નવી શરૂઆત / કંગના રનૌત પ્રોડ્યૂસર બની, રામ મંદિર પર આધારિત ફિલ્મ ‘અપરાજિત અયોધ્યા’ બનાવશે

Kangana Ranaut Debuts as Producer with Film on Ram Mandir-Babri Masjid Case
X
Kangana Ranaut Debuts as Producer with Film on Ram Mandir-Babri Masjid Case

Divyabhaskar.com

Nov 25, 2019, 03:16 PM IST

મુંબઈઃ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’માં કો-ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકેલી કંગના રનૌત હવે પ્રોડ્યૂસર બનવા જઈ રહી છે. તે ‘અપરાજિત અયોધ્યા’ નામની ફિલ્મ પ્રોડ્યૂસ કરશે, જે રામ જન્મભૂમિ તથા બાબરી મસ્જિદ વિવાદ પર આધારિત છે. કંગનાએ આ ફિલ્મને લઈ ઈન્ડસ્ટ્રીના ટોચના સ્ટૂડિયો સાથે વાતચીત શરૂ કરી દીધી છે.

ફિલ્મને લઈ કંગનાએ શું કહ્યું?

1. અયોધ્યા વિવાદ પર ફિલ્મ કેમ?

અયોધ્યા વિવાદ પર ફિલ્મ બનાવવા અંગે કંગનાએ કહ્યું હતું, રામ મંદિર ઘણાં વર્ષોથી એક હોટ સબ્જેક્ટ રહ્યો છે. 80ના દાયકામાં જન્મેલા બાળકોના મનમાં અયોધ્યાનું નામ નેગેટિવ રીતે પડ્યું છે, જે ધરતી પર એવા રાજાનો જન્મ થયો, જે બલિદાનનો પ્રતિક હતો, તે વિવાદનો વિષય બની ગઈ. આ મુદ્દે ભારતીય રાજકારણનો ચહેરો બદલ્યો અને તેના પર ચુકાદો આવતા વર્ષો જૂનો વિવાદ પૂર્ણ કરીને ભારતે ધર્મ નિરપેક્ષતાની ભાવના બતાવી. 

2. ‘બાહુબલી’ ફૅમ વિજયેન્દ્ર પ્રસાદ સ્ક્રિપ્ટ લખશે

‘બાહુબલી’ ફ્રેન્ચાઈઝી ફૅમ કે.વી. વિજયેન્દ્ર પ્રસાદ ‘અપરાજિત અયોધ્યા’ની સ્ક્રિપ્ટ લખશે. ઘણાંએ ડોક્યૂમેન્ટ્રી તથા ફિલ્મમેકર્સે આ મુદ્દે થોડી-ઘણી બાબતો સ્ક્રીન પર બતાવી છે. તો કંગના પોતાની ફિલ્મને એકદમ અલગ ગણાવે છે. તે કહે છે કે આ ફિલ્મ એવા નાયકની વાર્તા છે, જે નાસ્તિકમાંથી આસ્તિક બનવા સુધીની સફર નક્કી કરે છે. આ વાર્તા ક્યાંકને ક્યાંક તેના વ્યક્તિગત જીવનને રિફ્લેક્ટ કરે છે. આથી જ તેણે પોતાના પ્રોડક્શન હાઉસમાં આ ફિલ્મને પ્રથમ પસંદગી આપી. 

3. ભક્તોના અતૂટ વિશ્વાસને શ્રદ્ધાંજલિ

કંગનાએ આગળ કહ્યું હતું કે તેની આ ફિલ્મ ભક્તોના અતૂટ વિશ્વાસને શ્રદ્ધાંજલિ હશે. તેણે અનેક ભક્તો જોયા છે કે જેમણે ભરવરસાદમાં છત્રી લેવાનો એટલા માટે ઈનકાર કર્યો હતો કે જ્યારે તેમના રામલલા વરસાદમાં પલળી રહ્યાં છે, તો તેઓ કેવી રીતે વરસાદથી બચી શકે. 

4. આ કારણે ફિલ્મના નામમાં ‘અપરાજિત’ શબ્દ

કંગનાએ કહ્યું હતું કે આપણી એકતા તથા ધર્મ નિરપેક્ષ ભાવનાને નષ્ટ કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતાં. તેમ છતાંય આપણે એક રાષ્ટ્ર તરીકે અખંડ છીએ. આથી જ અપરાજિત છીએ. આથી જ ફિલ્મમાં પહેલો શબ્દ ‘અપરાજિત’ રાખવામાં આવ્યો, જેનો અર્થ થાય છે કે ક્યારેય ના હારનાર.

5. પ્રોડક્શન હાઉસ હટકે ફિલ્મ બનાવશે

અઠવાડિયા પહેલાં જ કંગના રનૌતની બહેન તથા તેની મેનેજર રંગોલી ચંદેલે પ્રોડક્શન હાઉસની જાહેરાત કરી હતી. તેણે ટ્વીટ કરીને કહ્યું હતું કે કંગનાએ પોતાના પ્રોડક્શન હાઉસનું નામ ‘મણીકર્ણિકા ફિલ્મ્સ’ રાખ્યું છે. આ બેનર હેઠળ એવા સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવામાં આવશે, જેના પર લોકો વાત કરતાં ડરે છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી