સેલિબ્રેશન / કંગના રનૌતે બહેન રંગોલી તથા ‘થલાઈવી’ની ટીમ સાથે લોસ એન્જલસમાં દિવાળી મનાવી

Kangana Ranaut celebrates Diwali in Los Angeles with sister Rangoli and 'Thalaivi' team

Divyabhaskar.com

Oct 25, 2019, 02:30 PM IST

લોસ એન્જલસઃ કંગના રનૌતે લોસ એન્જલસમાં ‘થલાઈવી’ ટીમ સાથે વહેલી દિવાળી સેલિબ્રેટ કરી હતી. કંગનાએ ગુરુવારના (24 ઓક્ટોબર) રોજ દિવાળી સેલિબ્રેટ કરી હતી અને આ સેલિબ્રેશનની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યાં હતાં. કંગના હાલમાં લોસ એન્જલસમાં તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિકની તૈયારી કરી રહી છે.

કંગનાએ પોલ્કા ડૉટેડ વ્હાઈટ તથા બ્લેક ડ્રેસ પહેર્યો હતો. તે ડાઈનિંગ ટેબલ પર ‘થલાઈવી’ ટીમની સાથે બેઠી હતી. કંગનાના ટેબલ પર લાઈટ શો જોવા મળ્યો હતો. અન્ય એક તસવીરમાં કંગનાની સાથે તેની બહેન રંગોલી પણ જોવા મળે છે. કંગનાની સાથે ફિલ્મના પ્રોડ્યૂસર્સ વિષ્ણુ ઈન્દુરી, બ્રિન્દ્રા પ્રસાદ તથા શૈલેષ આર સિંહ હતાં. આ ઉપરાંત કોસ્ચ્યુમ ડિઝાઈનર નીતા લુલ્લા પણ જોવા મળ્યાં હતાં.

કંગના હાલમાં ફિલ્મ પર ફોક્સ કરી રહી છે
કંગનાનો લુક ટેસ્ટ હોલિવૂડ મેકઅપ આર્ટિસ્ટ જેસન કોલિન્સના સ્ટૂડિયોમાં કરવામાં આવ્યો હતો. તે સમયે કંગનાની બહેન રંગોલીએ લુક ટેસ્ટ દરમિયાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. ફિલ્મમાં જયલલિતાનાં જીવનના ચાર તબક્કાઓ બતાવવામાં આવશે, જેમાં ફિલ્મ એક્ટ્રેસથી લઈને તમિલનાડુના સીએમ બન્યા ત્યાં સુધીની વાર્તા હશે. આમાંથી સૌથી મુશ્કેલ તબક્કો લાસ્ટ હશે, જેમાં કંગનાને પ્રોસ્થેટિક મેકઅપની જરૂર પડશે. કારણ કે બંનેના ચહેરાના આકાર અલગ છે. ‘થલાઈવી’નું શૂટિંગ આ વર્ષે નવેમ્બરમાં મૈસૂરમાં શરૂ થશે. ફિલ્મ તમિળ, હિંદી તથા તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું ડિરેક્શન એ એલ વિજય કરશે જ્યારે ફિલ્મની વાર્તા કે વી વિજય પ્રસાદે લખી છે.

X
Kangana Ranaut celebrates Diwali in Los Angeles with sister Rangoli and 'Thalaivi' team

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી