તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

BMC વિરુદ્ધ ગુસ્સો:કંગનાએ તૂટેલી ઓફિસની તસવીર શેર કરીને કહ્યું, 'આ મારાં સપનાંઓ પર બળાત્કાર છે, જે ક્યારેક મંદિર હતું, એને કબ્રસ્તાન બનાવી દીધું'

મુંબઈએક દિવસ પહેલા
કંગનાએ પોતાની ઓફિસની તસવીર ટ્વીટ કરી. BMCએ 9 સપ્ટેમ્બરે ગેરકાયદે બાંધકામ હટાવવાની કાર્યવાહી કરી હતી.
  • કંગનાએ ત્રણ ટ્વીટ કરીને પોતાની ઓફિસની 12 તસવીર શેર કરી
  • BMCએ 9 સપ્ટેમ્બરના રોજ પાલી હિલસ્થિત ઓફિસમાં ગેરકાયદે બાંધકામ હટાવવાની કામગીરી કરી હતી

મુંબઈમાં BMCની કાર્યવાહીના આઠ દિવસ બાદ કંગનાએ પોતાની ઓફિસની તસવીર ટ્વિટર પર શેર કરી હતી. કંગનાએ ત્રણ ટ્વીટ કરીને કહ્યું હતું, આ બળાત્કાર છે મારાં સપનાંઓ પર, મારી હિંમત પર અને મારા આત્મસન્માન તથા મારા ભવિષ્ય પર.

BMCએ નવ સપ્ટેમ્બરના રોજ કંગનાના પાલી હિલસ્થિત ઓફિસમાં કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી હેઠળ તેણે ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતું. BMCની ટીમે બે કલાક સુધી ઓફિસમાં તોડફોડ કરી હતી. આ જ દિવસે કંગના હિમાચલથી મુંબઈ આવી હતી. કંગનાએ BMCની કાર્યવાહી પર હાઈકોર્ટમાંથી સ્ટે લીધો હતો. આ કેસની સુનાવણી 22 સપ્ટેમ્બરના રોજ થશે.

પહેલું ટ્વીટ

બીજું ટ્વીટ

ત્રીજું ટ્વીટ

કંગનાને 2 કરોડ રૂપિયાનું નુકસાન થયું
8 સપ્ટેમ્બરના રોજ BMCએ કંગનાની ઓફિસમાં નોટિસ લગાવી હતી અને ગેરકાયદે બાંધકામ અંગે 24 કલાકની અંદર જવાબ માગ્યો હતો. જોકે બીજા જ દિવસે કંગના મુંબઈ આવે એ પહેલાં જ BMCએ કંગની ઓફિસમાં તોડફોડ કરી હતી. BMCની કાર્યવાહીમાં કંગનાની ઓફિસનો 40 ટકા ભાગ ધ્વસ્ત થયો હતો, જેમાં ઝુમ્મર, સોફા, દુર્લભ કલાકૃતિ સહિતનો કીમતી સામાન સામેલ હતો.

કંગના રનૌતે BMC પાસે પોતાની ઓફિસમાં કરેલી તોડફોડ બદલ રૂપિયા 2 કરોડનું વળતર માગ્યું છે. રિપોર્ટ પ્રમાણે, એક્ટ્રેસે BMCને એક નોટિસ ફટકારી છે. 9 સપ્ટેમ્બરના રોજ પાલી હિલસ્થિત કંગનાની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાનું કહીને BMCએ તોડફોડ કરી હતી. 9 સપ્ટેમ્બરે મુંબઈ આવેલી કંગનાએ 13 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે પોતાની સાથે થયેલા અન્યાય અંગે વાત કરી હતી. આ પહેલાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરી કંગનાને વળતર અપાવવાની માગણી કરી હતી. કંગના 14 સપ્ટેમ્બરના રોજ મનાલી પરત ફરી હતી.

કંગનાએ 2017માં પાલી હિલસ્થિત બંગલો ખરીદ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં રિનોવેશનનું કામ પૂર્ણ થયું હતું. આ બંગલાને ઓફિસ-કમ-રેસિડેન્સ બનાવવામાં આવ્યો છે. BMCએ ગેરકાયદે બાંધકામ ગણાવ્યું હતું. 1979ના પ્લાન પ્રમાણે, આ બંગલો રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં લિસ્ટેડ છે.

ઓફિસ બાદ BMCની નજર કંગનાના ઘર પર
કંગના રનૌતની પાલી હિલસ્થિત ઓફિસમાં તોડફોડ કર્યાના છ દિવસ બાદ BMCએ મંગળવાર (15 સપ્ટેમ્બર)ના રોજ એક્ટ્રેસની સોસાયટી ચેતકને નોટિસ ફટકારી મેમ્બર્સની માહિતી માગી છે. ચેતક સોસાયટી એક સહકારી સમિતિ છે. માનવામાં આવે છે કે BMC આ કેસમાં કોઈપણ એક્શન લઈ શકે છે. આ પહેલાં BMCએ કંગનાની ખારસ્થિત ઘરમાં ગેરકાયદે બાંધકામ હટાવવાની નોટિસ આપી હતી.

BMCએ કંગનાની સોસાયટી પાસેથી આ 5 ડિટેઇલ્સ માગી

  • સોસાયટીના પ્રમુખ સભ્યોની માહિતી તથા પાર્ટનરની યાદી.
  • છેલ્લાં ત્રણ વર્ષમાં સોસાયટીની બેઠક, બેંક અકાઉન્ટની માહિતી.
  • ચૂંટણી પ્રોસેસની સાથે મેમ્બર્સની ટ્રાન્સફર યાદી.
  • રેલ હાઉસ તથા બંગલાના અલોકેશનની માહિતી.
  • એગ્રીમેન્ટ સહિત બીજાં પેપર્સની માહિતી.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો