રિએક્શન / MeToo મૂવમેન્ટ પર કાજોલે કહ્યું, આની અસર જોવા મળી, પુરુષ સાત ડગલાં પાછળ હટ્યો

Kajol said on the MeToo movement, the effect was seen, the man retreated seven steps.

Divyabhaskar.com

Mar 03, 2020, 03:11 PM IST

મુંબઈઃ એક્ટ્રેસ કાજોલે કહ્યું હતુ્ં કે MeToo મૂવમેન્ટ બાદ ફિલ્મના સેટ્સ પર મહિલાઓ સાથેના વ્યવહારમાં ઘણો જ ફેરફાર આવ્યો છે. એક્ટ્રેસના મતે, આ આંદોલન બાદ પુરુષે પોતાનો વ્યવહાર તથા સામેની વ્યક્તિની સંમતિને લઈ પહેલાં કરતાં વધુ સાવધ બન્યો છે. વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું કે આ મહત્ત્વનું પગલું હતું, જેની અસર સ્પષ્ટ રીતે જોવા મળે છે. કાજોલે આ વાત સોમવારે (2 માર્ચ) શોર્ટ ફિલ્મ ‘દેવી’ના સ્ક્રીનિંગ દરમિયાન કહી હતી.

એક ઈવેન્ટમાં જ્યારે એક રિપોર્ટરે કાજોલને પૂછ્યું હતું કે MeToo મૂવમેન્ટ બાદ ફિલ્મના સેટ પર મહિલાઓ પ્રત્યેના વ્યવહારમાં કોઈ ફેરફાર થયો છે? જેના જવાબમાં કાજોલે કહ્યું હતું, હા, ફેરફાર આવ્યો છે અને હું એમ નહીં કહું કે આ ફેરફાર માત્ર ફિલ્મના સેટ્સ પર જ આવ્યો છે. પ્રામાણિક રીતે કહું તો મને લાગે છે કે આ આંદોલન થયા બાદ તમે કોઈ પણ પુરુષને પૂછશો તો તમને ખ્યાલ આવશે કે અનેક મોટા લોકોનું આમાં નામ આવ્યા બાદ સારા, ખરાબ, ઉદાસ..તમામ પ્રકારના પુરુષો સાત ડગલાં પાછળ હટી ગયા છે.

વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું, આ અંગે ઘણું બધું કરવામાં આવ્યું છે પરંતુ મને લાગે છે કે આમાં બહુ બધુ કરવાની હજી જરૂર છે, બહુ બધા વિચારો તથા સાવધાની સાથે. મારી નજરમાં સારા અથવા ખરાબ કરતાં વધુ જરૂરી એ છે કે આપણે લોકોને તેમના રોજિંદા વ્યવહાર દરમિયાન વધુ જવાબદાર બનાવીએ અને આ અંગે વિચાર કરવામાં પ્રેરિત કરીએ.

શ્રુતિ હાસને કહ્યું, લોકો જાગૃત થયા છે
‘દેવી’માં કામ કરનાર શ્રુતિ હાસને કહ્યું હતું કે, ફ્લાઈટમાં એકવાર તેનો કો-પેસેન્જર ‘શારીરિક નિકટતા તથા તે સ્થાન પર કેવી રીતે વ્યવહાર કરવો’ તેને લઈ એક મેન્યુઅલ વાંચતો હતો. જેવી રીતે તેમણે (કાજોલ)એ કહ્યું હતું, જ્યારે કોઈ સવાલ કરે છે અને તમે જવાબદાર છો, આ જ જાગૃતતા છે. ઈમાનદારીથી કહું તો મેં ક્યારેય વિચાર્યું નહોતું કે ભારતમાં આટલા મોટા સ્તરે આ આંદોલન જશે. વાસ્તવમાં મને ગર્વ છે કે લોકો બહાર આવ્યા અને બોલવાનું સાહસ કર્યું.

‘દેવી’ નવ મહિલાઓની વાત કરે છે
શોર્ટ ફિલ્મ ‘દેવી’માં અલગ-અલગ ફિલ્ડમાંથી આવતી નવ મહિલાઓની વાત કરવામાં આવી છે, જે પરિસ્થિતિને કારણે એક રૂમમાં સમય પસાર કરે છે. આ ફિલ્મમાં કાજોલ ઉપરાંત નેહા ધૂપિયા, નીના કુલકર્ણી, મુક્તા બાર્વે, શિવાની રઘુવંશી, સંધ્યા મ્હાત્રે, રમા જોષી તથા રશાસ્વિની દયામા છે. આ ફિલ્મને પ્રિયંકા બેનર્જીએ ડિરેક્ટ કરી છે.

હોલિવૂડમાં MeTooની મૂવમેન્ટ શરૂ થઈ હતી
MeToo આંદોલની શરૂઆત હોલિવૂડમાં થઈ હતી. વર્ષ 2018માં ભારતમાં આની અસર જોવા મળી હતી. અલગ-અલગ ફિલ્ડમાં કામ કરતી મહિલાઓએ સોશિયલ મીડિયામાં પોતાની સાથે થયેલા યૌન શોષણ કરનાર વ્યક્તિઓના નામ કહ્યાં હતાં, જેમાં એમ જે અકબર, નાના પાટેકર, અનુ મલિક, આલોકનાથ, સાજિદ ખાન, વિકાસ બહલ તથા રજત કપૂર જેવા સેલેબ્સના નામ સામે આવ્યા હતાં.

X
Kajol said on the MeToo movement, the effect was seen, the man retreated seven steps.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી