અષાઢ વદ 11 / 'કામિકા એકાદશી' તરીકે ઓળખાતી અગિયારસ, ઉપવાસ થકી આરાધનાનો દિવસ

kamika ekadashi : known as Kamika Ekadashi, day of fasting through fasting

Divyabhaskar.com

Jul 27, 2019, 03:12 PM IST

ધર્મ ડેસ્ક. રવિવારે અષાઢ વદ 11 જે વિક્રમ સંવત 2075 ની 18મી 'કામિકા એકાદશી' તરીકે ઓળખવામાં આવે છે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર વર્ષની 24 એકાદશીમાં આ એકાદશી કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. એકાદશી વ્રત ધારણ કરનાર કદાપી ભયંકર યમદુતના દર્શન નથી કરતો. તેની કદાપિ દુર્ગતિ થતી નથી તેમજ સ્વર્ગમાં જીવ સિધાવે છે. તેવું આપણા વેદમાં સમજાવેલું છે.

આ એકાદશીનું વ્રત આગલા દિવસે સાંજથી બીજા દિવસે સંપૂર્ણ ઉપવાસ કરવામાં આવે છે. આજના દિવસે ભગવાન વિષ્ણુને પીળા કલરના પુષ્પો સાથે પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થશે. સાથે ભગવાન વિષ્ણુ માટે ખીર બનાવી તુલસી પાન નાખીને તેનો ભોગ અર્પણ કરવો. તેનાથી ઘરમાં ધન-ધાન્ય ભરપૂર રહે તેમજ કુટુંબ કબીલામાં સુખ-શાંતિ માટે બની રહે છે.

આ દિવસે શક્ય હોય તો સુહાગન મહિલાને સાંજના સમયે બોલાવી તેમને ફળાહાર કરાવો. સુહાગની સામગ્રી ભેટમાં અર્પણ કરવી.આ ઉપરાંત આજના દિવસે શ્રીમદ્દ ભાગવત નો પાઠ કરવાનું અનેરૂ મહત્વ રહેલું છે.સાથોસાથ વિષ્ણુસહસ્ત્રનો પાઠ નામાવલી, લક્ષ્મી મંત્રના જાપ કરવા ઉપરાંત દક્ષિણાવર્તી શંખની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે.

સાંજના સમયે શુદ્ધ ઘીનો દીવો પ્રગટ કરી "ઓમ વાસુદેવાય નમઃ"મંત્રની એક માળા પૂર્ણ કરવી. સાથોસાથ તુલસી ક્યારાને સાત કે અગિયાર પ્રદક્ષિણા કરવી. આ ઉપરાંત રાત્રે જાગરણ કરવાનું પણ વિશેષ મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં સમજાવેલું છે. હાલમાં ઠાકોરજીના હિંડોળા મહોત્સવ ચાલતો હોવાથી લીલા શાકભાજી કે ફળ-ફાળદીના હિંડોળા દર્શન કરાવીને ઠાકોરજીના દર્શનનો અનેરો લ્હાવો પ્રાપ્ત કરી શકાય છે.

X
kamika ekadashi : known as Kamika Ekadashi, day of fasting through fasting

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી