તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હોબાળો:જે.વી. કાકડીયાએ મત માગતા જ ભીડમાંથી કોઇએ ઇંડુ ફેંક્યું

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇંડા કોણ ફેંકીને જતું રહ્યું તે જાણવા પોલીસની મદદ લેવાઇ, સીસીટીવી કેમેરા પણ ચેક કરાયા

પુણા યોગીચોક ખાતે ભાજપના યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનના કાર્યક્રમમાં અજાણ્યા લોકોએ ઈંડાઓ ફેંક્યા હતાં. કાર્યક્રમના અંત વખતે ત્રણ-ચાર જેટલા ઇંડાઓ ફેંકીને કંમ્પાઉન્ડ બહારથી કેટલાંક તત્ત્વો ભાગી જતાં હોબાળો મચી ગયો હતો. આ હરકત કોણે કરી છે તે અંગે તપાસ કરવા પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી સીસીટીવી કેમેરામાં તપાસ હાથ ધરી હતી. આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ભાજપ શહેર પ્રમુખ નિતિન ભજીયાવાલાએ જણાવ્યું હતું કે,

કાર્યક્રમ તેઓ હતાં ત્યાં સુધી કોઈ વિરોધ થયો હોય તેવું બન્યું નથી. મંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે કાર્યક્રમમાં અંદરથી કોઈ વિરોધ થયો નથી બહારથી કોઈ ઇંડા ફેંકીને જતાં રહ્યાં હતાં. કોંગ્રેસની આવી હરકત હોઇ શકે છે બીજુ કોણ હોઈ શકે, હજુ સુધી પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી પરંતુ પોલીસને કહ્યું છે કે આજુ બાજુના સીસીટીવી કેમેરા છે તે જોઈને તપાસ કરો કોણે હરકત કરી છે. કાર્યક્રમ સ્થળે કંમ્પાઉન્ડ વોલ છે અને બહારથી ત્રણેક ઈંડા ફેંક્યા હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો