તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંડલા કસ્ટમ:આખરે કંડલા કસ્ટમ મુન્દ્રા કમિશનરના ચાર્જમાં ગયું, દિવ્ય ભાસ્કરના અહેવાલનો પડઘો

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશનું સરકાર હસ્તકનું સૌથી મોટુ અને સંવેદન શીલ સ્થળ પર હોવા છતાં કાયમી કસ્ટમ કમિશનરની પોસ્ટથી વંચીત રહેનારા કંડલા કસ્ટમનો હવાલો હવે મુંદ્રા કસ્ટમ સાથે સંયુક્ત રીતે પરંપરાને જાળવી આપી દેવાયો હતો. દિવ્ય ભાસ્કર દ્વારા આ મુદાને ગત મહિનેજ ઉઠાવીને તેની ગંભીરતાથી સમાજને પરીચીત કરાવ્યું હતું.મુંદ્રાના કસ્ટમ કમિશનર તરીકે ટી.વી. રવી ની નીયુક્તી બે મહિના અગાઉ કરાઈ હતી, પણ કંડલાનો ચાર્જ ત્યારબાદ પણ જામનગર હસ્તકજ રખાયો હતો. જ્યારે કે મુંદ્રાથી સંચાલન સંભાળવું વધુ સુવિધા યુક્ત હતું.

દિવ્ય ભાસ્કરે આ અંગે અહેવાલ પ્રકાશિત કર્યા બાદ થોડા દિવસો અગાઉ મુંદ્રા કસ્ટમ કમિશનરનેજ કંડલાનો કાર્યભાર સંભાળવા આપી દેવાયો હતો. લાંબા સમય સુધી કચ્છમાં કેંદ્ર સરકાર હસ્તકનું કંડલા પોર્ટે એકહથ્થું શાસન ચલાવ્યું, પરંતુ પોર્ટ ક્ષેત્રમાં રાજ્ય સરકારના રસ્તે ખાનગી પ્રવેશના દ્વાર પણ ખુલતા તેમાં ખાતર પડ્યું હતું. દરમ્યાન કંડલા અને મુંદ્રા બે પોર્ટ અસ્તિત્વ માં આવતા કસ્ટમના બે કમિશનરની પોસ્ટ ઉભી કરાઈ હતી.

પરંતુ ત્યારબાદથી બંન્નેનો ચાર્જ એકજ કમિશનરના હસ્તક સામાન્ય રીતે રહેતો હતો, જે બન્ને સ્થળોએ અડધા અડધ દિવસો બેસતા હતા. દરમ્યાન ચાઈના ઓટોક્લેવનો આંતરરાષ્ટ્રીય મુદો કંડલાની પુષ્ઠભુમીથી બહાર આવ્યા બાદ સુરક્ષા વધારવાની જગ્યાએ કંડલા, મુંદ્રાના તત્કાલીન કમિશનરની બદલી કરી દેવાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો