વિવાદ / કંગનાની બહેને કહ્યું, કરન જેને પણ લોન્ચ કરે છે, તેની કમાણીનો મોટો હિસ્સો પોતાની પાસે રાખે છે

Kangana's sister said, Karan, who also launches, keeps himself a big part of the earnings of their

divyabhaskar.com

May 28, 2019, 11:39 AM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગનાની બહેન રંગોલી અવાર-નવાર પોતાની ટ્વીટ્સથી કોઈ પણ સેલિબ્રિટીને આડે હાથ લેતી હોય છે. હવે ફરી એકવાર રંગોલીએ બોલિવૂડ ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર કરન જોહર પર ગંભીર આરોપો લગાવ્યા છે. રંગોલીએ એક ટ્વીટમાં પોતાની વાત કહી છે.

રંગોલીએ આ આરોપો લગાવ્યા

  • કરન જે કલાકારોને લોન્ચ કરે છે, તેમણી કમાણીનો મોટો હિસ્સો પોતાની પાસે રાખે છે
  • તે એ કલાકારને શું પહેરવું, કોની સાથે સૂવું તે વાત પણ કહે છે
  • તે પોતાના એક્ટર્સને બ્રેક-અપ તથા પેચ-અપ કરવા માટે ફોર્સ કરે છે

વધુમાં રંગોલીએ લખ્યું હતું કે આ તમામ વાતો જે કલાકારમાં થોડી પણ સેલ્ફ રિસ્પેક્ટ હશે તે માનશે નહીં. કરિયર પહેલાં મનની શાંતિ ઘણી જ જરૂરી છે. પોતાની નજરમાં જ તમે નીચા હોવ તો દુનિયામાં ભલે ચાર પૈસાની કમાણી કરી પણ લો પરંતુ સાચી વાત તો એ છે કે તમે કંઈ જ બની શકશો નહીં.

આ રીતે વિવાદ થયો
આ વિવાદ પોતાને ફિલ્મ ક્રિટિક કહેતા કમાલ રાશિદ ખાન (કેઆરકે)ની એક ટ્વીટને કારણે થયો હતો. કેઆરકેએ ટ્વીટ કરી હતી કે કરન જોહરે પોતાની ફિલ્મ 'ધડક'ના લીડ હિરો ઈશાન ખટ્ટરને પોતાના બેનર (ધર્મા પ્રોડક્શન)માંથી હાંકી કાઢ્યો છે. કારણ કે ઈશાને તેની સાથે ખરાબ રીતે વાત કરી હતી. હવે, કરન જોહર ભવિષ્યમાં ક્યારેય ઈશાન સાથે કોઈ ફિલ્મ બનાવશે નહીં. રંગોલીએ આ વાતનો ઉલ્લેખ પોતાની ટ્વીટમાં કર્યો છે. રંગોલી તથા કંગના આ પહેલાં કરન વિરૂદ્ધ નેપોટિઝ્મને લઈ વાત કરી ચૂકી છે.

X
Kangana's sister said, Karan, who also launches, keeps himself a big part of the earnings of their

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી