ભક્તિ / કંગના રનૌતે ગુજરાતમાં દ્વારકા અને સોમનાથ મંદિરમાં દર્શન કર્યા , શિવ ભગવાનની આરતી પણ કરી

Kangana Ranaut visited Dwarkadeesh Temple and Somnath Temple
Kangana Ranaut visited Dwarkadeesh Temple and Somnath Temple
Kangana Ranaut visited Dwarkadeesh Temple and Somnath Temple
Kangana Ranaut visited Dwarkadeesh Temple and Somnath Temple

Divyabhaskar.com

Sep 14, 2019, 04:52 PM IST

બોલિવૂડ ડેસ્ક: કંગના રનૌત ગુજરાતમાં દ્વારકા અને સોમનાથ મંદિરે દર્શન માટે આવી હતી. પહેલા કંગના દ્વારકાનાં મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી. તેના ફોટો કંગનાનાં ઓફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર પણ કરાયા છે. ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા બાદ તે સોમનાથ મંદિર શિવ ભગવાનના દર્શન માટે રવાના થઇ હતી. તેણે નાગેશ્વર જ્યોતિર્લિંગના પણ દર્શન કર્યા હતા. પોતાના બિઝી શેડયૂઅલની વચ્ચે પણ તેણે દર્શન માટે સમય કાઢ્યો છે. તેણે સોમનાથ મંદિરે આરતી પણ કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરાયો છે.

આ પહેલાં કંગનાએ ગણપતિના આશીર્વાદ પણ લીધા હતા. તે મુંબઈમાં અંધેરી ચા રાજાના પંડાલમાં દર્શન માટે પહોંચી હતી. ત્યારબાદ તેણે ગુજરાતમાં કૃષ્ણ ભગવાન અને શિવ ભગવાનના આશીર્વાદ લીધા.

હાલ તો કંગના તામિલનાડુના પૂર્વ મુખમંત્રી જયલલિતાની બાયોપિક પર કામ કરી રહી છે. આ બિગ બજેટ ફિલ્મની તૈયારી ઘણા સમયથી તે કરી રહી છે. છેલ્લે કંગના રાજકુમાર રાવ સાથે ‘જજમેન્ટલ હૈ ક્યા’ ફિલ્મમાં દેખાઈ હતી. બાયોપિક સિવાય કંગનાના લિસ્ટમાં સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘પંગા’ સામેલ છે જેમાં તે કબડ્ડી પ્લેયરના રોલમાં છે. આ સિવાય તે ‘ધાકડ’ ફિલ્મમાં એક્શન મોડમાં દેખાવાની છે જે આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થવાની છે.

X
Kangana Ranaut visited Dwarkadeesh Temple and Somnath Temple
Kangana Ranaut visited Dwarkadeesh Temple and Somnath Temple
Kangana Ranaut visited Dwarkadeesh Temple and Somnath Temple
Kangana Ranaut visited Dwarkadeesh Temple and Somnath Temple

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી