેટલાક લક્ષણો જણાતા અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય આજે સરકારી દવાખાના ખાતે પહોંચી હતી જ્યાં આ તમામ લક્ષણો જોતાં જ તબીબે તેને તાત્કાલિક સારવાર માટે આગળની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવી હતી જો કે તેનાં લક્ષણોને જોઈને તેની સાથે ગયેલા કેટલાક લોકો તકેદારીના ભાગરૂપે વિવિધ માસ અને હાથમાં ગ્લોઝ સાથે 108માં સવાર થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

X
મહિલામાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે.મહિલામાં શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી