તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ભાસ્કર એક્સપ્લેનર:અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસ રંગભેદ સામે જીતનો ચહેરો બની રહ્યાં છે

વોશિંગ્ટન9 દિવસ પહેલા
  • કૉપી લિંક
કમલા હેરિસની ફાઇલ તસવીર.

ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે ઇમિગ્રેશનનો મુદ્દો ઊઠાવીને બહુમતી શ્વેત નાગરિકોને આંદોલિત કરતા રહ્યા છે. બીજું પાસું એ છે કે અમેરિકી ચૂંટણીમાં પ્રભાવશાળી તે વસતી તેમનાથી દૂર થઇ રહી છે કે જે બીજા દેશોમાંથી આવીને અમેરિકામાં વસ્યા છે અને અહીંના સામાજિક-આર્થિક માળખાનો હિસ્સો છે. અશ્વેત આંદોલનમાં આ વસતી આજે અગ્રેસર છે. તેમાં અહીં વસેલા ભારતીયોનો સંઘર્ષ પણ કમલા હેરિસના માધ્યમથી ફરી ચર્ચામાં છે. ડ્રૂ યુનિ.ના આસિ. પ્રોફેસર, અમેરિકી ચૂંટણી નિષ્ણાત સંજય મિશ્ર જણાવી રહ્યા છે કે ભારતીયોનો સંઘર્ષ કેટલો જૂનો છે? શા માટે કમલા રંગભેદ સામે જીતનો ચહેરો બની રહ્યાં છે?

શ્વેત-અશ્વેત લડાઇનો મુદ્દો કેટલો જૂનો છે?
આ લડાઇ 230 વર્ષથી પણ વધુ જૂની છે. 1790માં માત્ર શ્વેતોને નાગરિકતા યોગ્ય ગણાઇ. 1870માં ગૃહયુદ્ધ બાદ આફ્રિકન મૂળના લોકોને નાગરિકતા મળી પણ એશિયન મૂળના લોકો વંચિત રહ્યા. 1917 સુધી એશિયન લોકોને નાગરિકતાથી દૂર રખાયા.

ભારતીયોએ નાગરિકતાનો મુદ્દો ક્યારે ઊઠાવ્યો?
1917માં ભારતીય તથા એશિયન સમૂહ નાગરિકતા માટે સુપ્રીમકોર્ટમાં ગયા. 1923માં સુપ્રીમે નાગરિકતાનો ઇનકાર કરી દીધો. તર્ક એવો હતો કે ભારતીયો અમેરિકી કલ્ચરમાં ભળી નહીં શકે જ્યારે યુરોપીયન મૂળના લોકો સરળતાથી ભળી જાય છે.

ભારતીયોને પહેલી વાર ક્યારે નાગરિકતા મળી?
1940થી 1950ના દાયકામાં અમેરિકામાં ભારતવાસીઓ પ્રત્યે ધારણા બદલાવા માંડી હતી. બીજા વિશ્વયુદ્ધ સમયે આખી દુનિયા કોઇ ને કોઇ જૂથમાં વહેંચાયેલી હતી. તેથી અમેરિકામાં રહેતા ભારતીય અને એશિયન મૂળના લોકોએ લૉબિંગ શરૂ કર્યું. 1952માં મેક્કેરન વૉલ્ટર એક્ટના માધ્યમથી એશિયન મૂળના લોકોને નાગરિકતા ન આપવાની જોગવાઇ હટાવાઇ. આ એક્ટના કારણે ભારતીય મૂળનાં હેરિસ આજે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડી શક્યાં છે.

ભારતીયોનું US જવાનું અચાનક કેવી રીતે વધ્યું?
1965માં હાર્ટ-સેલર એક્ટથી એશિયન લોકોને નાગરિકતા મળવાની બાકી બચેલી અડચણો પણ હટાવી લેવાઇ. એશિયામાંથી ઉચ્ચ શિક્ષિત અને પ્રોફેશનલ્સનું ઝડપભેર પલાયન થયું. 1960નો દાયકો વંશીય અશાંતિનો સમય હતો. બહારથી આવેલા લોકોએ પોતાની સફળતા દ્વારા ‘આદર્શ લઘુમતી’નું મોડલ રજૂ કર્યું.

તો પછી હવે શ્વેત વસતીમાં અવિશ્વાસ કેમ છે?
9/11ના હુમલા બાદ દક્ષિણ એશિયન લોકો વિરુદ્ધ હેટ સ્પીચ વધી. 2012માં ઓકમાં વ્હાઇટ સુપ્રીમસી સમર્થકે ગુરુદ્વારા પર હુમલો કર્યો. ટ્રમ્પ સરકારની ઇમિગ્રેશન નીતિઓએ એશિયન અમેરિકનો વિરુદ્ધ લોકોને ભડકાવ્યા. હવે એશિયન સમુદાયને કમલા હેરિસમાં પોતાનું પ્રતિનિધિત્વ દેખાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો