તૈયારી / જયલલિતા બનવા માટે કંગનાએ હેવી પ્રોસ્થેટિક મેકઅપમાં લુક ટેસ્ટ આપ્યો

Kangana gave a look test in heavy prosthetic makeup to become Jayalalithaa

Divyabhaskar.com

Sep 20, 2019, 04:29 PM IST

મુંબઈઃ જયલલિતાની બાયોપિક માટે કંગનાએ તૈયારી શરૂ કરી દીધી છે. જયલલિતા જેવા દેખાવવા માટે કંગના લોસ એન્જલ્સમાં લુક ટેસ્ટ કરાવવા ગઈ છે. કંગનાનો લુક ટેસ્ટ હોલિવૂડ મેકઅપ આર્ટિસ્ટ જેસન કોલિન્સના સ્ટૂડિયોમાં ચાલે છે. કંગનાની બહેન રંગોલીએ લુક ટેસ્ટ દરમિયાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી છે.

પ્રોસ્થેટિક ગ્લૂથી કંગના ઢંકાયેલી છે
લુક ટેસ્ટ દરમિયાન કંગના પૂરી રીતે ઢંકાયેલી જોવા મળે છે. આ પ્રોસ્થેટિક ગ્લૂ છે, જે કંગનાના ચહેરા તથા બૉડી પર લગાવવામાં આવ્યો છે. માસ્ક સુકાઈ ના જાય ત્યાં સુધી કંગનાએ બેસી રહેવું પડશે. કંગનાનો લુક તૈયાર કરનાર જેસન કોલિન્સે ‘કેપ્ટન માર્વલ’ તથા ‘બ્લેડ રનર 2049’ જેવી હોલિવૂડ ફિલ્મ્સના કલાકારોનો મેકઅપ કર્યો છે.

કંગનાના ચાર લુક હશે
ફિલ્મમાં જયલલિતાનાં જીવનના ચાર તબક્કાઓ બતાવવામાં આવશે, જેમાં ફિલ્મ એક્ટ્રેસથી લઈને તમિલનાડુના સીએમ બન્યા ત્યાં સુધીની વાર્તા હશે. આમાંથી સૌથી મુશ્કેલ તબક્કો લાસ્ટ હશે, જેમાં કંગનાને પ્રોસ્થેટિક મેકઅપની જરૂર પડશે. કારણ કે બંનેના ચહેરાના આકાર અલગ છે.

દિવાળી પછી શૂટિંગ શરૂ થશે
‘થલાઈવી’નું શૂટિંગ આ વર્ષે નવેમ્બરમાં મૈસૂરમાં શરૂ થશે. ફિલ્મ તમિળ, હિંદી તથા તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું ડિરેક્શન એ એલ વિજય કરશે. ફિલ્મની વાર્તા કે વી વિજય પ્રસાદે લખી છે.

X
Kangana gave a look test in heavy prosthetic makeup to become Jayalalithaa
Kangana gave a look test in heavy prosthetic makeup to become Jayalalithaa
Kangana gave a look test in heavy prosthetic makeup to become Jayalalithaa
Kangana gave a look test in heavy prosthetic makeup to become Jayalalithaa

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી