ચર્ચા / સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’માં ક્રિતિ સેનન કામ કરે તેવી શક્યતા

Kabhi Eid Kabhi Diwali Kriti Sanon to star opposite Salman Khan?

Divyabhaskar.com

Jan 12, 2020, 06:52 PM IST

મુંબઈઃ સલમાન ખાનની ગયા વર્ષે ‘દબંગ 3’ રિલીઝ થઈ હતી. હાલમાં સલમાન ખાન ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈ’નું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થવાની છે. આવતા વર્ષે એટલે કે વર્ષ 2021માં પણ સલમાનની ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની છે. સલમાને થોડાં સમય પહેલાં જ ‘કભી ઈદ કભી દિવાલી’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યૂસ કરશે અને ફરહાદ સામજી ડિરેક્ટ કરવાના છે. હવે ચર્ચા છે કે આ ફિલ્મમાં ક્રિતિ સેનન લીડ રોલમાં જોવા મળશે.

લીડ એક્ટ્રેસને લઈ કોઈ ખુલાસો કર્યો નથી
ચર્ચા છે કે ‘કભી ઈદ કભી દિવાલી’માં સલમાનની સાથે ક્રિતિ સેનનને લેવામાં આવશે. જોકે, મેકર્સે હજી સુધી લીડ એક્ટ્રેસના નામને લઈ કોઈ ખુલાસો કર્યો નથી. નવાઈની વાત એ છે કે ક્રિતિએ સાજીદ નડિયાદવાલાની ફિલ્મ ‘હિરોપંતી’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત ક્રિતિ ‘બચ્ચન પાંડે’માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે અને ફિલ્મને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યૂસ કરે છે અને ફરહાદ સામજી ડિરેક્ટ કરી રહ્યાં છે.

પ્લોટ હજી સુધી જાહેર કર્યો નથી
ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’ના પ્લોટને તથા સલમાનના પાત્રને લઈ કોઈ માહિતી બહાર પાડવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેભાઈ’ને પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યો છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ સા.કોરિયન ફિલ્મ ‘ધ આઉટલોઝ’ની હિંદી રિમેક છે.

X
Kabhi Eid Kabhi Diwali Kriti Sanon to star opposite Salman Khan?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી